________________
ગાથા-૭૬
૨૧૯ પકડાય એવું છે. શું કહે છે એ પકડાય એવું નથી એમ નથી. આમાં તો કાંઈ વ્યાકરણ ને સંસ્કૃતને બહુ જાણેલું હોય તો જણાય એવું કાંઈ છે નહીં. આહાહા !
જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જુઓ હવે ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાયક છે જ્ઞાતા છે. જીવનો સ્વભાવ સ્વભાવવાન, પણ એનો સ્વભાવ જ્ઞાતા છે ને? પ્રભુનો સ્વભાવ તો જાણવું દેખવું છે ને? કેવળ જ્ઞાતા છે ને? એ જોવાથી જ્ઞાનરૂપે પરિણમે, એ જ્ઞાનની પર્યાયપણે ઉપજે, જ્ઞાનની પર્યાયને ફેરવે અને જ્ઞાન જે થયું છે ધ્રુવ તેને ગ્રહણ કરે, જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે થાય, પોતે પુગલકર્મને જાણે છે. આહાહાહા ! એ વ્યવહારથી કહ્યું છે.
ભગવાન આત્મા જ્ઞાતા ચૈતન્ય સ્વભાવ તે રાગને કાળે, રાગ થયો તેના જાણવાની પર્યાય તેના કાળે જાણવાની પર્યાય થઈ, રાગને લઈને નહીં, તે કાળે જાણવાની પ્રાપ્ય જે થવાની તે થઈ. પુદ્ગલકર્મને જાણે છે, માટે પુદ્ગલકર્મને જાણતાં એવા જીવને, પરની સાથે કર્તાકર્મપણું કેમ હોઈ શકે? શું કીધું? એ રાગ છે તેને જાણનારો છે ભગવાન, પોતે પોતાને જાણે ને પરને જાણે એવું તો સ્વતઃ સ્વરૂપ છે, એવું જે જાણનારો એવા જીવનો પરની સાથે એટલે દયા, દાન, વિકારની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. આહાહા !
આકરું કામ બહુ બાપુ. સમજાય છે કાંઈ ? એક ભાઈનો કાલ પ્રશ્ન હતો રાત્રે એ ભાઈ અત્યારે નથી, કાલે રાતે એક ભાઈ હતા, કાંઈ પૂછવું હશે પણ કીધું અમારી મુદત થઈ ગઈ ટાઈમ પૂરો થયો, ચર્ચા પુરી થઈ ગઈ પછી. આમાં તો ઘણાં પ્રશ્નો ઊઠે એવું છે. જગતને તો. આહાહા !
હવે પૂછે છે, એ તો ૭૬ ગાથાનું સ્પષ્ટ કર્યું. પંડિત જયચંદ પંડિત.
ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે ? શ્રોતા :- જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને?
પૂજ્ય ગુરુદેવ :- બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દૃષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઇ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૧)