________________
ગાથા-૭૭
૨૨૫
પ્રવચન નં. ૧૬૬ ગાથા-૭૭-૭૮ તા. ૧૧/૦૧/૭૯ ગુરુવાર પોષ સુદ-૧૪
૭૭ ગાથા આંહી આવ્યું છે જ્ઞાની પોતે, નહીં? જ્ઞાની એને કહીએ ધર્મી એને કહીએ, કે જે પરપદાર્થનો કર્તા તો થાય નહીં, પણ અંદરમાં દયા, દાન, વ્રતનાં પરિણામ આવે એનો એ કર્તા ન થાય, કેમ કે આત્મા જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ સ્વભાવ છે એની દષ્ટિ થઈ અને અનુભવ થયો, એ વિકારના પરિણામનો કર્તા ન થાય, ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ હો શુભ, એને પણ એ ન કરે. કેમ કે વસ્તુ સ્વભાવ જે આત્મા જ્ઞાયક ત્રિકાળ જે શુદ્ધ ચૈતન્યઘન એવી જેને અંતરમાં દૃષ્ટિ થઈ છે અને એનું જ્ઞાન વર્તમાન પર્યાયમાં તેનું પૂર્ણ વસ્તુનું જ્ઞાન થયું છે તેથી તે જ્ઞાની, આ જ્ઞાનીના શબ્દની વ્યાખ્યા કરી છે. આહાહાહા!
જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું કહ્યું? જે કાંઈ શુભઅશુભ ભાવ થાય એ બધા બાહ્યસ્થિત છે, અંતરની ચીજ નથી. આહાહા ! આવી વાત આકરી પડે, પણ શું થાય? ધર્મી જીવ એને કહીએ કે જે પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામ, ચાહે તો એ વિકલ્પ દયા, દાનનો હોય ભક્તિનો, પૂજાનો, વ્રતનો, ભગવાનના વંદનનો, સ્તુતિનો, એ ભાવ રાગ છે તે બાહ્યસ્થિત છે, સ્વરૂપના દ્રવ્યગુણ પર્યાયમાં એ નથી. આહાહાહા ! ઝીણી વાત છે બાપુ.
બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામ, એ પુણ્યના પરિણામ પણ પરદ્રવ્યના પરિણામ, પાઠ છે ને? “પદ્રવ્ય પર્યાયે ન” –આહાહા ! એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, જ્ઞાયક સ્વરૂપ પોતે અંતરમાં પેસીને, પ્રસરીને આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ શુભભાવ છે એને પણ આદિ મધ્ય અંતમાં વ્યાપીને, જ્ઞાની ગ્રહતો નથી. આહાહાહા.... બહુ ઝીણી વાત ભગવાન. બાહ્યની શરીર, વાણી, મન, પૈસા, લક્ષ્મી એ તો ક્યાંય બહાર રહી ગયા, એ તો બાહ્યસ્થિત તો તેના દ્રવ્યગુણ પર્યાયમાં, (પણ નથી) એને તો ધર્મી અડતોય નથી, કરતોય નથી. આહાહાહા !
ધર્મી એને કહીએ જેને જન્મ મરણના અંત આવ્યા છે. જેણે ભગવાન આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જાણી લીધો છે. જેણે વર્તમાન જ્ઞાનની દશાને ત્રિકાળી તરફ વાળીને જેણે તેનું જ્ઞાન કર્યું છે, એવો જ્ઞાની, એવો જે ધર્મી, કોઈ કહે કે જ્ઞાની અને ધર્મી જુદી ચીજ છે, એમ નથી. એ ધર્મી જીવ પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, (શ્રોતા:- વિકારને પરદ્રવ્યના પરિણામ કીધા છે) વિકાર પરદ્રવ્યના પરિણામ.
આંહી દૃષ્ટિનો વિષય એ છે અને જ્ઞાન થયું છે ને એની અત્યારે વાત છે ને, તે જ્ઞાનથી છે વાત પણ તે દૃષ્ટિની પ્રધાનતાથી વાત છે, જ્ઞાનની પર્યાયથી વર્ણનમાં આવે ત્યારે એમ કહેવાય કે રાગ જે થયો છે એ એની પર્યાયમાં પરિણમ્યો છે થયો છે. એ જ્ઞાનનો વિષય જ્યારે સમ્યજ્ઞાનનો દૃષ્ટિના વિષયની સાથે થયેલું જ્ઞાન, એ જ્ઞાનથી જાણવામાં આવે ત્યારે એમ કહેવાય, કે જે કાંઈ દયા દાનના પરિણામ થયા. વ્રત ભક્તિ એ પર્યાયમાં થયા એટલે એ પરિણમન એનું છે. એનો કર્તા છે એનું જ્ઞાન કરાવ્યું. પણ અંહીયા તો દૃષ્ટિપ્રધાનના અધિકારમાં