________________
૨૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન તું તો ભગવાન છો ને? ભગવાનના પરિણામ વિકાર કેમ હોય એમ કહે છે. (શ્રોતાઃ- ન જ હોય) એના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય એવા હોય. શું કીધું? ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ એનાં પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય તેના કારણરૂપ પર્યાય હોય. આહાહાહા !
ધીમે ધીમે સમજવું ભાઈ, આ કાંઈ કોઈ પ્રોફેસર મેટ્રિકનો આવે ને વાત કરે ને ઈ આ વાત નથી, આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકરદેવ ત્રિલોકનાથ એની સાક્ષાત્ વાણી છે, પ્રભુ! તને સંભળાવે છે, કે ભાઈ ? આહાહાહા!
કહે છે કે એ પરિણામમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને, કોણ? પુદ્ગલ, તેને ગ્રહતું એટલે પ્રાપ્ય, તેને ગ્રહતું એટલે પુદ્ગલ છે, તે તે ટાણે જે ભગવાનની વિનય ને સ્તુતિના ભાવ થયા રાગ, તેને પુગલ ગ્રહે છે. પ્રાપ્ય થઈને પ્રાપ્ય એને પકડે છે પુગલ. એ પુદ્ગલનું પ્રાપ્ય છે. પ્રાપ્ય એટલે તે વખતે થવાના પરિણામ તે પુદ્ગલના છે. એને ગ્રહતું, તે રૂપે પરિણમતું એટલે વિકાર્ય એ કર્મ જ પોતે ને પૂર્વની પર્યાય બદલીને તે રૂપે નિપજે છે. તે કાળે જે રાગાદિ થયો ભગવાનની ભક્તિ વિનય સ્તુતિનો, તે રાગ તે કર્મનો પ્રાપ્ય છે. કર્મનું તે ધ્રુવ છે, ધ્રુવ એટલે તે પર્યાય તે સમયે તે જ થવાની હતી તે એનું ધ્રુવ છે. એ કર્મનું પ્રાપ્ય છે કર્મ તેને ગ્રહે છે. ધ્રુવ તે જ સમયે તે જ પરિણામ કર્મના થવાના છે, તેને કર્મ તે સમયે તેને ગ્રહે છે. આહાહાહા !
છે? તેને ગ્રહતું તે રૂપે પરિણમતું, તે રૂપે પરિણમતું બદલીને, પૂર્વનો જે રાગ છે તેને પલટીને આ પોતે પરિણમતું, એ પુગલ પોતે પરિણમે છે. પૂર્વનો વ્યય કરીને, પુદ્ગલ જે પૂર્વનો રાગ હતો એનો વ્યય કરીને પોતે વ્યય કરે છે, એ વિકાર્ય છે. પરિણમતું અને પોતે તે રૂપે ઉપજતું, નિપજતું એ ઉત્પાદ થયો. પુદ્ગલનું પ્રાપ્ય, પુદ્ગલનું વિકાર્ય ને પુલનું ઉત્પાદ નિર્વત્ય. આહાહાહાહા !
આવી વાત સાંભળવી કઠણ પડે. ઓલા લોકો કહે કે વ્રત કરો ને અપવાસ કરો ને એનાથી કલ્યાણ થશે. આ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ કરો એનાથી કલ્યાણ થશે. આ બધા એક જાતના મિથ્યાષ્ટિ છે. આહાહાહા ! (શ્રોતા:- બેમાંથી આત્માની નજીક કોણ?) હેં? દૂર, આત્માની નજીક તો આત્માનો શાકભાવના પરિણામ જાણનારા હોય એ આત્માની નજીક છે. છે ને માથે? આવું છે ભગવાન! ભગવાન! તું જ્ઞાયક સ્વરૂપે પ્રભુ જિનરૂપી છો ને? આહાહા ! કઈ શૈલીથી જુઓને વાત કરે છે! પ્રભુ તું જિનસ્વરૂપ છો ને? ભગવંત તરીકે તો તને બોલાવે છે. ભગવાનના, જ્ઞાયક ભગવાનના પરિણામ રાગ પામરતા આવા હોય? ભગવાન જિનસ્વરૂપી આત્મા એ વીતરાગના પરિણામ તો વીતરાગી પરિણામ હોય. એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ વીતરાગી પરિણામ છે એ આત્માનું પ્રાપ્ય વિકાર્ય ને નિર્વત્ય છે. આહાહાહા.... એ પછી કહેશે. ચીમનભાઈ ! આવી વાતું છે.
આવી ચીજ અંદર ભગવાન, સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત, જ્ઞાયક સ્વભાવ ને આનંદ સ્વભાવવાળો પ્રભુ, એની આધમાં રાગ કેમ હોય કહે છે, એ રાગની આધમાં તો કર્મ અને પુગલ છે મધ્યમાં વ્યાપક ઈ છે. પુદ્ગલ દ્રવ્ય ગ્રહતું એ રૂપે પરિણમતું એ વિકાર્ય અને પુદ્ગલ દ્રવ્ય તે રૂપે ઉપજતું થયું એ નિર્વત્ય. તે પુદ્ગલ પરિણામને કરે છે, કોણ? પુદ્ગલદ્રવ્ય