________________
ગાથા-૭૬
પ્રવચન નં. ૧૬૫ ગાથા-૭૬-૭૭
૨૧૩
તા. ૧૦/૦૧/૭૯ બુધવા૨ પોષ સુદ-૧૩
શ્રી સમયસાર–૭૬ ગાથા. એનો ભાવાર્થ છે ને.
ગાથામાં પહેલું વિકાર્ય પછી ધ્રુવ અને પછી નિર્વત્ય એમ લીધું છે. એ તો પધે છે ને ગોઠવવા સાટુ. શું કીધું ઈ ? આ તો પધે છે ને ? એટલે પહેલું લીધું છે વિકાર્ય પરિણમવું એ, પછી લીધું છે ધ્રુવ ગિન્હઈ પછી લીધું છે ઉપન્નઈ. ટીકાકારે લીધું છે પહેલું ધ્રુવ પછી વિકાર્ય પરિણમવું ઈ અને પછી નિર્વત્ય એમ લીધું છે. અને અર્થકારે હવે તત્ત્વાર્થ સૂત્રની અપેક્ષાથી ઉત્પાદવ્યયધ્રુવ એમ લીધું છે, તત્ત્વાર્થ સૂત્રમાં એમ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્ એ અર્થકા૨ આ રીતે લેશે. ત્રણનો ફેર છે અપેક્ષાથી.
સામાન્ય પણે કર્તાનું કર્મ ત્રણ પ્રકા૨નું કહેવામાં આવે છે. છે ? પહેલું નિર્વત્ય લીધું, જોયું ? ઉત્પાદ, પછી વિકાર્ય વ્યય, ઉત્પાદ વ્યય અને પ્રાપ્ય ધ્રુવ એમ લીધું છે. તત્ત્વાર્થ સૂત્રમાં છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્, એ શૈલીએ સમજાવ્યું.
શું કહ્યું ? સામાન્યપણે ટૂંકામાં કર્તાનું કાર્ય ત્રણ પ્રકા૨નું કહેવામાં આવે છે એ નિર્વત્ય નામ ઉપજવું. આત્મામાં કર્તાપણું એ કે જ્ઞાનની પર્યાયનું ઉપજવું અને પૂર્વની પર્યાયનો વ્યય થવો અને ધ્રુવપણે કાયમ રહેવું. કારણકે જ્ઞાનની પર્યાય જાણે છે ને ધ્રુવને જાણવામાં તો જ્ઞાનની પર્યાય ધ્રુવને જાણે છે, આ અપૂર્વ અનંતકાળમાં નહીં કહેલી વાત છે. કે જ્ઞાનની પર્યાય અંતરમાં વળે છે ત્યારે ધ્રુવને તે જાણે છે, એથી તેને ઉત્પાદ પહેલો લીધો, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ, આમ તો ટીકાકાર તો ધ્રુવનું લક્ષ થાય તેને ઉત્પાદ ને વ્યય થાય એમ લીધું. એવી ઝીણી વાત છે. આંહી કહે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું ઉપજવું, બદલવું, ધ્રુવ શબ્દે પર્યાયની ધ્રુવતા હોં પર્યાયની ધ્રુવતા કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ છે. આહાહાહા !
અહીંયા તો આત્મામાં જ્ઞાનની પર્યાય ઉત્પન્ન ધ્રુવને લક્ષે કરે તે કર્તાનું ઉત્પન્ન તે કાર્ય છે. આંહી છે ઈ તો કહે છે કે જે કર્મ છે તેનાથી ઉત્પન્ન થયેલો રાગ છે, એ રાગનો ઉત્પાદનો કર્તા કર્મ છે. સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- રાગનો ઉત્પાદક કર્મ છે ) કર્મ છે અને કર્મ પોતે જ વ્યય પામીને પૂર્વની અવસ્થાનો વ્યય પામીને રાગને કરે છે. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. વસ્તુ તત્ત્વ એવું ઝીણું છે. અત્યારે તો ગરબડી બહુ થઈ ગયું છે ઘણો ફેરફાર. આહાહાહા !
નિર્વત્ય નામ ઉપજાવે છે, કોણ ? કર્મ, કોને ? રાગને. (શ્રોતાઃ- કર્મ તો જડ છે પ્રભુ ) જડ છે તે પર્યાય ઉપજાવે છે રાગની. રોટલીનો પ્રશ્ન નહોતો તમારો ભાઈ પ્રેમચંદભાઈ ! રોટલીની પર્યાય જે છે ઉપજે છે એ ઉત્પાદ છે, એ ઉત્પાદનો કર્તા કોણ છે? ૫૨માણુંઓ રોટલીના ૫૨માણુંઓ, વેલણું નહીં, સ્ત્રી નહીં, તાવડી નહીં. ભાઈએ કીધું'તું ને સવારે પ્રશ્ન કર્યો'તો ને આવી વાત છે. લોટ છે લોટ એની રોટલીનો પર્યાય છે તે ઉત્પાદ છે, એ લોટ એનો કર્તા છે. ( શ્રોતાઃ- લોટને એ કયાં જ્ઞાન છે ? ) જ્ઞાનનું શું કામ છે ? જ્ઞાન હોય એને જ કર્તાપણું કર્મપણું હોય તો તો જડને કર્તાકર્મપણું હોય નહીં. આહાહા... આંહી તો જડની વાત છે ને ? અરે ૫૨ની. આહાહા !