________________
૨૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ જ્ઞાનના પરિણામને શ્રદ્ધાના પરિણામને, આનંદના પરિણામને પ્રાપ્ય, એ પ્રાપ્ય છે તેને ગ્રહતો વિકાર્ય પૂર્વની પર્યાયને ફેરવીને થતું, નિર્વત્ય વર્તમાન ઉપજતું. એ ટીકાકાર તો પ્રાપ્યથી જ લે છે. એવું વ્યાપ્ય લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ કર્મ. આહાહા !
શું કીધું છે? ભગવાન ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ, તેના જે વર્તમાન પરિણામ ધ્રુવ એટલે થવાના છે તે બરાબર થયા, રાગને જાણવાના અને સ્વને જાણવાના એ પરિણામ સ્વતઃ પોતે ધ્રુવ પ્રાપ્ય થયા. આહા.... છે ને? એવું ધ્રુવ વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ કર્મ, એ આત્માના જ્ઞાન પરિણામ સ્વરૂપ કાર્ય, તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, શું કહે છે? જ્ઞાયકભાવ તો ધ્રુવ છે, પણ તેના પરિણામનો કાળ છે તે ધ્રુવ, એ રાગને જાણવું અને પોતાને જાણવું એવો જ તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે, તેને અહીંયા પ્રાપ્ય કહેવામાં આવે છે. તેને આત્મા ગ્રહણ કરે છે? તેમાં આત્મા પોતે અંતર્થાપક થઈને એ જ્ઞાનના પરિણામમાં આત્મા વ્યાપક થઈને પ્રસરીને કર્તા થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને, જે રાગ થયો તેનું જ્ઞાન થયું, એ તો પોતાથી થયું છે. એ જ્ઞાનના પરિણામની આદિમાં પણ આત્મા, એ રાગ છે માટે અહીં જ્ઞાન થયું એમ નહીં. જ્ઞાનના પરિણામમાં આદિમાં આત્મા, મધ્યમાં આત્મા, અંતમાં આત્મા એ તો પરિણામમાં આદિ મધ્ય અંતમાં પોતે છે. આહાહાહા !
(શ્રોતા:- જ્ઞાયકને રાગને જાણવાની શું જરૂર?) જાણવાની નહીં. ઈ કહે છે, જાણવાના પરિણામ થયાં પણ છતાંય એ જાણવાના પરિણામ રાગને લઈને થયા છે એમ નથી. પોતાના પરિણામ તે કાળે તે ધ્રુવપણે થવાના હતા તે થયા, તેને આત્મા ગ્રહણ કરે છે. આહાહા! આવી વાતું છે.
એક જરીક ન્યાય ફરે તો બધું ફરી જાય એવું છે, તકરાર તેનામાં આત્મા એટલે ધ્રુવ જ્ઞાન પરિણામ જે છે, સમ્યગ્દર્શનનાં પરિણામ થયા એ તે કાળે તે ધ્રુવ થવાના જ હતા, એ આવ્યું ને ભાઈ નિજક્ષણ, જન્મક્ષણ, સમ્યજ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય ને ઉત્પત્તિનો જન્મ ક્ષણ છે, તે કાળે તે થયો છે, તેને પ્રાપ્ય કહેવાય તેને આત્મા ગ્રહણ કરે, એમાં અંતર્થાપક થઈને, આહાહાહા... ઝીણી વાત બહુ બાપુ આ તો. ઓહોહોહો !
અરે ભાગ્ય વિના મળે એવું નથી બાપુ આવી વાતું. લોકો ભાગ્યશાળી ભાગ્યશાળી કરે છે ને પૈસાવાળાને ધૂળવાળાને, ઈ ઓલા બારોટ આવેને લઈને આવે કે આ ભાગ્યશાળી આવ્યા છે. મેં કીધું ભાઈ એ તો નહીં ભાગ્યશાળી, પણ આ સારી તત્ત્વની વાત સાંભળવાવાળા હોય એ ભાગ્યશાળી. આહાહા! બેસે તો જુદી વાત છે, અંદરની વાત. આહાહા!
તેનામાં એટલે શેમાં? એ રાગનું જ્ઞાન કહેવું એ તો અપેક્ષિત, કીધું ને? અને પોતાનું જ્ઞાન એવું સ્વપરપ્રકાશકજ્ઞાનની પર્યાય તે કાળે ધ્રુવ એટલે પ્રાપ્યરૂપે થાય છે. તે કાળે તે તે જ ક્ષણે તે જ પર્યાય તે થવાની છે, તેને અહીં પ્રાપ્ય કહ્યું, અને તે પૂર્વની પલટીને થયું માટે એને વિકાર્ય કહ્યું, અને બીજું સીધું એને નિર્વત્ય કહ્યું, એ તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં એટલે એ રાગ હતો માટે જ્ઞાનની પર્યાય થઈ, આ રાગમાં એમેય નહીં, એ રાગની પર્યાયના જ્ઞાનની આદિમાં આત્મા છે, આદિમાં રાગ નહીં. એય ! આહાહાહા ! સંતોષકુમાર ! છે કે નહીં? સમજાય છે આ? ઝીણી વાત છે આ. આહા...