________________
ગાથા-૭૬
૨૦૭ કહે છે, કે જે કાંઈ વિકલ્પ ગુણગુણી ભેદનો વિકલ્પ ઊઠે, એ વિકલ્પના પરિણામનું કાર્ય કર્તા તો પુદ્ગલ છે, એ પરદ્રવ્યની પર્યાય છે. ભગવાન શાયક સ્વરૂપ સ્વદ્રવ્ય એની એ વિકારી પર્યાય, સ્વદ્રવ્યની કેમ હોય? આહાહાહા ! સમજાણું કાંઈ? કાંતિભાઈ ! સમજાય છે? આ બહુ ઝીણું છે તમારા ભુક્કા કરતા તો આ અખંડની વાતું છે. આહાહા. (શ્રોતા- એ તો પુદ્ગલની વાતો છે) આ તો રાગ થાય એ પુદ્ગલનો ભુક્કો છે. ભુક્કો એટલે પુગલની પર્યાય છે. આહાહાહાહા !
અરે પ્રભુ! કુંદકુંદાચાર્યનો પોકાર છે અને તીર્થકરોનો પોકાર છે, ભગવાન! તને તારી પર્યાયમાં જે રાગાદિ થાય, એ તારી પર્યાય નહીં. પ્રભુ તું તો દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપ છો ને? એ જ્ઞાયક સ્વરૂપથી ભરેલો ભગવાનના પરિણામ તો જાણવા દેખવાના શાયકના પરિણામ હોય. અરે આ રાગના પરિણામ પ્રભુ એ તારું અંતર્થાપક નથી, તું એમાં આદિમાં નથી. એ રાગના પરિણામની આધમાં તું નથી એની આધમાં પુદ્ગલ છે. આહાહા.. ગજબ વાત છે. કાળીદાસભાઈ ! આહાહા!
ઓલા બચારા પૂર્વના મા બાપો બચારા સાંભળ્યા વગર વયા ગયા. આવી તત્ત્વની વાત સાંભળ્યા વિના. હું? મળ્યું નથી શું થાય? અને તે લોજીક ન્યાયથી સિદ્ધ કરે છે. પ્રભુ તું તો જ્ઞાયકભાવ છો ને? તું સ્વરૂપ તારું તો જ્ઞાયક છે. એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવાના હોય કે એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ એ દયા, દાન, વિકલ્પ સ્તુતિ આદિના પરિણામ એના? આહાહાહાહા... બરાબર આવી ગયા છો હોં. પ્રેમચંદભાઈ ! ભાગ્યશાળી છે ને તાકડે આવી ગાથામાં આવી ગયા છે. છેટેથી આવ્યા છે લંડનથી, આવી વાત છે બાપુ, આહાહા... એ નવરંગભાઈ ! આહાહા !
એ તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને આધમાં, એ કર્મ જ તે ભગવાનની સ્તુતિ, વંદન વૈયાવચ્ચના પરિણામની આધમાં કર્મ છે એની આધમાં આત્મા બિલકુલ નથી. આહાહાહા! સમજાણું કાંઈ ? એની મધ્યમાંય પણ કર્મ છે. એની શરૂઆત પણ ત્યાંથી થઈ છે મધ્યમાં પણ તે છે, અંતમાં પણ તે જ છે પુગલ. એની મેળાયે ઝીણું પડે એવું છે. પ્રેમચંદભાઈ ! એની મેળાયે ઝીણું પડે એટલે એવું છે આવી ગયા છો ને બરાબર ઠીક ગાથાના ઓલામાં આવી ગયા ભાગ્યશાળી કહેવાય. આહા...
આરે ભાઈ ! આ તો ત્રણલોકનો નાથ જ્ઞાયકભાવ ભગવાન! એનું એ કાર્ય કેમ હોય રાગ ? એ રાગની આધમાં મધ્યમાં અને અંતમાં કર્મ છે, એની આધમાં શરૂઆત તારી છે ને મધ્યમાં પછી ઈ છે અને છેડામાં ઈ છે એમ નહીં. આમાં જ કર્મ છે મધ્યમાંય કર્મ છે અને અંતમાંય કર્મ છે. આહાહા! કહો, સમજાય છે આમાં?
આદિ મધ્ય અંતમાં વ્યાપીને, કોણ? ભગવાન એમ કહે છે કે અમારી ભક્તિના પરિણામ તને થાય, સ્તુતિના જે પરિણામ થાય, પ્રભુ એની આધમાં તું નહીં હોં, એ પુદ્ગલ એની આધમાં મધ્યમાં અને અંતમાં એ (પુદ્ગલ) છે. શરૂઆતેય ત્યાં મધ્યમાંય ત્યાં ને અંતમાંય એ ત્યાં. આહાહા ! બાપુ એ દૃષ્ટિ અને વિષય જે દૃષ્ટિનો છે એ તો બહુ અલૌકિક વાત છે. આહાહાહા !
કહો બાબુભાઈ ! આ બરાબર આવ્યા છો. ઠીક આ સરખાઈમાં, છોકરો નથી આવ્યો? (શ્રોતા- ના) ઠીક. આહાહાહા!