________________
ગાથા૭૭.
૨૨૩ કહ્યું? કે પ્રાપ્ય લક્ષણવાળું આત્માનું પરિણામ સ્વરૂપ કર્મ, પરિણામ સ્વરૂપ કાર્ય, આંહી પરિણામ લેવા છે ને? જાણવાના, દેખવાના, શ્રદ્ધાનાં, શાંતિના, આનંદના એવા જે પરિણામ છે તે આત્માના પરિણામ છે અને એ આત્માના પરિણામમાં આદિમાં આત્મા છે, એ પરિણામની શરૂઆત ત્યાં થઈ માટે ત્યાં કોઈ બીજું કારણ નિમિત્ત હતું માટે થયું, રાગ ત્યાં નિમિત્ત છે માટે તેની આધમાં જ્ઞાન થયું એમ નહીં. તે જ્ઞાનના પરિણામની આધમાં પણ પ્રભુ છે, પોતે જ્ઞાયક ચૈતન્ય, મધ્યમાંય એ અને અંતમાં વ્યાપીને અંતર્થાપક થઈને વ્યાપીને એ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય જે સમ્યગ્દર્શનશાનનાં પરિણામ, મોક્ષમાર્ગના જે પરિણામ તે પરિણામનું પ્રાપ્ય તે કાળે થવાનું તે પૂર્વનું થયું બદલીને વિકારનું વ્યય થઇને ઉપજયું, તે પરિણામની આધમાં અંતર્થાપક ભગવાન થઈને આત્મા થઈને, આધમાં પણ તે આત્મા છે, મધ્યમાં પણ તે આત્મા છે, અંતમાં પણ તે આત્મા છે. આહા !
શરૂઆત થઈ છે રાગની માટે જ્ઞાન થયું, અંતમાં છેડે આત્મા હતો માટે તેનું જ્ઞાન થયું એમ નથી. આહાહા ! એ સમ્યગ્દર્શનના પરિણામ થયા. વસ્તુ જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એનું જ્ઞાન થઈ પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થઈ, જ્ઞાન પર્યાયે તેને જાણ્યું અને જાણીને એમાં પ્રતીતિ થઈ એ સમ્યગ્દર્શનની અને જ્ઞાનની પર્યાય, તે કાળે પ્રાપ્ય છે, તે કાળે તે થવાની હતી, થઈ છે તે છે એને આત્મા આધમાં એને ગ્રહણ કરે છે. શરૂઆતમાંય એ, મધ્યમાંય એ, અને અંતમાંય એ, એને કોઈપણ પરની અપેક્ષા છે નહીં. આહાહાહા !
(શ્રોતા:- એક સમયની પર્યાયને ) એક સમયની પર્યાયને આદિ મધ્યમાં અંતમાં એ તો આત્મા કહેવો છે, પર નહીં એમ બતાવવું છે, બાકી તો એ પર્યાય પોતે સ્વતંત્ર છે. ષટકારકરૂપે પરિણમતી એ જ્ઞાનની અને સમકિતની પર્યાય, આહાહાહા.... આંહી તો ફક્ત પરથી જુદું પાડીને બતાવવું છે, એટલે એ આત્મા તેમાં અંતર્થાપક થાય છે. (શ્રોતા:- રાગથી જુદું પાડવા) રાગથી ભિન્ન પાડયો છે. એટલે જ્ઞાનના પરિણામમાં અંતર્થાપક છે એમાં એ રાગ હતો માટે અહીં જ્ઞાનના પરિણામ થયા, એમ નથી, એ બતાવવા અંતર્થાપક આત્મા છે એમ બતાવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ?
(શ્રોતા - એક પર્યાયના બે ટુકડા કેમ કર્યા આદિ-મધ્ય) ટુકડા નહીં, એ પ્રાપ્ય છે તે તે સમય અને પૂર્વનો બદલ્યો તે વિકાર્ય પણ તે સમય અને ઉપજ્યો પણ તે સમયે એક જ સમયમાં આદિ મધ્ય અંતમાં એ પોતે ને પોતે જ છે. ફેરવવામાં પણ ઈ, ઉપજવામાં પણ છે, અને પ્રાપ્યમાં પણ ઈ બધું એક સમયમાં, ત્રણ અપેક્ષા છે. આહાહાહા !
એક જ સમયનાં પરિણામ જે છે, જ્ઞાતાના પરિણામ જ્ઞાન, જ્ઞાતાના પરિણામ સમકિત, જ્ઞાતાના પરિણામ શાંતિ-ચારિત્ર, એ પરિણામમાં કોઈ રાગની આધ છે. શરૂઆત માટે રાગ છે માટે જ્ઞાન થયું એમ નહીં, એ જ્ઞાનના પરિણામનું સમકિતના પરિણામમાં આધમાં આત્મા, આંહી પરથી જુદું ઠેરવવું છે ને? એની મધ્યમાં આત્મા અને અંતમાં આત્મા, નિશ્ચયથી તો લઈએ તો તે સમકિતનાં ને જ્ઞાનના પરિણામ જે એને જાણે છે, એ પરિણામ પરિણામના કર્તા, પરિણામ પરિણામનું કાર્ય, પરિણામ પરિણામનું સાધન એ પરિણામ ષકારકથી પોતાથી ઉત્પન્ન થયા છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?