________________
૨૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! આ તો પોતાની દયા એટલે પૂર્ણાનંદનો નાથ જેવડો જેટલો છે તેટલો પ્રતીત ને જ્ઞાનમાં લેવો એ જીવની દયા છે, અને એનાથી ઓછો અધિક માનવો એ જીવની હિંસા છે, પોતાની હોં. આહાહાહા ! સમજાણું કાંઈ? સામે છે ને પુસ્તક છે ને?
કારણકે ચેતન જડને એટલે કે જેમાં જ્ઞાન નથી એ દયા, દાન, વ્રત વ્યવહાર રત્નત્રયનો જે રાગ, તેમાં કાંઈ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે, જ્ઞાનનો એમાં અભાવ છે એવા જડને કેમ ઉપજાવી શકે? આહાહાહાહા ! ગજબ વાતું છે ને. કહો, નૌતમભાઈ ! આહા! માટે પુગલકર્મ જીવનું નિર્વત્ય કર્મ નથી. માટે રાગ જે પુણ્ય દયા દાન ભક્તિનો પરિણામ તે પુગલકર્મ તે જીવનું નિપજાવેલું કર્મ નથી. એનું નિર્વત્ય ઉપજાયેલું નથી. આહાહાહા !
ઉત્પાદથી લીધું છે ને પહેલું ઉત્પાદ-વ્યય ને ધ્રુવ લીધું છે ને જીવ પુગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણાવી શકતો નથી. જીવ રાગમાં ફેરફાર કરીને, રાગને બદલાવી શકતો નથી. પૂર્વના રાગનો વ્યય કરીને એ ફેરવી શકતો નથી. આહાહાહાહા !
જીવ એટલે જ્ઞાયકભાવ ભગવાન, એ પુગલમાં વિકાર કરીને રાગમાં ફેરફાર કરીને, રાગને પરિણમાવી શકતો નથી. વિકાર કરી શકતો નથી ને ફેરફાર નથી કરી શકતો કારણકે ચેતન જડને કેમ પરિણમાવી શકે? જ્ઞાયક ચૈતન્ય ભગવાન રામના જડને કેમ ફેરવી શકે ? આહાહાહા... માટે પુદ્ગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી, માટે રાગ ફેરફાર કરે એ જીવનું વિકાર્ય કર્મ પણ નથી, એ જીવનું ફેરફારવાનું કાર્ય નથી. આહાહાહા!
પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એ રાગ જે ધ્રુવપણે જે પુદ્ગલના ધ્રુવપણે ઉપજ્યો તે કાળે બરાબર રાગ થયો તે ધ્રુવ છે, છે પર્યાય તે સમયે તે થયો તે ધ્રુવને, પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એ રાગનું ધ્રુવપણું જે થયું તેને આત્મા ગ્રહણ કરી શકતો નથી. આહાહા. ધીમે ધીમે સમજવું બાપુ આ તો ત્રણલોકના નાથની વાતું અંદરમાંથી છે. આહાહા !
જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એટલે ? જ્ઞાયકભાવ એ જીવ એ રાગને, રાગના કાળે રાગ થયો છે, પુદ્ગલનું એ ધ્રુવ છે, તેને એ ગ્રહણ કરી શકતો નથી. એ તો તે કાળે તે રાગના પરિણામનું જ્ઞાન ધ્રુવપણે થયું છે, તે વખતે તે જ પરિણામ બરાબર રાગને જાણવાના ને સ્વને જાણવાના પરિણામ જે થયા છે તે ધ્રુવ છે, તેને આત્મા ગ્રહણ કરે છે, પર્યાયનું ધ્રુવ હોં. આહાહાહા... સમજાય છે આમાં?
કારણકે અમૂર્તિક પદાર્થ, ભગવાન અમૂર્ત સ્વરૂપ, એ મૂર્તિક કર્મ એ રાગ આ તો મૂર્તિ સ્વરૂપ છે, તેને કઈ રીતે પકડે? ભગવાન શાયક અમૂર્ત છે, એ રાગ મૂર્તિ છે એને કેમ પકડે ? અરૂપી તે રૂપીને કેમ પકડે? માટે પુદ્ગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. માટે પુદ્ગલ કર્મ જીવનું એટલે જે ધ્રુવપણે રાગ થયો અનુકંપાનો, ભક્તિનો, સ્તવનનો, ધ્રુવપણે તે ત્યાં થવાનો જ હતો, કર્મનો ધ્રુવ હોં. આહાહા ! તે પુગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી, જીવનું પ્રાપ્ય નામ ધ્રુવ, એ જડનું છે, તેનું આ ચૈતન્યનું એ ધ્રુવ કાર્ય નથી. આહાહા ! આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી. એ રાગદ્વેષ આદિ ભાવ તે નિશ્ચયથી જીવનું કાર્ય નથી. અને જીવ તેનો કર્તા નથી. જીવ ભગવાન શાયકનું રાગ કાર્ય નથી, તેમ એનો એ કર્તા નથી, આવી વાત છે. શબ્દો સાદા છે