________________
ગાથા-૭૭
૨૨૧ એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ-૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે-એટલો ફેર છે.
પ્રવચન નં. ૧૬૫ ગાથા-૭૭
તા. ૧૦/૦૧/૦૯ હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને, પરિણામને જાણે છે એટલું તો કાર્ય કરે છે કે નહીં કહે છે. પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા, જાણવાનું કાર્ય તો કરે છે કે નહીં? એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહીં? કેમ કે જાણવાનું કર્તા અને જાણવાનું પરિણામ કાર્ય, કર્તાકર્મ તો છે, તો એવા કર્તાકર્મના જીવને, રાગ સાથે કર્તાકર્મપણું છે કે નહીં? આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પ્રશ્ન જ અમૃતચંદ્રાચાર્યે ગોઠવ્યો છે પોતે. પૂછે છે કે પોતાના પરિણામને, એટલે કે જ્ઞાનના પરિણામને, સમકિતના પરિણામને, આનંદના પરિણામને, આત્મા જાણતો એટલે કાર્ય કરતો અને તે પ્રાપ્ય છે તેને ગ્રહણ કરતો, એવું તો કર્તાકર્મપણું તો છે એમાં, તો પછી કર્તાકર્મપણું નથી જ એમાં એમ તો નથી જ, તો જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ છે કે નથી? શું કહ્યું સમજાણું?
એ કર્તાકર્મ વિનાનો જીવ નથી, જીવના પરિણામ જ્ઞાતા થાય, ધ્રુવ જે પર્યાય થવાની તે થાય તેને ગ્રહણ કરે છે, તેને ઉપજાવે છે, તેને ફેરફાર કરે છે. જાણતાં એવા એટલે કર્તાકર્મપણું તો છે, તો પછી કર્મના રાગ સાથે કર્તાકર્મપણું ભેગું હોય તો શું વાંધો છે? આહાહાહા... સમજાણું કાંઈ ? આહાહા...
આ તો ભગવાનના ઉંડા ઉંડા ગંભીર તત્ત્વો છે ભાઈ. જાણતાં એવું કહ્યું”ને જાણતાં એવા જાણવાનું કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહે છે એતો નથી. કર્તાકર્મપણું તો છે, જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે એટલે રાગ સાથે કર્તાકર્મભાવ છે કે નથી, તેનો ઉત્તર કહે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એને પરદ્રવ્ય પર્યાય, આહાહા.. ગજબ વાત છે ને? ત્રણેય ગાથામાં એ છે ને? ૭૬ માં ૭૭ માં ૭૮ માં. આહાહાહા ! પંચમહાવ્રતનાં પરિણામ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો સ્તુતિનો રાગ આહાહાહા... એને જાણે છે. છે ને?
“TTળી ના તો વિક્સ પરિણામ સMયવિરું” પોતાના પરિણામને અનેક પ્રકારનાંને તો જાણે છે. તો પછી આની હારે જાણે કે નહીં? તેનું કાર્ય કરે કે નહીં, કાર્ય કરે કે નહીં?
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે નવ ગ્રહે નવ ઉપજે.” આહાહા ! પ્રાપ્ય એટલે? આત્મામાં થતાં જે જ્ઞાનના પરિણામ રાગના કાળે રાગ થયો ને જ્ઞાનના પરિણામકાળે જ્ઞાનનાં પરિણામ થયા, પ્રાપ્ય લીધું ને પહેલું. પ્રાપ્ય જે આત્માનું કાર્ય.