________________
૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્માની થઈ માટે રાગ થયો એટલી અપેક્ષા આમાં નથી. આહાહાહાહા !
પુગલદ્રવ્ય પોતે સ્વયં અંતર્થાપક થઈને, જોયું- વ્યાપક કહેવું છે ને? અને ઓલું તો વ્યાપ્ય છે. દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિ, વંદનના પરિણામ એ તો વ્યાપ્ય છે અને આ પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થાય છે, પ્રસરે છે. આહાહાહા.... (શ્રોતા- પુદ્ગલ દ્રવ્યનો મતલબ અપ્રત્યાખ્યાનાવરણી પ્રકૃતિનો ઉદયપણ?) બધું બધું પુગલદ્રવ્યનું કાર્ય છે, પ્રત્યાખ્યાન શું?
આંહી ભગવાનની સ્તુતિ અને વંદન સુધી લઈ લીધું પછી. એ કીધું નહીં ૮૩ ગાથામાં, ભાવપાહુડમાં પૂજા, ભક્તિ, વંદન ને વૈયાવચ્ચ આદિ એમ લીધું છે, એ બધા એ જૈન ધર્મ નથી. એ જૈન ધર્મ નથી. એ તો રાગ છે, જૈન ધર્મ તો વીતરાગ ભાવ છે. અરેરે ! આકરું કામ? ભાઈ પુદ્ગલનું કાર્ય છે એ તો. એ જૈન ધર્મનું કાર્ય નથી. જૈન એવો વીતરાગ આત્મા ! “ઘટ ઘટ અંતર જિન વસે” એવો જિનસ્વરૂપ વીતરાગ તેનું કાર્ય તે રાગ નથી. શ્રીમદ્ભય આવે છે ને? “જિન સોહી હૈ આત્મા અન્ય સોહી હૈ કર્મ, કર્મ કટે જિન વચનસે એ તત્ત્વજ્ઞાનીનો મર્મ”
એ રાગ છે એ જિનસ્વરૂપ ભગવાન જિન સોહી યે આત્મા, એ રાગ છે એ જિનનું આત્માનું સ્વરૂપ પરિણામ નથી. વીતરાગ સ્વરૂપ આ ભગવાન આત્મા છે ત્રિકાળી વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એનું કાર્ય રાગ ન હોય. આહાહાહા ! પુંજાભાઈ ! આવી વાત છે ઝીણી. આહાહાહા !
પર્યાયષ્ટિવાળાને આ વાત બેસવી કઠણ ભારે, જેની દૃષ્ટિમાં પર્યાય છે ને એ, આંહી કહે છે જેની દૃષ્ટિમાં જ્ઞાયક નથી ને ! ભાઈ, જ્ઞાયક જે છે તેની દૃષ્ટિમાં નથી ને? એને આ પરિણામ આત્માના છે એમ લાગે, છે પુદ્ગલનું કાર્ય એ. એ જ્ઞાયક દૃષ્ટિ હોય તેને એ પુદ્ગલના પરિણામ એને લાગે, તેને એ જાણે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
એ અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં”શું પણ ટીકા? શું કહે છે? એ ભગવાનની સ્તુતિ ને ભક્તિનો ભાવ એની આધમાં કર્મ છે, એની મધ્યમાં કર્મ છે અને અંતમાં કર્મ છે. આધમાં કાંઈ પણ આત્માની નબળાઈ છે એ આધમાં છે એમ નહીં. આહાહા! ( શ્રોતા:- મોટા મોટા પંડિત ભડકી જાય એવું છે) ભડકી જાય એવું છે વાત સાચી છે. શું થાય? અને આ ભક્તિથી ધર્મ થાય એવું માનનારાય ભડકી ઊઠે એવું છે. દેવગુરુની ભક્તિ તે ધર્મ છે અને દેવગુરુની ભક્તિથી ધર્મ થશે, આહા બાપુ આકરી વાતું છે ભાઈ, છે ને સામે પુસ્તક છે કે નહીં? આહાહા ! (શ્રોતા:- પણ પુસ્તક તો કાંઈ બોલતું નથી એટલે સમજાય નહીં) આ એનો અર્થ તો થાય છે સ્પષ્ટ કરીને. આહા !
કહે છે કે આત્માની પર્યાયમાં નહીં, એ તો પુદ્ગલની પર્યાય છે. પરદ્રવ્ય પર્યાય કીધીને ભાઇ ગાથામાં છે ને પરદ્રવ્ય પર્યાય. એ દયા, દાન, વ્રત, ભક્તિ સ્તુતિના ભાવ એ પરદ્રવ્ય પર્યાય છે. એ પુદ્ગલદ્રવ્યની દશા છે. એ આત્માની પર્યાય નહીં, પાઠ બોલે છે ને? “નવી પરિણમઈ” એ વિકાર્ય છે “ન ગિન્નહી” એ પ્રાપ્ય છે “ન ઉપજઈ” એ નિર્વત્ય છે “ન પરદ્રવ્ય પરજાયે” એ રાગાદિના પરિણામ જે છે એ પરદ્રવ્ય પર્યાયમાં, આત્મા પરિણમતો નથી, વિકાર્ય ને ઉપજતો નથી ને એને પકડતો નથી. આહાહાહા ! બહુ ધીરેથી સમજવા જેવું છે, આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એની દિવ્યધ્વનિ એ સંતોએ અનુભવી ચારિત્રમાં અનુભવી હોં, એકલો અનુભવ સમ્યગ્દર્શન નહીં. આહાહા ! એમણે આ બનાવ્યું.