________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામને જાણે છે. જ્ઞાની જ્ઞાન સ્વરૂપને તો જાણે છે ત્રિકાળને, પણ તેના પરિણામને પણ એ જાણે છે, જાણવા દેખવાના જે પરિણામ શુદ્ધ છે તેને તે જાણે છે, ઈ જાણે છે, તેવું કર્તાકર્મપણું છે. જાણે છે તે કાર્ય છે અને કર્તા પોતે આત્મા, એવું કર્તાકર્મપણું છે. પણ છતાં તે આ કર્તાકર્મપણાની હારે રાગનો પણ કર્તા અને કાર્ય છે એ આત્મામાં નથી. આહાહાહા!
(શ્રોતા:- કઠણ તો છે) કઠણ છે ભાઈ, ખબર છે ને બાપુ. ૮૯ વરસ તો દેહને થયા જડને, ૭૦ વર્ષથી તો આ જગતને જાણીએ છીએ. જગતની કેટલી લીલા ને કેટલી વિચિત્રતા ને વિવિધતા ને વિપરીતતા બહુ આકરું કામ બાપા.
અહીંયા કહે છે પ્રભુ, જે કાંઈ પોતાના પરિણામને જાણે, તો પણ આવું કાર્ય હોવા છતાં, કર્તા કાર્યપણું છે, એમ કહે છે, તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ, એ રાગના ભાવ એ પરદ્રવ્ય પરિણામ છે. તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. સમજાણું કાંઈ? આહા..
ભાવાર્થ:- ૭૬ મી ગાથામાં કહ્યું” તું એ અનુસાર અહીં પણ જાણવું ત્યાં “પુગલ' કર્મને જાણતો જ્ઞાની' એમ હતું, પુદ્ગલકર્મને જાણતો, તેના કર્તાનું કર્મ નથી, અહીંયા પોતાના પરિણામને જાણતો જ્ઞાની એટલું ફેરવ્યું. આહા!
ત્યાં રાગને જાણતો જ્ઞાની રાગના કાર્ય નથી, એમ આંહીં પોતાના પરિણામને જાણતો, રાગનું કાર્ય એનું નથી. સમજાણું કાંઈ ? ભાઈ એક એક શબ્દમાં એક એક ભાવમાં મોટો આંતરો છે બાપુ. આહાહાહા !
શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહીં ? શ્રદ્ધા જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ..પાપને પાપ છે. અરે ! કયાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિના જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં એને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. આ તો ધીરાના વીરાના કામ છે.
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૫)