________________
૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એટલું સમજવું પ્રભુ, આ તો ભગવાનનો માર્ગ. આહાહા ! અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો.
આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. આહાહાહા ! તે જ સમયનો ક્ષણિક, ૧૦૨ ગાથામાં, તે સમયના ઉત્પન્ન થતા રાગના પરિણામ તે તેનો કાળ છે, એને આંહી કહે છે એ પરિણામનું પ્રાપ્યાં, પ્રાપ્યનું ગ્રહણ તો કર્મને છે, આત્મા અને પ્રાપ્ય કરતો નથી. આહાહા. (શ્રોતા – અણુવ્રત મહાવ્રતની દીક્ષા કોણે લીધી હતી) કોઈએ લીધી નથી, તે કોણ? એણે શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. (શ્રોતા- કુંદકુંદાચાર્યે દીક્ષા લીધી'તી) શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. આ એની જ વાત ચાલે છે આ.
શુદ્ધ ઉપાદાન, કાલે નહોતું આવ્યું? શુદ્ધ પરમશુદ્ધ ઉપયોગરૂપ પરિણામને પ્રાપ્ત છે, એ એનું ધ્રુવ છે. પરમશુદ્ધ ઉપયોગના પરિણામને પ્રાપ્ત મુનિઓ છે, તે પરમશુદ્ધ ઉપયોગના પરિણામ તે એનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. પર્યાયનું ધ્રુવ હોં, તે સમયે તે પરિણામ ધ્રુવ નિશ્ચલથી થવાના હતા. આહાહાહા ! સમજાણું કાંઈ ?
વ્યવહારની વાત આવે ત્યારે કથન આવે, પણ છતાં વસ્તુ એમ નથી. દીક્ષા ગ્રહણ કરી, મુનિઓએ દીક્ષા આપી, આવે છે ને, એ બધી વ્યવહારની વાતું છે. આહાહાહા ! એ દીક્ષા એ આત્માના વીતરાગી પરિણામની દીક્ષા લીધી'તી. નો કીધું સામ્ય અંગીકાર કર્યું. નો આવ્યું, બપોરે નો આવ્યું, સામ્ય અંગીકાર કર્યો. વીતરાગ પરિણામને ગ્રહણ કર્યા. એ વીતરાગ પરિણામ છે તેનું પ્રાપ્ય નામ ધુવ છે તે સમયે તે જ પરિણામ નિશ્ચલથી થવાના તેને આત્માએ ગ્રહ્યા, આહાહા! બહુ સારી વાત છે હોં, પ્રશ્નોમાં સ્પષ્ટ થાય એમાં શું વાંધો છે. એમાં કાંઈ.......... આહાહાહા!
એ પુદ્ગલના પરિણામને એટલે દયા, દાન, વ્રત, વંદન, ભક્તિ, પૂજા સ્તુતિ એ પરિણામની આદિ મધ્ય અંતમાં વ્યાપીને પુગલ હોય છે, જીવ તેને ગ્રહતો નથી. એ ધ્રુવ પ્રાપ્ય, તે રૂપે પરિણમતો નથી એ વિકાર્ય, એને તે ફેરવતો નથી પર, અને એ રૂપે ઉપજતો નથી. આહાહાહા ! એ દ્રવ્યદૃષ્ટિના કથનો સમયસારના અલૌકિક છે, ક્યાંય કોઈ હારે મેળ ખાય એવું નથી. આહાહાહા !
માટે જો કે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે, એ રાગ થયો જે વ્યવહારનો પંચમહાવ્રતનો આદિ, એને જાણે છે તો પણ પ્રાપ્ય નામ તે પ્રકારના રાગનો કાળ જે હતો પુગલનો, પ્રાપ્ય થવાનો રાગને ફેરવી નાખ્યો, વિકારને રાગપણે ઉપજતો- એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ, એવા વ્યાપ્ય નામ કાર્ય સ્વરૂપ જે પુદ્ગલનું છે, તે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે કાર્ય તેને નહીં કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ નથી. આહાહાહા !
રાગ એનું કાર્ય અને આત્મા તેનો કર્તા એમ નથી, રાગનું જ્ઞાન છે તે આત્માનું પ્રાપ્ય વિકાર્ય નિર્વિર્ય છે ને રહે-ઉપજે ને ફેરવે છે તેનો એ આત્મા અંતર્થાપક આદિ મધ્ય અંતમાં છે. આહાહાહા ! પુગલ સાથે કર્તાકર્મ ભાવ નથી. આહાહાહા !
ભાવાર્થ- જીવ પુદ્ગલ કર્મને જાણે છે તો પણ જાણે છે ને એટલો સંબંધ છે ને, એમ કહે છે તો પછી કર્તાકર્મ ભેગું છે કે નહીં, એમ કે ના જાણે છતાં પુગલ સાથે કર્તાકર્મપણું નથી.
વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)