________________
ગાથા-૭૬
૨૦૫
અને નિર્વત્ય અને પુદ્ગલના તે સમયે તે જ ઉપજવાનું હતું પહેલું ધ્રુવ કીધું પછી ફે૨ફા૨ કીધો પછી નિપજ્યો છે કીધું, આહાહા ! કાંતિભાઈ ! આવું તમારે ક્યાંય સાંભળવા મળે એવું નથી. આહાહા... એ પુદ્ગલ જે કર્મ છે તેણે તેનાથી એ ભક્તિ આદિ સ્તુતિ વિનયઆદિ ૫૨માત્માનો એ પુદ્ગલથી ઉપજ્યો છે. છે ? પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય. ધ્રુવ, વ્યય અને ઉત્પાદ સાદી ભાષાએ કહીએ તો. પર્યાયનું ધ્રુવ જે સમયે તે રાગ થવાનો હતો ને થયો તે ધ્રુવ તે પ્રાપ્ય તેને પુદ્ગલ ગ્રહે છે, અને તે રાગ પહેલાં જે ફેરફાર થયો એ પણ પુદ્ગલ ફે૨ફા૨ વ્યય કરે છે. અને જે ઉપજ્યો છે રાગ, એને પુદ્ગલે ઉપજાવ્યું છે નિર્વત્ય. છે ને સામે પુસ્તક ? આહાહાહા !
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું એટલે વ્યાપ્ય નામ કાર્યરૂપી, કર્મરૂપી લક્ષણવાળું એ પુદ્ગલનું કર્મ છે. દેવીલાલજી ! હવે અત્યારે તો એ શુભભાવ કરતાં કરતાં નિશ્ચય થાય. અરેરે ! ક્યાં પુદ્ગલના પરિણામ કરે, તેને આત્માના જ્ઞાનપરિણામ થાય. ( શ્રોતાઃ– એની સન્મુખ થાય ) સન્મુખેય બિલકુલ નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ.
એવું વ્યાપ્ય એટલે કાર્ય, કાર્ય લક્ષણવાળું પુદ્ગલના પરિણામ સ્વરૂપ, એ તો પુદ્ગલના પરિણામ સ્વરૂપ કર્મકાર્ય, વ્યાપ્ય કહો કે કાર્ય કહો, એ પુદ્ગલ નામ કર્મના પુદ્ગલ જે છે, કેમકે ભગવાન આત્મા તો શાયક છે, જ્ઞાયકમાંથી પરિણામ થાય એ તો નિર્મળ થાય. ભગવાન આત્મા શાયક છે. એ જ્ઞાયકમાંથી તો જાણવાના પરિણામ થાય. એ વિકાર પરિણામ ક્યાંથી એમાંથી થાય ? સમજાણું કાંઈ ? ભાષા સમજાય છે થોડી ? તમે તો ગુજરાતી છો. કાલ ઓલા ભાઈ હતા થોડું નહોતા સમજતા. આહાહા !
એ પુદ્ગલ પરિણામસ્વરૂપકાર્ય, એ પૂજા ભક્તિ વંદન, વૈયાવચ્ચ એના પરિણામ એ પુદ્ગલ પરિણામ છે, એ તો પુદ્ગલનું કાર્ય છે. એ પુદ્ગલનું વ્યાપ્ય છે. આહાહાહા ! કર્તાનું કાર્ય, એ પુદ્ગલસ્વરૂપ કર્મ કર્તાનું કાર્ય, એ પુદ્ગલનું કાર્ય છે. અહીં પુદ્ગલ તેનો કર્તા અને તેનું તે કાર્ય છે, ભાઈ આ તો શબ્દો, અધ્યાત્મનું આ શાસ્ત્ર છે આ તો. આની તોલે આવે એવું અત્યારે કોઈ (શાસ્ત્ર ) નથી એવી એ ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા, એ જ્ઞાયકભાવથી ભરેલો જ્ઞાયકસ્વભાવ છે તેના પરિણામ તો એ રાગાદિ જે પુદ્ગલના પરિણામ થયા તેને જાણવાના સંબંધ તરીકે વાત કરી. એટલું જ્ઞેય જાણે, એ દયા, દાન, વંદન, ભક્તિ, વૈયાવચ્ચ, પૂજા, આદિ ભાવ એ પુદ્ગલના પરિણામ પુદ્ગલ તેનું વ્યાપ્ય છે. પુદ્ગલ કર્તા અને તેનું તે કાર્ય છે. આહાહા !
તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, શું કહે છે? કે જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ કે વિનય ૫રમાત્માનો, નામ સ્મરણઆદિ પ્રભુનું કે સ્તુતિ ભગવાનની એવો જે રાગ, એ રાગ જેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્ધ્યાપક થાય છે. એમાં અંતર્વ્યાપક પ્રસરે છે પુદ્ગલ, એ આત્મા પ્રસરતો નથી. આહાહાહાહા ! આવી વાત બાપા આકરી છે ભાઈ. એ ચેતનજી ! શું કહ્યું પ્રભુ ? જે કાંઈ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, એ પરિણામ પુદ્ગલનું કાર્ય છે. આહા ! અ૨૨૨ ! કેમકે શાયક સ્વભાવ ભગવાન એનું કાર્ય રાગ કેમ હોય ? આહા.... ઝીણી વાત છે ભાઈ. એ પુદ્ગલદ્રવ્ય પોતે, પુદ્ગલ દ્રવ્ય સ્વયં એમ, ૫૨ની અપેક્ષા નથી જેમાં, કમજોરી