________________
૨૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કરે છે લોટ. બાઈડી નહીં, વેલણું નહીં, અગ્નિ નહીં, તાવડી નહીં. અરેરે! એમ આદિ મધ્ય અંતમાં માટી પોતે ઘડાની આધમાં માટી અને કુંભાર હતો માટે આધમાં ઘડો થયો એમ નહીં. આહાહા! ઘડાની પર્યાયની આધમાં શરૂઆતમાં માટી હતી માટે ઘડો થયો, મધ્યમાં માટી હતી, અંતમાં માટી, ઘડાની પર્યાય થઈ એટલે કુંભારનો હાથ આમ-આમ થયો, માટે તે ઘડાની પર્યાય થઈ એમ નથી, કેમ કે પરદ્રવ્યથી પરદ્રવ્યની પર્યાય ત્રણ કાળમાં ન થાય. સમજાણું કાંઇ? અલૌકિક વાતું છે બાપા, અરેરે ! એણે શું કર્યું અને સરવાળા શું આવશે એને. જોઓને આ બિચારા ગુલાબચંદભાઈને રોગ આવ્યો તે સરવાળો અત્યારે, મને મારી નાખો, મને પાટામાં રેલના પાટામાં લઈ જાવ આ સરવાળો.
માટી પોતે ઘડામાં અંતર્થાપક એટલે, ઘડાની પર્યાયનો કરનારો તો માટી છે. આદિ મધ્યા અંતમાં માટી છે. ઘડાની આધમાં મધ્યમાં ને અંતમાં માટી છે. એની આધમાં કુંભાર હતો માટે ઘડો થયો છે એ ત્રણ કાળમાં વાત સાચી નથી. કહો, સમજાણું કાંઈ? આહાહા! (શ્રોતાપાગલ કહે) પાગલ જ છે બાપુ દુનિયા પાગલ છે. પરમાત્મ પ્રકાશમાં તો કહ્યું છે ધર્મી જીવને પાગલ, પાગલ માને એવું છે. પાગલ લોકો ધર્મીને પાગલ માને, શું આ વાતો કરે છે પાગલ જેવી. આહાહાહા !
હળ હાલે છે ને હળ, ખેતર, જ્યાં ખાડો પડતો જાય ને ધૂળ, ઈ હળ ખાડાને અયું નથી, ધૂળને અડ્યું નથી. આ તે કોણ માને? સાંભળો હવે સાંભળો, એક હળ હાલે છે ને ઈ હળને ઓલો આદમી ઊભો છે, એ આમ કરે એનાથી હળ હાલતું નથી, હળના પરિણામ પરમાણું ઈ એના છે એ પરમાણુંથી હળ હાલે છે પોતાથી અને તે હળ ધૂળને અડતું નથી અને ધૂળમાં ખાડો દેખાય આમ.
આરે ! આરે! જુઓ આ હાથ આંહી અડતું નથી બિલકુલ અડતું નથી, કેમ કે આ હાથમાં ને આમાં બેમાં અભાવ છે, છતાં અહીં ખાડો દેખાય છે. જુઓ આમ ખાડો થાય ને, ઈ ખાડાની પર્યાય આને લઈને થઈ નથી. એ પરમાણુંના દળની એ પર્યાય તે કાળે તે થવાની હતી તે કાળે એ થઈ છે. અરરર! આવી વાતું છે.
આંહી તો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, બધાને આમ કરી દઉં ફલાણાને આમ કરી દઉં ઠેકાણે આમ પાડી દઉં. આહા! છોડીયું થઈ મોટી, ઠેકાણે પાડી દઈએ નહીંતર આપણે ક્યાં હાલે. છોકરા થયા મોટા સરખાઈમાં કન્યા આવે તો ઠીક કહેવાય સાધારણ કન્યા આવે તો આપણું ઘરનું, માળાએ મારી નાખ્યા જગતને. નવરંગભાઈ ! આ તમારું બધુ પોગળ, આ લખુભાઈ ! તમારું એટલે આ જગતનું, આવું છે બાપા શું કરીએ?
પ્રભુ તારી પ્રભુતા કોઈ જુદી છે, એવી પ્રભુતામાં જે પરિણામ પોતાના થાય, તે વખતે તે પરિણામ પોતાનાથી થયા અને રાગનું જ્ઞાન થયું એ પણ પોતાથી થયું છે, એ સિદ્ધ આંહી કરવું છે. હજી તો દાખલો ચાલે છે, આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, માટી ઘડાને પકડે છે, ઘડાની પર્યાય માટી કરે છે, ઘડારૂપે પરિણમે છે, માટી ઘડારૂપે થાય છે, ગ્રહે છે એટલે શું કિીધું? જરી ઝીણી વાત છે. એ ઘટનો પર્યાય તે કાળે થવાનો જ હતો, તેને માટી ગ્રહે છે, એને પહોંચી વળે છે બસ. ઘડાની પર્યાય જે છે તે કાળે તે થવાની હતી જ, તેને પ્રાપ્ત કહીએ, થયું