________________
ગાથા-૭૬
૨૧૧ એને દ્રવ્યની જરૂર નથી એમ.પણ અહીં તો અત્યારે... એ પર્યાય તે ઘડાની તે સમયે ષટ્ટારકરૂપે પરિણમતિ તે સમયનો તે કાળે ઉપજે છે, આવું છે પ્રભુ! એટલે સોનગઢવાળાનું એવું લોકો કરે એય એકાંત છે કહે પ્રભુ ભાઈ તને બેઠું નથી ને ખબર નથી ને. છે તો સમ્યક એકાંત જ. આહાહાહા !
ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ એના પરિણામમાં વિકાર કેમ હોય? એના પરિણામમાં તો આનંદ હોય, અતીન્દ્રિય આનંદ હોય. અને આંહી તો જ્ઞાનથી લીધું છે, અતીન્દ્રિય જ્ઞાયક ભગવાન એના પરિણામ અતીન્દ્રિય જ્ઞાન પરિણામ હોય, કે જે કર્મથી પ્રહાયેલા પરિણામ છે રાગ છે, તેને જાણે. આટલું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા... ઝીણી વાત છે. પ્રભુ શું કરીએ? ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વરદેવનો આ પોકાર છે, સંતો આડતિયા, દિગંબર સંતો આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે. દુનિયાને બેસે કે ન બેસે, વિરોધ કરે કે ન કરે, પાગલ માને ન માને, તમારી સ્વતંત્રતા પ્રભુ. ગજબ કર્યું છે ને? શું જ્ઞાયકભાવને સિદ્ધ કર્યો છે. આહાહાહા !
ઉપજે છે તેમ જ્ઞાની પોતે, ધર્મી જ્ઞાની પોતે બાહ્યસ્થિત, એ રાગાદિ છે એ બાહ્યસ્થિત છે. અંતરના પરિણામમાં નથી, દ્રવ્યગુણમાં તો નથી પણ એના પરિણામમાંય એ નથી. શું થાય? કહા કહું કહાં કરું રંજન, એમ આનંદઘનજીમાં આવે છે કોને કરું રાજી પ્રભુ આ વસ્તુમાં. આહાહા..... થોડું પણ સત્ય હોવું જોઈએ, મોટી લાંબી લાંબી વાતું પંડિતોની વાતું ને પંડિતાઈ આહાહાહા ! મંગળવાર છે. આ મંગળવાર છે આજ. આહા !
એ જ્ઞાની એટલે સમકિતી ધર્મી જેને જ્ઞાયકની દૃષ્ટિ થઈ છે, અને પર્યાય દૃષ્ટિ જેને ઉઠી ગઈ છે. એવો જે જ્ઞાની પોતે, પોતે સ્વયં બાહ્યસ્થિત એમ, બહાર રહેલા એવા પુદ્ગલ દ્રવ્યના પરિણામમાં, છે? બહાર રહેલા એવા પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ્ય છે ને શબ્દ ઓલો પદ્રવ્યપર્યાયે એ નાખ્યું છે. એ પરદ્રવ્યનીપર્યાય છે. ગજબ વાત છે. આહાહા! આહાહા! મુનિઓની મુનિને વૈયાવચ્ચ કરવાનો ભાવ, કહે છે કે એ પરદ્રવ્ય છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજતા હોય, એના હીરાના થાળ, મણિરતનના દિવા અને કલ્પવૃક્ષના ફુલ, જય નારાયણ એ સ્તુતિ કરતા હોય કહે છે કે એ સ્તુતિ કરનારના પરિણામ એ વિકારી કર્મના છે, આત્માના નહીં. અરે પ્રભુ! આ કેમ બેસે? આહાહાહા !
ધર્મી જીવ, જ્ઞાયકમાં જેની દૃષ્ટિ થઈ છે, તેથી તેના પરિણામ જ્ઞાનના થાય છે, તેથી તે જ્ઞાનના પરિણામને બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને એને જાણે છે. પણ તે રાગાદિના પરિણામ જે પુદ્ગલનું વ્યાપ્ય વ્યાપક આદિ છે તેને પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, જ્ઞાયક એવો ભગવાન આત્મા, જ્ઞાનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એ દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિ ને સ્તુતિના પરિણામને એ પુદ્ગલના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમાં એના નથી, એ મધ્યમાં અને અંતમાં વ્યાપીને એને ગ્રહતો નથી. એ પ્રાપ્ય લીધું. એ પુગલનું પ્રાપ્ય છે જે રાગાદિ, તેને જ્ઞાની ગ્રહતો નથી એટલે એ પ્રાપ્ય એનું નથી તે એને પકડે, એમ કહે છે. એ સમયે જાણવાના જે પરિણામ છે એ પ્રાપ્ય છે, એને એ ગ્રહે છે, પણ રાગના પરિણામને જ્ઞાની પોતાના પરિણામથી ગ્રહતો નથી. આહાહાહા ! સમજાય