________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીંયા એ કહે છે, કે જે રાગ થયો, વ્યય થઈને થયો, તેનો કર્તા તે કર્મ છે, હા, તે વખતના રાગનું અહીં જ્ઞાન થયું એ પોતાથી થયું છે, રાગ છે માટે ઈ જ્ઞાન થયું છે એમ નહીં. આહાહાહા ! એ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા, રાગનું જ્ઞાન કહેવું એ અપેક્ષિત છે પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. સ્વપરપ્રકાશકનો ઉત્પાદ છે તે નિર્વત્ય છે, તેનો કર્તા શાયક ભાવ છે, રાગના પલટવાનો કર્તા તે પુદ્ગલ છે. આહાહા ! કાળીદાસભાઈ ! આ બધુ ઝીણું છે. તમારા બાપે તો કોઈ દિ' સાંભળ્યું નહોતું ન્યાં. આહાહા !
બચારા હિરાજી મહારાજ ! અરેરે! હિરાજી મહારાજને બિચારા એવા હતા લૌકિક સજ્જન પણ એને કાને પડયું નહીં વાત. અરરર! સંપ્રદાયના ગુરુ બોટાદ (ના) બહુ સજ્જન હતા. લૌકિક એ તો ભાઈ નરમાશ એની. આહાહા. અરેરે ! આ શબ્દો કાને એમને પડ્યા નહીં અને હિન્દુસ્તાનનો હીરો કહેવાતા, એને એનું કાંઈ માન નહોતું હોં, હા પણ લોકો કહે હિન્દુસ્તાનનો હીરો. બહુ નરમ માણસ, બહુ નરમ. ગુજરી ગયા તે લોકો રોતા હોં સાધુ રોવે, આર્જ રોવે, લાખોપતિ રાયચંદ ગાંધી જેવા રોવે, કાંપમાં બાળ્યા'તા, તમારે કાંપમાં. અરેરે ! પણ આ શબ્દો કાને ન પડયા, આહા! કહે આ તો પરની દયા પાળવી એ સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. “અહિંસા સમય ચેવ એત્તાવન વિયાણીયા” શાંતિથી બોલે, ધીરજથી બોલે કોઈ નજર નહિ આમ સભા ઉપર, ગંભીરતા! ભાઈ ભગવાન એમ કહે છે, અહિંસા પરની અહિંસા એ સિદ્ધાંતનો સાર છે. આખા સિદ્ધાંતનો સાર છે. એ જેણે કર્યું એણે બધું જાણું, એમ કહેતા “અહિંસા સમય ચેવ એતાવન વિયાણીયા વિ, એવ તું નાણીનો સાર,” આ જ્ઞાનીનો સાર એમ કહેતા. શાંતિથી જ હોં. કાંઈ અભિમાન નહીં આમ. પણ આ બેઠેલી નહીં વાત. હિરાભાઈએ જોયા'તા કે નહીં. હરાજી મહાજને જોયા'તા કે નહીં તમે ૭૪, ૭૪ (શ્રોતા- સારી રીતે જોયા છે ) ૭૪માં ગુજરી ગયા. આહાહા! અરે પ્રભુ પ્રભુ.
અહીંયા કહે છે કે પરની દયાનો ભાવ જે રાગ, એ રાગ છે એનો ઉત્પાદક કર્મ, કર્મ છે. એય ! આહાહા ! (શ્રોતા:- જીવની પર્યાયમાં કર્મ આવ્યા કઈ રીતે?) એ પર્યાય, કર્મ આવ્યા નથી. પર્યાયના નિમિત્ત ને સંબંધ થઈને દ્રવ્ય ને ગુણમાં એ નથી, આંહી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે ને? અહીં તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિની પ્રધાનતાએ સમયસારનું કથન છે. આહાહા ! એથી એના દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં, ભગવાન શાયક સ્વરૂપ એ શું કરે? એનામાં પવિત્રતા ભરી છે, તો પવિત્રતાની પર્યાયને કરે અને પવિત્રતાની પર્યાયને બદલે, વ્યય થાય અને પવિત્રતાના ધ્રુવપણે રહે. આહાહાહાહા ! આવી વાત છે. ઝીણી બાપુ બહુ ભાઈ. અરેરે ! જનમ મરણ રહિતની વાતું છે આ તો બાપુ. આહાહાહા !
(શ્રોતા:- પવિત્રતા ધ્રુવપણે રહે કે પર્યાયને કરે?) પર્યાય જ ધ્રુવ છે એક ન્યાયે કીધુંને પ્રાપ્યની અપેક્ષાએ (શ્રોતા:- જે છે એને પહોંચી વળે છે ને?) ઈ પ્રાપ્ય કીધું' ને, કહ્યું” ને પ્રાપ્ય પ્રાપ્ય ધ્રુવ છે ધ્રુવ એટલે તે સમયે તે થવાનું નિશ્ચય નક્કી ધ્રુવ છે તેને પ્રાપ્ય એટલે ગ્રહણ કરે છે, તેને પહોંચી વળે છે. આહાહાહા ! વાત તો ઘણી કહેવાઈ ગઈ પહેલેથી ઘણી.
(શ્રોતા- શુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરે ) શુદ્ધ પર્યાય. એ રાગને જાણવો છે તે જ્ઞાનની પર્યાય તે શુદ્ધ પર્યાય, તે પર્યાયનો ઉત્પાદક જ્ઞાયક છે એમ વ્યવહારથી કહેવાયું છે, બાકી તો ઉત્પાદક,