________________
શ્લોક-૪૯
૨૦૧ કર્તાકર્મભાવ ન હોય?' વ્યવહારરત્નત્રયમાં વ્યાપ્યવ્યાપકપણે આત્માનું નથી માટે તેમાં કર્તાકર્મપણું નથી. આહાહાહા!
આવું જ જાણે છે તે પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે – પુદ્ગલ પરિણામ-રાગ આદિ છેલ્લે (ટકામાં) કહ્યું હતું ને...! “આવું જ જાણે છે તે પુદ્ગલને એટલે રાગાદિના પરિણામ પુદ્ગલ અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. ભગવાન આત્મા કર્તા ને દયા, દાનના ને ભક્તિના ને સ્તુતિના પરિણામ તે કાર્ય એમ જ્ઞાની માનતો નથી એમ કહે છે. આહાહા ! છે? “પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. “એમ જાણતાં તે જ્ઞાની થાય છે... આહા. હા! કર્તાકર્મભાવથી રહિત થાય છે. અને જ્ઞાતા દેખા જગતનો સાક્ષીભૂત થાય છે. વિશેષ કહેવાશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
6) પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી, જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે ?
જુઓ એક વિચાર સવારે આવ્યો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા ! જુઓ તો ખરા ! વસ્તુ જ આમ છે. અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો...
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૦)