________________
ગાથા-૭૭.
૨૨૭ તો શાંતિથી સમજવા જેવું છે ભાઈ ! એણે અનંત કાળ ગાળ્યા રખડવામાં, શાસ્ત્રના જાણપણા પણ અનંતવાર કર્યા છે, એ કાંઈ જાણપણું એ આત્માનું જ્ઞાન નહીં. આહાહા!
અહીંયા તો આત્મા, પ્રભુ પૂર્ણાનંદનો નાથ ભગવાન, એને જેણે જ્ઞાનમાં ગ્રહ્યો છે, પકડયો છે, એવો જે ધર્મી જીવ એને બાહ્ય રાગાદિના પરિણામ ભગવાનના વિનયના, પંચપરમેષ્ટિના સ્મરણના, એના ભક્તિના ભાવ આવે, તે બાહ્યસ્થિત છે. અંતરવસ્તુ જે ભગવાન અંતર આત્મામાં એ નથી. એવા અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ રાગની શરૂઆતમાં રાગ થયો એમાં આધમાં તો આત્મા હતો એમ નહીં. આહાહાહા... આકરું કામ ભાઈ, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. અરે અત્યારે તો બધું ગરબડ એવી થઈ ગઈ છે કે ચોર કોટવાલને દંડે એવું છે. આહાહા.... એમ થાય શું થાય. બાપુ!
ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવની આ વાણી છે એ સંતો આડતિયા થઈને જગતને ફરમાવે છે, દિગંબર સંતો છે. કહે છે, કે પુણ્ય પરિણામ જે થાય દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ અને એની આદિ મધ્ય અંતમાં વ્યાપીને આત્મા, તેને ગ્રહતો નથી પ્રાપ્ય. રાગના ભાવને ધર્મી ગ્રહતો નથી. શરૂઆતમાં આધમાં આ રાગ મારો છે એમ નહીં, મધ્યમાં રાગ મારો છે એમ નહીં, ને અંતે રાગ મારો એમાં એમેય નહીં, આવી વાતું. હવે બેસવી આકરી પડે ભાઈ શું થાય? દુનિયા તો જાણીએ છીએ ને? દુનિયા નથી જાણતાં? તેને ગ્રહતો નથી એ પ્રાપ્ય, એ રાગ થાય, વિકલ્પ ઉઠે તે જ્ઞાની ગ્રહતો નથી એટલે પ્રાપ્ય, તે વખતે તે પરિણામ નિશ્ચયથી પુદ્ગલના પરિણામ છે તેમ નિશ્ચયથી તે છે. તે મારાં પરિણામ નહીં. તેને એ ગ્રહતો નથી જ્ઞાની. આહાહાહા ! આવું આકરું પડે ભાઈ ! શું થાય?
તે રૂપે પરિણમતો નથી વિકાર્ય, રાગરૂપે વ્યવહાર રત્નત્રયના રાગરૂપે પણ જ્ઞાની પરિણમતો નથી. વિકાર્ય એટલે ફેરફાર કરીને થતો, પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્રનું પણ વિકલ્પાત્મક જ્ઞાન, તેને તે ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. આહાહા ! ઝીણું છે પ્રભુ! બધી દુનિયાની તો ખબર છે ને. આહા! આહા!
જોકે, માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, ” જોયું? એમ કે એને કરતો નથી ત્યાં એ જાણવાનું તો કામ તો કરે છે. પોતાના જ્ઞાન પરિણામને જાણવાનું તો કરે છે, તો ભેગું રાગને કરે એમાં શું વાંધો? ના, ના એ રાગને ન કરે રાગનું આંહીં જ્ઞાન થાય એ પોતાનું જ્ઞાન છે તેને જાણે, ઈ જાણવાનું કાર્ય એનું છે. આવો ઉપદેશ કઈ જાતનો છે, કાંઈ મોં માથાં હાથ આવે નહીં. એવી વાત છે ભાઈ ! પરમ ધર્મ સત્યની ચીજ કોઈ અલૌકિક છે. પહેલું એને સાંભળવું મળવું મુશ્કેલ છે, સાંભળવા મળે છતાં અંદર પાછું વિચારમાં એ વાત બેસવાય કઠણ છે. વિચારમાં બેઠા પછી એની દૃષ્ટિ થવી ને પરિણમન થવું એ તો મહાકઠણ. આહાહાહા ! આવી વાત છે પ્રભુ શું કરીએ?
જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જોયું? પોતાના પરિણામને જાણે છે. રાગ જે થયો તેનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનના પરિણામ પોતાના છે. એ જ્ઞાનના પરિણામને, જ્ઞાની