________________
૨૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જુઓ ! આ પાનું ઊંચુ થાય છે ને જુઓ આમ, એ ઉત્પાદ છે. એ ઉત્પાદનો કર્તા કોણ છે? કે ઈ પરમાણું એના, આંગળી નહીં. આંહીયા એમ સિદ્ધ કરવું છે કે જે રાગ થાય છે ચાહે તો દયાનો, દાનનો, ભક્તિનો એ રાગ કર્મ કર્તાનો ઉત્પાદ છે. ભગવાન શાયક સ્વભાવનો ઉત્પાદ તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ હોય. એ રાગને જાણે એવી જે જ્ઞાનની પર્યાય, એ પર્યાયનો કર્તા જ્ઞાયક છે. સમજાય છે?
ઝીણી ગાથાઓ છે આ બધી. ૭૫ થી માંડીને ઓગણએંસી (૭૯) સુધી. આ લાકડી ઊંચી થાય છે આમ આમ, એ એની પર્યાય છે ઉત્પાદ, એનો કર્તા ઈ પરમાણું છે એના, આ આંગળી નહીં. એમ આત્મામાં થતાં રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિ, વંદન, વિકલ્પ એ પુદ્ગલ તેનો ઉત્પાદક છે, નિપજાવે છે, ઉપજે છે. ચીમનભાઈ ! આવી વાતું છે બાપુ, માર્ગ કોઈ એવો છે. નિર્વત્ય કે ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે, રાગ નહોતો ને રાગ થયો, તે કર્તાનું નિર્વત્ય કર્મ છે, એ પુદ્ગલનું ઉપજાવેલું કર્મ છે. આહાહા!
ભગવાન જ્ઞાયક સ્વભાવ છે એ જ્ઞાયક સ્વભાવનો કર્તા થઈને પર્યાય થાય તો જ્ઞાનનીઆનંદની પર્યાય થાય, તે એનું ઉપજન, પહેલું નહોતું ને થયું કર્મને એ ઉત્પાદ, કર્મ એમાં ઉપજ્યું કર્મ એ રાગમાં, કર્મ એનો કર્તાને નિપજ્યું એ એનું કાર્ય. એ આત્માનું કાર્ય નહીં. આત્માનું કાર્ય તો તે રાગનું જ્ઞાન કરે તે જ્ઞાન આત્માનું કાર્ય, જેમાં જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે એક ચીજ પર છે એટલું બસ. એવા જ્ઞાનના પરિણામને કર્તા જ્ઞાયક છે અને એ જ્ઞાનની પર્યાય નહોતી ને ઉત્પન્ન કરી એ નિર્વત્ય એનું છે, આવી છે વાત.
(શ્રોતા - રાગ પુદ્ગલે ઉત્પન્ન કર્યો) પુદ્ગલે ઉત્પન્ન કર્યો. પર્યાયમાં છે, વસ્તુમાં નથી. વસ્તુનો ગુણ નથી, એ આંહી સિદ્ધ કરવું છે ને? પર્યાયની વ્યાખ્યા જ્યારે કરે ત્યારે બતાવે, પ્રવચનસાર! કે જ્ઞાનીને પણ જે પરિણમન રાગનું છે, એટલો એ કર્તારૂપે પરિણમે છે, કરવા લાયક છે એ રીતે, એમ નહીં. પરિણમે છે માટે કર્તા અને તેને ભોગવે છેપર્યાયમાં, પર્યાયને સમજાવવી છે ને અત્યારે ? એ ભોક્તા એ જ્ઞાની છે. આહાહાહા !
(શ્રોતા:- આંહી શું સમજાવવું છે?) આંહી તો જ્ઞાતા દૃષ્ટાનો સ્વભાવ સમજાવવો છે. દષ્ટિનો વિષય જે જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ, દષ્ટિ છે પર્યાય, એનો વિષય છે ઈ ત્રિકાળી ધ્રુવ, એમ જ્ઞાનની પર્યાય છે, એ એને વિષય કરે છે ધ્રુવને, અને તેથી તે જ્ઞાયક ધ્રુવનું જ્ઞાન પરિણમન પર્યાય એ તેનું નિર્વત્ય નામ ઉત્પન્ન કર્મ છે. પહેલી પર્યાયમાં નહોતું અને થયું માટે એને નિર્વત્ય ઉત્પન્ન કર્યું. ધ્યાન રાખે તો પકડાય એવું છે બાપુ આ તો. આહાહા ! આવું તો લંડનમાંય કયાંય મળે એવું નથી. (શ્રોતા- કયાંય સાંભળવા મળે એવું નથી) ફેરફાર બહુ છે. (શ્રોતા:- લંડનમાં આવું?) બહુ પ્રેમ છે એને ગળગળા થયા, થઈ ગયા'તા. આહા!
અહીંયા અર્થકારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્ એમ લીધું. જગતને ઓલું પહેલું ઉપજે છે. ને આમ, તે અપેક્ષાએ બતાવ્યું. નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ, રાગ છે, દ્વેષ છે, ભક્તિનો ભાવ છે, ભગવાનની સ્તુતિનો ભાવ છે, એ ભાવ પહેલો પહેલી પર્યાયમાં નહોતો પછી થયો તે કર્તા પુલ છે, તેનું ઉપજાવેલું નિર્વત્ય ઉત્પન્ન કામ છે. આહાહાહાહા !
છે? કર્તા વડે પદાર્થમાં વિકાર, વ્યય, કર્તા વડ પદાર્થમાં વિકાર ફેરફાર કરીને જે કાંઈ