________________
૨૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે વિકારી પરિણામ તે ખરેખર તો પુદ્ગલકર્મ છે, તેનું એ પરિણામ કર્મ છે. પુદ્ગલકર્મ છે તેનું એ કાર્ય છે, આત્માનું નહીં. આહા.... એ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ, પોતાના એટલે પુદ્ગલના પરિણામ રાગ અને દ્વેષ, દયા ને દાન ને કામ ને ક્રોધ પરિણામ એ પોતાના એટલે પુદ્ગલકર્મના, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને એટલે કે જે અંદર સુખદુઃખની કલ્પના થાય હરખશોકનો ભાવ થાય એ બધા કર્મનાં ફળ છે, આત્માના નહીં. આહાહા ! સમજાય છે કાંઈ ?
એ પોતાના પરિણામના ફળને એટલે હરખશોક થાય, સુખદુઃખની કલ્પના થાય કે આ સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, એવી જે કલ્પના થાય એ અહીંયા ધર્મી જીવના એ પરિણામ નહીં. એ પરિણામ પુદ્ગલકર્મ છે તેના છે. બહુ ઝીણી વાત છે ભાઈ. આહા ! એ પુદ્ગલ જે જડ છે કર્મ, એ પોતાના પરિણામને એટલે પુણ્ય ને પાપના ભાવને, એ એનાં પરિણામ છે, જીવના નહીં. જીવ તો શાયક સ્વરૂપ છે, જાણનાર છે. એ જાણના૨ને જાણ્યો એવો જે જાણના૨ને જાણ્યો એના પરિણામ તો જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, આનંદના હોય. પકડાય એટલું પકડો બાપુ આ તો અલૌકિક વાતું છે. જગતમાં ક્યાંય (છે નહીં ) આહાહાહા !
એ પહેલાં જીવના પરિણામને કીધું. એ જ્ઞાનીના જ્ઞાનના ભાનવાળાના પરિણામ એને, જ્ઞાનીના પરિણામ તો જ્ઞાતા, દૃષ્ટા, શ્રદ્ધા, શાંતિ એ એનાં પરિણામ છે એ જીવના પરિણામ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ રાગદ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, કમાવાનો ભાવ, વ્યવસ્થા કરવાનો ભાવ, એ બધા વિકાર ભાવ, એ વિકાર ભાવના પરિણામનો પુદ્ગલકર્મ કર્તા છે. ( શ્રોતાઃ– પુદ્ગલ તો જડ છે ) જડ છે ને ? આ યે જડ છે, પુણ્ય ને પાપના ભાવ એ જડ છે, અચેતન છે. ( શ્રોતાઃ– પુદ્ગલ દ્વેષ કેવી રીતે કરે ? ) એ જડ એના પરિણામ જડ, પર્યાયમાં થાય છે એનું પરિણમન છે, આ શરી૨ હાલે છે શી રીતે ? આ પર્યાય કોણ કરે છે ? જડ કરે છે કે જાણે છે એ કરે છે એવું કાંઈ છે ? હવે આ આ અવસ્થા આમ થાય છે, એ જડનું કામ છે, જાણે એનું ઈ જ કામ હોય એવું કાંઈ નથી. આહાહા !
પુણ્ય ને પાપના ભાવ એ ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે. આહાહા ! શુભ ને અશુભનો ભાવ રાગ અને દ્વેષ એમાં ચૈતન્ય ભગવાન શાયક સ્વરૂપ છે, જ્ઞાન એના જ્ઞાનના ચેતનનો, ચેતનનો અભાવ રાગમાં છે. અરેરે ! આવી વાતું હવે ક્યાં ? એ રાગ ચાહે તો દયાનો હોય કે ચાહે તો હિંસાનો હોય, ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ચાહે તો બાઈડી છોકરાવને સાચવવાનો હોય, પણ એ રાગ ધર્મીને એ રાગ એનો નથી. ધર્મી જેને ધર્મ સમજાણો છે, તેનાં એ પરિણામ નથી. આહાહાહા !
ઝીણી વાત છે પ્રભુ, કોઈ દિ' એણે કર્યું નથી. તત્ત્વ શું છે અનંતકાળ એમનેમ ૮૪ માં રખડવામાં ગાળ્યો. એક એક ચોર્યાસી યોનીમાં અનંત અનંત વા૨ અવતર્યો છે. અને એ દુઃખી થઈને અવતર્યો છે, દુઃખી છે એ પૈસાવાળા હો કે રાજા હો કે દેવ હો, એ બધા આત્માના વિરોધી વિકાર ભાવના કરનારા એ દુઃખી છે.
અહીંયા ઈ તો એ અજ્ઞાનીની વાત છે ને અનાદિથી ૨ખડે છે એની, પણ જેને આત્મા જ્ઞાયક છે ચૈતન્ય જ્યોત છે ઝળહળ જ્યોતિ ચૈતન્ય ચંદ્ર, સૂર્ય ચૈતન્ય પ્રકાશનો નૂરનો પૂર છે