________________
ગાથા-૭૬
૨૧૭ ઉત્પાદનો છે. આવ્યું”ને ૧૦૧ (પ્રવચનસાર)માં ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. બાપુ ઝીણી વાતું બાપા. એ રાગનું જ્ઞાન થાય, તેનો ઉત્પાદક આત્માને કહેવો એ અપેક્ષિત છે, બાકી રાગનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર પોતાથી ઉત્પન્ન થયો છે, એ ઉત્પન્ન થયેલો જે જ્ઞાનનો પર્યાય, એ એનું કર્મ ને કર્તા પર્યાય છે, એનો કર્તા જ્ઞાયક કહેવો એ ઉપચારથી. ફક્ત આ તરફ ઢાળવું છે બસ એટલે. આહાહા !
શું કહ્યું એ ? ધ્રુવ ધ્રુવ પણ એ લેવું છે આંહી જુઓ આવે છે, પદાર્થમાં વિકાર કરીને કાંઈ કરવામાં આવે તો એ વિકાર્ય છે. હવે કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી, જોયું? નિર્વત્ય તરીકે તેમજ વિકાર કરીને કરતો નથી, વિકાર કરીને પણ કરતો નથી. માત્ર જેને પ્રાપ્ત કરે, પર્યાયને હોં. એ પુદગલ કર્તા એ રાગનું પ્રાપ્ય ધ્રુવ તેને પ્રાપ્ત કરે છે, અને આત્મા તેનું જે જ્ઞાન ધ્રુવ એટલે તે જ કાળે તે જ પર્યાય સ્વતંત્ર પોતાથી થઈ છે, એથી તેને પ્રાપ્યને આમા ગ્રહણ કરે છે. બસ. આહાહા... ઝીણું છે ભાઈ.
આ તો ઓગણીસમી વાર વંચાય છે, અઢાર વાર તો વંચાઈ ગયું છે બધું. આ વધારે સ્પષ્ટ થતું જાય છે. કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી એટલે ઉપજાવતો નથી અને ફેરફાર કરતો નથી માત્ર જેને પ્રાપ્ત કરે છે. રાગ થયો છે તે વખતે ધ્રુવપણે, પર્યાયનું ધ્રુવ એટલે નિશ્ચયપણે તે તે કાળનું નિશ્ચય ધ્રુવ તે જ પર્યાય તે જ નિશ્ચય છે બરાબર, તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. અને આત્માને લઈએ તો, એ રાગ સંબંધીનું જ્ઞાન એમ કહીને પણ વ્યવહાર, તે સમયનો જ્ઞાન પર્યાય છે ધ્રુવ છે, પ્રાપ્ય છે તેને તે આત્મા ગ્રહણ કરે છે. આહાહાહા !
ભાઈ વીતરાગ માર્ગ કોઈ સાધારણ નથી, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, એ વસ્તુ બીજે કયાંય નથી. અને એ વસ્તુનું સ્પષ્ટીકરણ તો એ સંતોએ કર્યું છે. દિગંબર સંતોએ, કેવળીના કેડાયતો છે એને સમાજની પડી નથી કે સમાજ આની સમતોલતા રાખશે ને માનશે કે નહીં? આહા.. વસ્તુ સ્થિતિ આ છે. માત્ર તેને પ્રાપ્ત કરે તે કર્તાનું કર્મ છે.
હવે પુદ્ગલ, જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી, શું કીધું? ભગવાન જ્ઞાયક આત્મા એ રાગને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. ભાઈ ! આ તો દ્રવ્ય સ્વભાવનું વર્ણન છે ભાઈ. આહાહા ! જીવ એટલે આત્મા, પુગલકર્મને એટલે રાગને નવીન ઉપજાવી શકતો નથી. બરાબર ટાણે આવ્યા છો હોં પ્રેમચંદભાઈ ને જેવી લાગણી હતી એવું આંહી તાકડે ગાથાકું એવી આવી બધીય. બાપુ આ તો સમજવાની ચીજ છે માન મુકી દઈને. આહાહા ! જીવ એટલે ભગવાન આત્મા પુદ્ગલકર્મને એટલે રાગને દયાના, દાનના ને ભક્તિ ને વ્રતના વિકલ્પને રાગને દયાના, દાનના ને ભક્તિને વ્રતના વિકલ્પને રાગને નવીન ઉપજાવી શકતો નથી. આહાહા ! કારણકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? એ જ્ઞાયક ભાવ તે રાગ જડ છે તેને કેમ, જ્ઞાન ભાવનો અભાવ છે જેમાં, ચેતન, જ્ઞાયક ચૈતન્ય એ જડ એટલે રાગ જેમાં અચેતનપણું છે, એને કેમ ઉપજાવે? એ દયાનો રાગ જે જડ છે એને ચૈતન્ય કેમ ઉપજાવે.
એમ કહે છે કે તમારે ત્યાં “દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ” કાળીદાસભાઈ ૮૧માં અમારું ગઢડે ચોમાસુ હતું ને ત્યાં સાંભળ્યું હતું. દયા તે સુખની અરે કઈ દયા બાપા.