________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામને એટલે રાગને, અને પોતાના પરિણામનાં ફળને એટલે રાગમાં સુખદુઃખની કલ્પના થાય તેને, નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્યને, એ નહીં જાણતું એવું રાગ ને પુદ્ગલદ્રવ્યને, જીવ સાથે કર્તાકર્મપણું છે કે નથી? આવો તો પ્રશ્ન હજી શિષ્યનો આ તો સમજવાને કઠણ પડે. અરે મજૂરી કરી કરીને મરી ગયો જગતની, આખો દિ' વેપાર ને ધંધા ને બાઈડી છોકરાને સાચવવા આ મજૂર મોટો છે, પાપી મોટો પાપનો કરનાર છે મજૂર. મોટાણી ! આંહીં તો વાત ઈ છે બાપા. આહાહાહા !
પણ જેને એ મજૂરીના ભાવને પણ ભિન્ન કરીને પોતાના આત્માને જાણ્યો છે, એવા જાણનાર ભેદજ્ઞાનીને, જે પરિણામ થાય એ તો નિર્મળ રાગ થાય તેનું આંહી જ્ઞાન થાય એમ કહેવું એ વ્યવહાર છે. બાકી તો તે સમયે જ્ઞાનીને જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરને જાણવાના હોવાથી પરને જાણવું એમ વ્યવહારથી કહેવાય. બાકી જાણવાના પરિણામ થયા છે આત્માથી, રાગનું જ્ઞાન થયું એ રાગ છે માટે એનું અહીં જ્ઞાન થયું એમ નથી. અરેરે ! આવી વાતું હવે. આહાહા !
અરેરે ! મનુષ્યના ભવ હાલ્યા જાય છે બાપા મૃત્યુની સમીપ જાય છે, ભાઈ. જે જે ક્ષણ જાય તે દેહની સ્થિતિ પૂરી થવાનો એ કાળ છે નક્કી છે. જે જે ક્ષણ દિવસ જાય બાપા, એ મૃત્યુની સમીપ જાય છે, એમાં જો આ કાંઈ આત્મા શું ને રાગ શું એનું જ્ઞાન ન કર્યું, આહાહા.. અરેરે ! કઈ યોનિમાં અવતરશે? એ વંટોળીયાનું તરણું ક્યાં જઈને પડશે? મિથ્યા શ્રદ્ધાવાળો જીવ કે જેને ભાન જ નથી કાંઈ, એ મિથ્યા શ્રદ્ધામાં વંટોળીયે ચડ્યો કઈ યોનિમાં, ક્યાં જશે? આહા !
અહીંયા તો જેને આત્મજ્ઞાન થયું એનો પ્રશ્ન છે. આહાહાહા ! જેણે પુણ્ય-પાપના વિકલ્પો છે, એનાથી પણ ભિન્ન ભગવાન છે. ભગવાન એટલે આત્મા, એને જેણે રાગથી ભિન્ન ભગવાનને જાણ્યો, કે આ રાગ છે ઈ પુણ્ય-પાપ તત્ત્વ છે, ભગવાન તો જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. એવું જેને જ્ઞાયક જાણનારો ભગવાન જ્ઞાનરસકંદ તેનું જેને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો જ્ઞાન ને દર્શન ને આનંદના હોય તો તે પરિણામને રાગ જાણતું નથી, જ્ઞાની તે પરિણામનો કર્તા છે. રાગનું આંહીં જ્ઞાન થયું છતાંય એ રાગનું કાર્ય નથી. રાગનું અહીં જ્ઞાન થયું જ્ઞાનીને કે રાગ કર્તા છે, અને જ્ઞાન પરિણામ જાણ્યું માટે તેનું કાર્ય છે, એમ નથી.
અરે! અરે ! આમાં એક એક અક્ષરોમાં વાંધા ઊઠે બાપા એણે કર્યું નથી કોઈ દિ' આત્માનું. બધું જગતની મજૂરી કરી કરીને મારીને ઢોરમાં જાવાના બધા ઘણાં સમજાણું કાંઈ? (શ્રોતા – રાગ જ્ઞાનને જણાવવાનું કાર્ય તો કરે ને?) બિલકુલ નહીં, એ જ આ ચર્ચા પ્રશ્ન છે એનો કે રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નહીં. એ જ્ઞાયક છે માટે સ્વપરના પ્રકાશકના પરિણામનું જ્ઞાન થયું. કહો, પ્રવિણભાઈ ! આવી વાતું છે બાપા! આહાહા! અરેરે ! જગતમાં
ક્યાં મળે? એની સાચી વાતું એને સાંભળવા ન મળે એ કે દિ' વિચારે, ને કે દિ' કરે. આ તો હુજી પ્રશ્ન છે એનો. આવા પ્રશ્નને જાણનારે પ્રશ્ન કર્યો છે, એનો ઉત્તર છે. ગાથા હવે.
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९ ।।