________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી? આવો ઉત્તર છે. આવી વાત છે બાપા. આહાહા !
એનો ઉત્તર:- આવી જેને અંદરમાં, જિજ્ઞાસા પ્રશ્નની થઇ છે આ શું કહો છો આ તમે કહે? અરે! દેવગુરુશાસ્ત્રની ભક્તિ, સ્તુતિ, વંદન એ પરિણામ પુદ્ગલના કાર્ય? અને તેને જાણતો, જાણવાનો સંબંધ તો છે, જાણતા, જાણવાનો સંબંધ તો છે તો, જાણવાનો સંબંધ છે તો એની સાથે કોઈ કર્તાકર્મ છે કે નહીં એમ શિષ્યનો આવો ગંભીર પ્રશ્ન છે.
“વિ રમતિ જિન્દ”િ વિકાર્યથી લીધું છે, પરિણમઈ એ વિકાર્યથી લીધું છે. ગિન્નહીં એ પ્રાપ્ય છે, ઉપજઈ એ નિર્વત્ય છે. પણ અહીં સામાન્ય કર્તાકર્મમાં કહ્યું એમાં નિર્વત્ય વિકાર્યને પ્રાપ્ય કહ્યું છે. ભાવાર્થમાં ભર્યું છે ને જરી, “વિ પરિમિ”િ એ પુણ્યના પરિણામ છે એ પરદ્રવ્ય પર્યાય છે. આહાહાહા ! પ્રેમચંદભાઈ ! આવી વાતું છે બાપા! એ દયા, દાન, ભક્તિ, વ્રત ભગવાનના પરિણામ સ્તુતિ, વંદન એ પરદ્રવ્ય પર્યાય છે. આહાહા! “TIળી નાગંતો” જ્ઞાની અને જાણવાનો વ્યવહાર શેય-જ્ઞાયક સંબંધ છે. “નાગંતો વિ૬ પોનિમ્ન મળેયવિ” આને જાણતો પણ તે પરદ્રવ્યમાં પોતે ઉપજતો નથી. પરદ્રવ્યની પર્યાયને જાણતા છતાં પરદ્રવ્યની પર્યાયને કરતો નથી.
વિધવિધ પુગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ટીકા:- ગાથામાં પહેલું વિકાર્ય લીધું છે, પછી પ્રાપ્ય લીધું છે અને પછી નિર્વત્ય લીધું છે. ગાથામાં સમજાય છે કાંઈ? અને ટીકામાં એનું યથાર્થપણું એવું છે કે પહેલું પ્રાપ્ય લીધું છે, એટલે કે પુદ્ગલ જે છે કર્મ ને શરીર બેય આંહી તો લીધું છે ને? કર્મ ને શરીર એના જે સમયે પર્યાય થવાની રાગની, ભક્તિની સ્તુતિની રાગ, તે તેનું પ્રાપ્ય છે. એટલે ? તે પુદ્ગલ છે તે તેના રાગના ભક્તિના ભાવને પ્રાપ્ય નામ ગ્રહે છે. એ એને ગ્રહે છે, ઝીણી વાત છે આજની. આ દરરોજની ઝીણી છે અહીં તો. આહાહા ! પ્રાપ્ય એ પુદ્ગલ જે છે. શરીર અને કર્મ એની જે પર્યાય અહીંયા રાગ ભક્તિ આદિ ભગવાનની એના જે પરિણામ એ પુદ્ગલનું પ્રાપ્ય છે, પુદ્ગલનું ધ્રુવ છે, પુદ્ગલનો તે સમયે રાગ તે ધ્રુવ ઉત્પન્ન થવાનો બરાબર ઉત્પન્ન થાય, ધ્રુવ છે તેને પુદ્ગલ રહે છે. આહાહાહા !
પ્રાપ્ય એટલે તે સમયે તે પુગલનું કર્મનું શુભભાવરૂપે થવું એ પુદગલનું પ્રાપ્ય છે એટલે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે સમયે તે નિશ્ચય થવાના તે થયા છે. આહાહાહાહા! ઝીણું બહુ ભાઈ. અને તેથી તે પુદ્ગલ તેને પ્રાપ્ય નામ તે સમયે તે થવાના પરિણામ પુદ્ગલને લઈને તે તેથી તેનું એ પ્રાપ્ય એટલે પુદ્ગલ તેને ગ્રહે છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ધીમેથી સમજવી. આ ગાથાઓ જ ઝીણી છે બધી.
પ્રાપ્ય, નિર્વત્ય, વિકાર્ય જે પુદ્ગલ છે તેમાં વ્યય થાય છે. આમ ફેરફાર થાય છે એ પુદ્ગલને લઈને અંદર રાગની ઉત્પત્તિનો વ્યય થવો પૂર્વની પર્યાયનો વ્યય થવો, એ પુદ્ગલને લઈને છે. રાગ અને ભક્તિ આદિના પરિણામ થાય, તે પરિણામને પુગલ પ્રાપ્ય ધ્રુવપણે ત્યાં તે જ થવાના તે થયા તેને ગ્રહ્યું અને પૂર્વની પર્યાયનો ફેરફાર થયો તે પણ વિકાર્ય પણ પુગલે કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય વિકાર્ય એ પુદ્ગલે કર્યું છે. આહાહાહા.. ઝીણું બહુ બાપુ.