________________
ગાથા-૭૬
૨૦૩ નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ-જીવ પુદ્ગલકર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.
જીવ પુગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વત્ય કર્મ નથી. જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુગલકર્મરૂપે પરિણાવી શકતો નથી કારણકે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે?માટે પુગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
પ્રવચન નં. ૧૬૪ ગાથા-૭૬ તા.૦૯/૦૧/૭૮ મંગળવાર પોષ સુદ-૧૨
હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એટલે કે આત્મામાં થતા દેવગુરુશાસ્ત્રની ભક્તિના પરિણામ, કે પંચમહાવ્રતના પરિણામ, કે ભગવાનની સ્તુતિના પરિણામ એ પરિણામ પુદ્ગલ કર્મનું કાર્ય છે. આહાહા ! આવી વાત છે. પુદ્ગલ કર્મનું એ કાર્ય છે. એ પુદ્ગલ કર્મના પુદ્ગલના કાર્યને જાણતા એવા જીવને, એ શુભ-અશુભ ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવ, એ બધા પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહીં. એ પુદ્ગલના કાર્યને પુદ્ગલકર્મ એટલે કાર્ય, એ આકરી વાત પડે, ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, દેવગુરુની પ્રશંસા તથા વિનય આદિનો ભાવ, એ બધો રાગ છે અને એ રાગ પુદ્ગલનું કાર્ય છે. આહાહા!
કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. એ જ્ઞાયકને વિકારી પરીણામ કેમ હોય? અવિકારી ભગવાન આત્મા અને વિકારી પરિણામનું કાર્ય કેમ હોય? એ વિકારી પરિણામનું કાર્ય તો પુદ્ગલનું છે કહે છે. ગજબ વાત છે ને? એ પુદ્ગલ છે, વિકારી પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે એમ, પછી પુદ્ગલ અભેદ કરીને કહે છે. આહાહા ! એને જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્મનું કર્તાકર્મપણું છે કે નથી. એટલે કે શું પૂછયું? કે જ્યારે પુણ્યના ભાવ દયા, દાન, ભક્તિ, વ્રતાદિના ભાવ થાય છે એ પુદ્ગલનું કાર્ય છે એમ જાણે તો છે આત્મા, એટલો તો સંબંધ છે કહે છે. જાણતાં એવા જીવને, જાણે છે એવા જીવને, પુદ્ગલ સાથે કર્તા કર્મ, જાણે છે ને એની સાથે, એને જાણે છે, તો જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે એટલે શુભ-અશુભ ભાવ સાથે કર્તાકર્મપણું છે કે