________________
૨૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી એકૅય લીટી ન્યાં... આહાહા ! (શ્રોતા:- સમજવા તો આવ્યા છે !) વાત સાચી કરી. આહાહાહા.....
આહાહા ! દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ એમ. દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ-તે પર્યાયનો આત્મા અને પર્યાયનો ભાવ ! એનું સ્વરૂપ-સત્ત્વ ! એટલે આંહી રાગના દ્રવ્ય-સત્ત્વ, એની હારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....?
ઝીણું બહુ બાપુ! આહાહા.. વીતરાગ મારગ ! સર્વજ્ઞ પરમેશ્વર. આરે....! આહાહા! જેને લોકાલોકનું જ્ઞાન કહેવું ઈ કહે છે વ્યવહાર છે. અને એ જ્ઞાન લોકાલોકને કોળિયો કરી ગ્યું ! પ્રવચનસારમાં” તો આવે છે ને. કોતરાઈ ગયું, જ્ઞાનમાં કોતરાઈ ગયું! ખોડાઈ ગયું. પ્રવચનસારમાં પહેલા ભાગમાં આવે છે ને.. આવશે આગળ ! આ તો સમયસાર છે. પ્રવચનસારમાં છે “એ બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય!... કારણ કે એ સંબંધી જ્ઞાન થયું ને..! એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું! આહાહા!
આમ દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે' દ્રવ્ય વસ્તુ છે તે અવસ્થામાં વ્યાપે-દ્રવ્ય જે વસ્તુ છે ઈ પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે, ઈ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય જ નથી. આહાહા ! (શ્રોતાઃ- એ પુદગલ છે રાગ ?) પુદગલ !
દ્રવ્ય-વસ્તુ પર્યાયમાં રહે-વ્યાપે કાર્ય થાય અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે' કાર્ય થઈ જાય-દ્રવ્ય વડે કાર્ય થાય. પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય! આવો મારગ વીતરાગનો. આમાં. લંડનમાં ક્યાં બીજે ક્યાં. અનાર્ય દેશ, લંડનમાં ! (શ્રોતા- એમાં આ સાંભળવાય ન મળે !) સાંભળવા ન મળે? સાચી વાત બાપા! અરે..! આવી વાત બાપા! પ્રભુ તું કોણ છો? આહાહાહાહા.....
તારા દ્રવ્યનું ને પર્યાયનું સત્ત્વ તો એક છે, કહે છે. અને ઓલા રાગનું ને પુગલનું સત્ત્વ (તારાથી) ભિન્ન છે! પુદ્ગલની હારે (એનું સત્ત્વ) ગયું! પુદ્ગલ દ્રવ્ય છે ઈ એનો આત્મા ઈ એનું સ્વરૂપ ને એનું સત્ત્વ ! તેવો જ રાગ, એનું સ્વરૂપ છે એનો આત્મા સ્વરૂપ ને સત્ત્વ ! આહાહાહા !
ધીમે...થી.. કહેવાય છે પ્રભુ! થોડો વિચાર કરવાનો વખત મળે ! અરે ! પરમાત્માના વિરહ પડયા, ત્રણલોકનો નાથ ભગવાન બિરાજે છે, એની “આ વાણી છે' શબ્દો તો ભગવાન પાસેથી (સાંભળીને) લાવીને “આ” ગાથા બનાવી, (અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્યો) કહે છે ને તે પણ જાણે કુંદકુંદાચાર્યના પેટમાં પેસીને.. આહાહા... ટીકા એણે કરી છે.
(કહે છે કે, “આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય છે ને ઈ અભિન્ન સત્તાવાળા પદાર્થમાંજ હોય, પર્યાયને દ્રવ્ય એ અભિન્ન સત્તા થઈ “અતસ્વરૂપમાં અર્થાત્ જેમની સત્તાસત્ત્વ ભિન્ન છે એવા પદાર્થોમાં ન જ હોય' –ભગવાન આત્માનું સર્વ દ્રવ્ય ને પર્યાયનું સત્ત્વ છે. પણ જે વ્યવહાર-રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્ત્વ ને સત્ તદ્દન ભિન્ન છે. આહા... હા.. હા! એ... ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે બાપા! પરમાત્માની વાણી છે, ભગવાનની- ત્રણ લોકના નાથ તીર્થંકરદેવની છે આ તો વાત. આહા!
“જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં કર્તાકર્મ ભાવ હોય, જયાં વ્યાપ્યવ્યાપક ભાવ વિના,