________________
ગાથા-૭૬
૨૧૫ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ, વ્યય. ફેરફાર થયો ને વ્યય આમ, ફેરફાર થયો ને? એ વ્યયનો કર્તા, રાગના પૂર્વનો વ્યયનો કર્તા એ પુદ્ગલ છે. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણી વાત બાપુ એ તત્ત્વની અંદર દૃષ્ટિ થવી, એ કોઈ અલૌકિક વાત છે, એ કોઈ સાધારણ નથી. માની લે કોક પોતે પણ એ વસ્તુ એમ નથી, વસ્તુ તો બીજી આખી ચીજ જુદી છે. આહાહા!
પદાર્થમાં એટલે કે આત્માની પર્યાયમાં વિકાર જે થાય, રાગ તેનો વ્યય થાય, એનો ફેરફાર કરીને એ કાંઈ કરવામાં આવે, એ કર્તાનો વિકાર્ય કર્મ, તે પુદગલનું વિકાર્ય કર્મ છે. એ પરની દયાનો ભાવ, આ ગજબ વાત છે, આ તો કહે દયા એ ધર્મ છે. આંહી તો કહે પરની દયાનો ભાવ એવો જે રાગ એ સ્વરૂપની હિંસા છે, અને એ રાગનું કરવું કરનાર કર્મ છે, અને તે રાગનો ફેરફાર થઈને થયો, પલટીને થયો એ એનું વિકાર્ય, એ એનું કર્તા એ કર્મ છે. આ આત્મામાં ફેરફાર થઈને, એ રાગ વખતે પહેલું જે રાગનું જ્ઞાન નહોતું, એનો ફેરફાર થયો અને પછી રાગનું ઉત્પન્ન થયું, એ વ્યય અને ઉત્પાદ તેનો કર્તા જ્ઞાનની પર્યાયનો આત્મા છે. અરે ! આવું છે. સમજાણું કાંઈ?
જાણ, અલિંગગ્રહણ કીધુંને ભાઈ-૪૯ ગાથા એ તો એકેએક ગ્રંથમાં છે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય-અષ્ટપાહુડ ને ધવલ.
अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसदं।
जाण अलिंगग्गहणं जीवमणिद्दिष्ठसंठाणं ।। ४९।।। તો અરસને પણ જાણનાર પર્યાય છે. વર્તમાન રૂપનેય જાણનારી પર્યાય છે વર્તમાન જ્ઞાન, એમ ગંધની, એમ સ્પર્શની એમ અવ્યક્તની એમ અનિર્દિષ્ટ સંસ્થાનની, એ અવ્યક્ત જે વસ્તુ છે દ્રવ્ય, તેને જાણનારી વર્તમાન પર્યાય જે છે પ્રગટ, તે તેને જાણે છે. તે તેનો ખરેખર તો ઉત્પાદ છે. આહાહાહા ! અવ્યક્ત એવો જે સ્વભાવ શાયકભાવ, એનો જે પર્યાય જેણે એ પર્યાયે જાણું, એ પર્યાયનું કાર્ય થયું એનો કર્તા જ્ઞાયક છે, અને એ પર્યાય તે એને જાણ્યો માટે જ્ઞાનની પર્યાયનો શેય દ્રવ્ય થયો. આહા ! પ્રગટ પર્યાય તે, અંદર ગરી ગયેલી ભૂત ભવિષ્યની એ પર્યાય કાંઈ બહાર એને જાણવાની નથી. વર્તમાન પ્રગટ પર્યાય બાહ્ય છે, જે જ્ઞાનની પર્યાયનો વિષય તે જ્ઞાયક કરે છે. આહાહાહા ! | ( શ્રોતા - પર્યાયને બાહ્ય કેમ કહી) પર્યાય એ બાજુ ઢળી છે ને? એટલે એનો વિષય છે કર્યો. ભૂયર્થ અસ્સિદો ખલુ, બધી ચારે કોર જુઓ તો એક જ વાત સ્થિતિ જ્ઞાનની પર્યાયને આ બાજુ જે રાગ તરફ વળેલી છે તે તો ત્યાં રહી, ઘણીવાર કહેવાય છે આ તો. પછીની પર્યાય ઉત્પન્ન થાય છે દ્રવ્યમાંથી છતાં પર્યાયથી પર્યાય ઉત્પન્ન થાય છે. આહાહાહા ! અને એ પર્યાય અશેય ત્રિકાળીને જાણે છે. આહા! સમજાણું કાંઈ? ઝીણું છે ભાઈ, આ તો વીતરાગ માર્ગ બાપા સર્વજ્ઞ, એવી વાત કયાંય છે નહીં, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિવાય, એના વાડાવાળાનેય સમજાતું નથી, ત્યાં બીજાને બિચારા શું કરવું? આહાહા !
આંહી કહે છે અવ્યક્ત એવું જે દ્રવ્ય છે, તે પોતે નિર્મળ પર્યાયપણે ઉપજે છે. અને નિર્મળ પર્યાય તેને જાણે છે, માટે તે નિર્મળ પર્યાય તે કાર્ય છે અને એનો કર્તા તે જ્ઞાયકભાવ, અવ્યક્તભાવ છે. આહાહા! ભાઈ ! સમજાય છે કાંઈ ? એય નવરંગભાઈ !