________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ધ૨ના૨, આનંદ ને જ્ઞાનની શાંતિનો ધ૨ના૨ પ્રભુ, એનું જેને જ્ઞાન ને શ્રદ્ધા ને ભાન થયું છે, તે જીવના પરિણામ તો શુદ્ધ આનંદ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાનના પરિણામ અને સમકિત આદિ પરિણામ એ જીવના પરિણામ છે. અને પોતાના એટલે પુદ્ગલદ્રવ્યના પરિણામ એ રાગ ને દ્વેષ એ પુદ્ગલકર્મના પરિણામ છે, અને તેમાં સુખદુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. એ ત્રણેયને નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્યને, ત્રણ થયા ? શું ત્રણ થયા ? અરે ભગવાન !
એક તો જીવના પરિણામ શુદ્ધ, પુદ્ગલના પરિણામ રાગદ્વેષ, એનું ફળ હરખ અને શોક, એ પુદ્ગલનું કર્મ અને પુદ્ગલનું ફળ છે, એને પુદ્ગલ જાણતો નથી. નથી આત્માના પરિણામને જાણતો, નથી તેનો રાગ, રાગ થયો એ રાગને જાણતો, રાગમાં કલ્પના થઈ સુખની, નથી એ જાણતો. આહાહાહા ! ઝીણું છે ભાઈ કીધું'તું પહેલેથી આ, વળી હવે એમાં આ બધા વેપારીઓ ધંધાના પાપના આખો દિ'. એય !હિંમતભાઈ ! પૈસા પૈસા ધૂળ ધૂળ ધૂળ આખો દિ' મહા પાપ ધંધાના બાઈડી છોકરા સાચવવાના એકલા પાપભાવ, આંહી તો અજ્ઞાની છે એ પાપનો કર્તા છે, અને તેને દયાદાનના પરિણામ થાય એ પણ અજ્ઞાની તેનો કર્તા છે અને તેથી તે કર્તા થઈને ચાર ગતિમાં ૨ખડે છે.
પણ અહીંયા તો હવે જ્ઞાનીની વાત છે. કે જેણે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગ૨, ચૈતન્યનો રત્નાકર પ્રભુ છે, એનું જેને નિમિત્તથી રાગથી અને પર્યાયથી પણ વિમુખ થઈ અને ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને, એકેક અક્ષ૨માં બહુ ફેર છે બાપા, આ તો અધ્યાત્મ વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા, ત્રિલોકનાથની આ વાણી છે, એને સમજવા માટે તૈયારી જોઈએ ભાઈ. આહાહાહા !
એ પુદ્ગલદ્રવ્ય જીવ સાથે, શું કહ્યું ઇ ? કે જ્ઞાન સ્વરૂપી ભગવાન એવું જ્યાં જ્ઞાન થયું એ જ્ઞાનના પરિણામ થયા, એને રાગ જે પુદ્ગલ છે એ શાનના પરિણામને જાણતો નથી. રાગ છે એ રાગને જાણતો નથી, તેમ આ રાગ છે તેમાં કલ્પના થઈ કે આ અનુકૂળતામાં ઠીક છે ને પ્રતિકૂળતામાં ઠીક નથી. એ બધું રાગનું ફળ છે, રાગનું ફળ રાગ જાણતો નથી, રાગનું કાર્ય રાગ જાણતું નથી, રાગ આત્માના નિર્મળ પરિણામને જાણતા નથી, તો એવા નહિ જાણનારને, એવા કર્મના રાગાદિને આત્માના પરિણામ જ્ઞાન થાય એમાં કર્તાકર્મસંબંધ છે કે નહીં ? આવી વાત છે બાપા. આહાહા... શું સમજાણું કાંઈ ? મોટાણી ! આવી વાતું છે બાપા અહીં તો. આહાહાહા ! શિષ્યનો પ્રશ્ન છે આ, આવો જેને પ્રશ્ન ઉઠયો એને આ ઉત્ત૨ દેવામાં આવે છે. બાકી તો વાંચવા સાંભળવાના વેઠ તરીકે આવે ને એક કલાક સાંભળે ને એવું એને આ નહીં સમજાય કાંઈ. એને આ ઉત્ત૨ દેવામાં આવતો નથી એમ કહે છે. વીરચંદભાઈ ! અમારા વીચંદભાઈ બોટાદ, હૈં ? ( શ્રોતાઃ- દલીચંદભાઈ ) ના, વીરચંદભાઈ છે પાછળ, દલીચંદભાઈ તો કોક દિ' આવે ને વી૨ચંદભાઈ તો ઘણીવાર આવે છે દલીચંદભાઈ ને વેપાર બેપાર ધંધા બધું હોય ને ત્યાં પાપના. આહાહાહા!
પ્રભુ, પ્રભુ એમ કહે છે આહાહા ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ ૫૨માત્મા એમ કહે છે, કે જીવના પરિણામ એને અમે કહીએ કે જેણે શાયક આત્માને જાણ્યો છે, તો એના પરિણામ જાણવાના દેખવાના હોય એ જીવના પરિણામ, અને જે રાગ અને રાગનું સુખ દુઃખની કલ્પના