________________
૨૨૪.
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સમજાય એટલું સમજો બાપુ! આ તો ભગવાનનો અનંત અનંત સાગર ભગવાન એના, એનો ઉલ્લેખ છે આ તો. આહાહાહા ! પાણીમાંથી પાણી જેમ ઉલેચે ને? કાઢે ને? એમ આંહી તો આનંદમાંથી આનંદની પર્યાય નીકળે એવું છે. આહાહા.. આહાહા....
ભગવાન શાયક થઈને એમ કીધું. એ જાણવાના પરિણામ થયા એની આધમાં જ્ઞાયક છે, એની આધમાં પર નહીં, એમ સિદ્ધ કરવું છે. જે છે તે તે જ છે, તેના તે તે જ છે. આદિમાં, મધ્યમાં અને અંતમાં ભગવાન છે. આહાહા ! અધિગમ સમકિત કહે છે ને? એ સમકિતની આધમાં પણ પોતે આત્મા છે મધ્યમાંય આત્મા અને અધિગમ સમકિત જે છે તે તો તે કાળે ધ્રુવપણે પ્રાપ્ય છે, તેને આત્મા ગ્રહણ કરે છે, તેથી તે અંતર્થાપક થઈને, તેથી તે સમકિતની
અધિગમ પર્યાય સમકિત, એની આદિ–મધ્યમાં આત્મા છે. ગુરુ નિમિત્ત છે માટે તેની આદિ મધ્યમાં છે? (શ્રોતા:- કાળલબ્ધિ તો કહેવાય ને?) કાળલબ્ધિ પણ કાંઈ એ નહીં, બધી એમાં આવી ગઈ. આહાહા ! આવું ઝીણું છે.
આ તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો, પોતાના શુદ્ધ પરિણામ પવિત્ર જે છે, તેને ગ્રહતો એટલે પ્રાપ્ય, તે રૂપે પરિણમતો એટલે વિકાર્ય, તે રૂપે ઉપજતો એટલે નિર્વત્ય. તે આત્મપરિણામને કરે છે, એ આત્મા અંતર્થાપક થઈને આદિમધ્યમાં થઈને આત્મપરિણામને આત્મા કરે છે. આહાહાહાહા !
આ ગાથાઓ એવી છે ઝીણી, બહુ ઝીણું તત્ત્વ. આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ, આત્મા વડે થતાં જ્ઞાનના પરિણામ, આત્મા વડે થતાં સમક્તિના પરિણામ, કે આત્મા વડે કરવામાં આવતું આત્મ-પરિણામ એટલે પર્યાય, તેને જ્ઞાની જાણતો હોવા છતાં, તેને જ્ઞાની જાણતો એટલે જ્ઞાની જાણવાનું કાર્ય કરે, એની પર્યાયની થઈ એને, જ્ઞાની જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ-મધ્ય અંતમાં વ્યાપીને, માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઉપજે છે. આહાહાહા !
ઘડાની આધમાંય માટી, આદિમાં કુંભાર આવ્યો નિમિત્ત માટે તેની આ ઘડાની પર્યાયની શરૂઆત થઈ એમ નહીં. આહાહાહા ! માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિમાં ઘડાની આદિમાં માટી, મધ્યમાં માટી ને અંતમાં વ્યાપીને ઘડાને રહે છે. માટી ઘડાને રહે છે ધ્રુવને, એટલે? ઘડાની પર્યાય તે ધ્રુવપર્યાયપણે તે નિશ્ચયપણે તે વખતે થવાની જ છે, નિજક્ષણ છે. આહાહાહાહા ! એય ! એવા ઘડાને એ માટી રહે છે, ઘડારૂપે પરિણમે છે માટી, અને ઘડારૂપે ઉપજે છે. તેને જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર વ્યાપીને, જેમ એ માટી અંદર રહીને ઘડાની આદિ મધ્યમાં છે, તેમ જ્ઞાની બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, રાગમાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. વિશેષ આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)