________________
શ્લોક-૪૯
૧૯૯ ‘દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે આંહી તો... ઈ સિદ્ધ કરવું છે ને...! પરથી ભિન્ન સિદ્ધ કરવું છે ને ! રાગ આદિ પુદ્ગલના ભાવ એનાથી ભિન્ન સિદ્ધ કરવું છે ને એથી આંહી કહે છે કે “દ્રવ્યને પર્યાય અભેદરૂપ જ છે.” દ્રવ્ય જે જ્ઞાયકભાવ અને નિર્મળ પર્યાય તે અભેદ છે. સ્વના આશ્રયે થયેલી તે અભેદ છે. અભેદનો અર્થ પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ છે એમ નથી. પણ. પર્યાય આમ. જે ભેદરૂપ હતી (પરસનુખ) એ પર્યાય આમ ( સ્વસમ્મુખ) થઈ તે અભેદ થઈ!
આહાહા ! એક. એક શબ્દના અર્થ આવા પણ પકડાઈ એવું છે, ભાષા તો સાદી છે પ્રભુ! પણ તું એવો છો અંદરમાં અલૌકિક ચીજ! આહાહા...
એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ-મોક્ષના મારગના તે વ્યાપ્ય છે. આમ દ્રવ્ય ને પર્યાય અભેદરૂપ જ છે. આંહી ઓલા દ્રવ્ય ને પર્યાય જુદા છે એ આંહી નથી સિદ્ધ કરવું. સંવર અધિકારમાં તો ઈ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે! પર્યાયનો ભાવ ભિન્ન છે! દ્રવ્યનો ભાવ ભિન્ન છે!! અહીંયા તો પુદ્ગલના પરિણામથી ભિન્ન બતાવ્યો એવાં જે જ્ઞાનના પરિણામ થયાં તે તે જ્ઞાતાનું વ્યાપ્ય છે, જ્ઞાતા તેનો કર્તા છે! આહાહા !
આમાં ધરે એની મેળે સમજે તો શું એમાંથી કાઢે ? એય મોટાણી? પ્લાસ્ટીકનો ભુક્કો કાઢે (કર્તાપણાના) ભાવ કરે ! બીજું શું છે. પ્લાસ્ટીકનો ભુક્કો કાઢી શકતા નથી. આહાહા ! ભારે કામ બાપુ આહા.....
જુઓ ! પાછું શું કહે છે? કે જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્ત્વ તે પર્યાયનો આત્મા, અથવા જોયું? જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ દ્રવ્યનો આત્મા સ્વરૂપ ! સ્વરૂપ અથવા સત્ત્વ! (એટલે ) દ્રવ્યનો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું સત્ત્વ! ફરીને વધારે લેવાય છે હોં? ફરીને વસ્તુ છે જે ભગવાન આત્મા આપણે અત્યારે એના ઉપર લેવું છે ને.... !
એનું દ્રવ્યનું સ્વરૂપ આત્મા, એટલે સ્વરૂપ મૂળ તો આ વ્યાખ્યા કરી કે, દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ તે દ્રવ્યનું સ્વરૂપ !તે દ્રવ્યનું સર્વો! સત્... સત, પ્રભુ જ્ઞાયક ! સત્ સદ્ભવ્ય, તેનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ !! સનું સત્ત્વ ! તે જ પર્યાયનો આત્મા, પર્યાયનો ભાવ, તે જ પર્યાયનું સ્વરૂપ ને તે જ પર્યાયનું સત્ત્વ! દ્રવ્યનું-સનું સત્ત્વ અને પર્યાયનું સત્ત્વ બેય એક છે આ અપેક્ષાએ! પરનું સત્ત્વ જુદું પાડવું છે ને અત્યારે ! આહાહા !
દયા-દાન-ભક્તિ-સ્તુતિનો રાગ છે તે પુગલનું-સનું સત્ત્વ છે! આ નિર્મળપર્યાય ને નિર્મળ ભગવાન (આત્મદ્રવ્ય) કે જે દ્રવ્યનો આત્મા! દ્રવ્યનો જે સ્વભાવ ! તે જ સ્વરૂપ તે તેનું સત્ત્વ! તે જ પર્યાયનો આત્મા! આહાહાહા ! આ એવું ત્રિકાળીનું સ્વરૂપ એવું છે ને..! પર્યાયનો આત્મા તે ત્રિકાળી સ્વરૂપ અને સત્ત્વ! “આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપી છે” દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્ય નિર્મળપર્યાયમાં વ્યાપે છે. આહા... હા! કઈ અપેક્ષાનું કથન છે ! એક બાજુ કહે છે કે પર્યાય ષકારકથી પરિણમે છે તેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, આંહી તો પરથી પુદ્ગલના પરિણામથી (જે) રાગ-દયા–દાન-વ્રતાદિ એનાથી ભિન્ન બતાવવા દ્રવ્યનું સ્વરૂપ તે પર્યાયનું સ્વરૂપ છે એમ કીધું છે. કેવી અપેક્ષા વીતરાગમાર્ગની! આહાહા !
કહો લાભભાઈ ? સમજાય છે કે નહીં “આ”, ત્યાં તમારે વડોદરામાં કાંઈ સમજાય એવું