________________
ગાથા-૭૬
૨૦૯ પોતે અંતર્થાપક થઈને, એ પુદ્ગલ પરિણામને કરે છે, જ્યાં લઈ લેવું. (શ્રોતા:- ભોગવે છે કોણ?) ભોગવે ઈ જડ, કોણ આત્મા, આત્માની વાત છે ને? ભોગવે છે પુદ્ગલના પરિણામ, અત્યારે તો દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે ને? એ આવશે, એ આવશે, હમણાં સુખદુઃખ પરિણામનું પુગલકર્મના પરિણામને ભોગવતો. સુખદુઃખને ભોગવે છે કોણ? કે પુદ્ગલ, એ આવશે હમણાં ગાથા પછી. આહાહાહા !
અહીંયા તો આપણે જેટલું ચાલે એટલું અત્યારે આંહીથી લેવું. તે પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું કાર્ય, તેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તે પુગલ પરિણામને કરે છે, એમ લઈ લેવું. સમજાણું કાંઈ? છે ને એમાં અક્ષરે અક્ષર પડ્યા છે જાઓ. આ ટીકા તો કાંઈ અત્યારની નથી, સોનગઢની ટીકા નથી. (શ્રોતા:સોનગઢથી તો સ્પષ્ટીકરણ થાય છે) એને કોઈ કહે કે ભાઈ સોનગઢથી છપાયું માટે સોનગઢમાં ફેરફાર, આ તો કુંદકુંદાચાર્યના શબ્દો છે ને અમૃતચંદ્રાચાર્યની આ ટીકા છે. આહાહા! બહુ ફેરફાર છે બાપુ, દૃષ્ટિમાં મોટો ફેરફાર છે. આહાહા !
આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા એટલે કર્મ અહીં આપણે રાગનું વિશેષ, નહીંતર શરીરના પરિણામ પણ આમાં લીધા છે ને, શરીરના પરિણામ નોકર્મ પરિણામ અને રાગાદિ કર્મના પરિણામ પણ આમ પુદ્ગલદ્રવ્ય પોતે કરવામાં આવતા પુદ્ગલ પરિણામને એટલે પુદ્ગલથી કરવામાં આવતા એવા રાગને, એટલે પુદ્ગલ પરિણામ એટલે રાગને, જ્ઞાની જાણતો હોવા છતાં, આટલો કહે છે સંબંધ થયો. કેટલો? કે જ્ઞાની જાણે છે, અને એ જણાય છે. આહાહાહા ! ધર્મી તેને જાણે છે અને એ વિનય આદિના રાગ સ્તુતિના પરિણામ તેનું જણાવા યોગ્ય થયું. એટલો સંબંધ થયો પણ આટલો સંબંધ છે ને? એમ કહે છે.
તો જ્ઞાની જાણતો હોવા છતાં, ગજબ ટીકા છે. એકેક ગાથા આખા સિદ્ધાંતનો મર્મ ખોલી નાખે છે. આહા... શું કીધું? આમ જુગલદ્રવ્ય એટલે કર્મ જડ, આપણે રાગ હારે મેળવ્યું. એના વડે કરવામાં આવતા પુદ્ગલ પરિણામને એટલે ભગવાનની ભક્તિ વંદન સ્તુતિ આદિના ભાવને, જ્ઞાની જાણતો હોવા છતાં, જ્ઞાની જાણે છે પુગલ પરિણામને જ્ઞાની જાણે છે એટલો સંબંધ થયો. એ રાગના પરિણામ તે શેય છે. અને જ્ઞાનીના પરિણામ તેના જાણનાર, જ્ઞાન છે, એ જાણતો હોવા છતાં, જેમાં માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, માટી પોતે ઘડાના પર્યાયમાં અંતર પ્રસરીને, માટી પોતે ઘડામાં ઘડાની પર્યાયનું વ્યાપ્ય અને માટી પોતે વ્યાપક, અંતર્થાપક માટી અંતર્થાપક થઈને ઘડાની પર્યાયને ઘડામાં અંતર્થાપક આદિમાં, એ માટી જ પોતે ઘડાની આદિમાં, ઘડાની મધ્યમાં અને ઘડાના અંતમાં વ્યાપીને, કુંભાર બિલકુલ નહીં એમ કહે છે. આહાહાહા ! કુંભાર માટીના ઘડાના કાર્યને બિલકુલ કરતો જ નથી. આહાહાહા ! આ સમયસાર.
જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, માટી અંતર્થાપક છે, એ ઘડાને આદિ મધ્ય અંતમાં વ્યાપીને, ઘડાની પર્યાયમાં માટી, આધમાં માટી. આધમાં કુંભાર, મધ્યમાં માટી, છેડે માટી એમ નહીં. આધમાં કુંભાર હતો માટે ઘડાની પર્યાય થઈ એમ બિલકુલ નથી. આહાહાહા... હવે આવી મુંબઈ જેવી મોહનગરી, ઉપાધિનો પાર ન મળે. એમાં આવી વાતું. માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, અંતર્થાપક જોયું ને? વ્યાપક માટી કહેવી છે ને? પ્રસરનાર, આદિ મધ્ય