________________
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અંતમાં, ઘડાની આદિમાં મધ્યમાં અને અંતમાં તેની તે વ્યાપીને ઘડામાં માટી જ તેની આદિ મધ્ય અંતમાં ઘડામાં છે. ઘડાની પર્યાયમાં આધમાં કુંભાર આવ્યો, માટે ઘડાની પર્યાય થઈ એમ નથી.
(શ્રોતા-ચાકડા વિના થઈ?) ચાકડા વિના થઈ, માટીની પર્યાયમાં અંતર્થાપક માટી થઈ છે. ચાકડો નહીં, કુંભાર નહીં, (શ્રોતા – જમીન રહી) જમીન તો ક્યાંય રહી ગઈ હેઠે, આહાહા... આવી વાત છે. આ લોકોને આકરું લાગે છે, આંહીની આ વાત એટલે એકાંત લાગે છે ને? એટલે પછી એ લોકો બિચારા વિરોધ કરે, એ તો એની દૃષ્ટિમાં બેઠું નથી એનો વિરોધ છે. અહીંનો વિરોધ નથી. એની દૃષ્ટિનો વિરોધ છે, એને બેસે? કોઈ રીતે, આ શી રીતે બેસે પણ આ?
કહે છે કે ભગવાનની ભક્તિ ને સ્તુતિના પરિણામની આધમાં પુદ્ગલ કર્મ છે. એની મધ્યમાંય કર્મ અને અંતમાંય કર્મ છે. જેમ માટી ઘડાની આદિ મધ્યમાં અંતમાં માટી છે, એમ એ વિકારી પરિણામની આદિ મધ્ય અંતમાં કર્મ પુદ્ગલ છે. માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને ઘડાની આદિ મધ્ય અંતમાં કેટલું સ્પષ્ટ કર્યું છે, આદિ મધ્ય અંત નાખ્યા. ત્રણ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એ રાખ્યા એને આદિ મધ્ય અંતમાં નાખ્યા. એ જ્ઞાની જાણતો ઘડાને રહે છે. માટી, માટી ઘડાને ગ્રહે છે એટલે ઘડાનું પ્રાપ્ય છે તેને માટી ગ્રહે છે. તે સમયે ઘડાની પર્યાય નિશ્ચયથી થવાની હતી, તે તેનું પ્રાપ્ય છે માટીનું. ઘડાની પર્યાય એ પ્રાપ્ય છે. એ વખતે નિશ્ચયથી તે જ પર્યાય માટીમાંથી થવાની હતી. આહાહાહા !
કેટલી વાત સ્પષ્ટ કરે છે. (શ્રોતા બધાને લૂલાં કરી નાખ્યા) કેવા? લૂલાં નહીં. મહાભગવાન સ્વરૂપ છે. એ તો આનંદના ને જ્ઞાનના પરિણામને કરતો પરિણમે છે ઈ. આહાહાહા... આવું છે ભાઈ. બહુ સારી ગાથા. અમારે ભાઈ આવ્યા છે ને અમારા પ્રેમચંદભાઈ બરાબર લાગમાં આવ્યા છે. આહાહાહા ! આવી વાત છે બાપુ! આહાહાહા... પ્રભુ તું કોણ છો? શું વિકારનું પુતળું છો તું, તે વિકારના પરિણામ તારાથી થાય? ભગવાન તું તો જ્ઞાયક છો ને પ્રભુ. જાણક સ્વભાવનો ભંડારનો ભંડાર છો તું, તો એમાંથી ખુલે તો જાણવાના દેખવાના આનંદના પરિણામ આવે, પણ એ પ્રસરીને વિકાર પરિણામ આવે બાપુ એ નહીં. આહાહાહાહા.... ઓહોહો ! શું શૈલી?
એ માટી ઘડાને રહે છે ઈ પ્રાપ્ય, એ માટીનું એ પ્રાપ્ય છે, તે વખતે ઘડાની પર્યાય તે જ વખતે થવાની જ છે ક્રમબદ્ધ, નિયતને કેટલું સિદ્ધ કરે છે. હવે એ બેસતું નથી લોકોને હેં? ઓલા વરણીજી સાથે ચર્ચા થઈ 'તી કે નહીં, એક પછી એક થાય, પણ આ પછી આ જ થાય એમ નહીં, આ તો આ પછી આ જ થાય, તે વાત હતી નહીં એટલે શું, કે એમને આત્માનું બગાડવાનું તો હોય નહીં, પણ બિચારાને એ વાત મળી નથી ને. એ વાત આવી નહોતી. સાંભળવામાં આવી નહોતી ને પૂર્વના કોઈ સંસ્કાર નહોતા એટલે આ વાત કઠણ પડે બાપુ. આહાહા!
કહે છે કે માટી પોતે જ ઘડાને ગ્રહે છે એટલે કે પ્રાપ્ય છે. એ ઘડાની પર્યાય પ્રાપ્ય તે થવાની છે તેને માટી ગ્રહે છે પકડે છે બસ. ઘડાની પર્યાય તે જ સમયે તે જ પ્રકારે થવાની જ હતી. એ એનું પ્રાપ્ય છે, એને માટી ગ્રહ છે. છે તેને ગ્રહે છે, વાત તો જુઓ. ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે માટી વિકાર્ય. ઘડારૂપે ઉપજે છે એ નિર્વત્ય. ઘડો તે વખતે ઉપજવાનો નિર્વત્ય છે. એને આગળ પાછળ કોઈ સમયની જરૂર નથી એને નિમિત્તનીય જરૂર નથી. અરે ખરેખર તો