________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે એનો અભાવ છે. આવી વાતું છે. - પહેલું તો એમ કહ્યું'તું રાગનું જ્ઞાન પછી એમ કહ્યું કે રાગનું જ્ઞાન એ કાર્ય છે, એનો અભાવ છે. જેમ ઘટકુંભારનો અભાવ છે, એમ રાગનું આ જ્ઞાનપરિણામ કીધું એ કાર્ય એનું છે એનો અભાવ છે. ધીમેથી સમજવું બાપુ ! આ તો ગાથા એવી આવી છે, પહેલી આવી'તીને પણ ફરી વાર લીધી, રામજીભાઇ કહે ફરીવાર લેવી છે, અડધી તો હાલી ગઇ'તી પરમ દિ' અડધી બાકી હતી આ. ધીમેથી સમજવું, નો સમજાય એના પ્રશ્નો કરવા. હૈં (શ્રોતા:- પ્રશ્નમાં જરી બીક લાગે છે) બીક, નથી આવડતું એમ બીક લાગે એમ એમાં બીક લાગે એમ એમાં બીક શેની? આશંકા તો થાય ને, સમજવા માટે આશંકા હોય, શંકા નહીં કે તમારું કહેવું ખોટું છે એમ નહીં, પણ તમે કહો છો એ મને સમજાતું નથી એમ, એમ કહે છે વાંધો શું છે?
ત્રણલોકના નાથ એ વાણી કરતા હશે વાણી અને એ ગણધરો અને ઇન્દો સાંભળતા હશે એ કેવું હશે બાપુ. ત્રણલોકનો નાથ બિરાજે છે સીમંધર ભગવાન ! દિવ્ય ધ્વનિમાં ઇન્દ્રો બેસે છે ગણધરો બેસે છે એકાવતારી ઇન્દ્ર એકભવતારી ઇન્દ્ર-ઇન્દ્રાણી બાપુ એ વાત કેવી હોય. એ ત્રણ જ્ઞાનના ઘણી એકાવતારી ઇન્દ્રો પણ જેને વાણી સાંભળવા ગલુડીયાની જેમ બેસતા. બાપુ એ અલૌકિક વાતું છે ભાઇ વીતરાગની વાણી કોઇ અલૌકિક છે. આહા!
અત્યારે તો રાગને નામે વીતરાગ માર્ગને ખતવી નાખ્યો છે. અજૈનને જૈન નામે ખતવી નાખ્યો છે. આહાહાહા ! ઝીણું પડે ભાઇ. શ્વેતાંબર અને સ્થાનકવાસીને અજૈન અન્યમતિ કહ્યા છે અને આ તો આ સંપ્રદાયમાં રહ્યા છે એનેય રાગના નામે ખતવી નાખે એ પોતે અજૈન છે. નવરંગભાઈ ! આહાહાહા ! પુગલપરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ–કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકનો અભાવ છે. રાગ-વ્યાપક છે અહીં રાગનું જ્ઞાન કીધું'તું તેથી રાગ વ્યાપક છે, રાગ કર્તા છે, અને અહીં જ્ઞાન તેનું કર્મ છે એમ નથી. સમજાણું કાંઇ? આપણે તો અહીં આવી ગયું છે પરમ દિ' પહેલે દિ’ આવ્યું છે વધારે પહેલે દિ'. આહાહાહા! બાપુ વીતરાગ વાતું એવી છે શું ચીજ છે. પ્રભુ એ કાંઇ સાધારણ વાત નથી.
વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ આહા! નપુંસકને વીર્ય ન હોય પ્રજા ન હોય એમ જે રાગના પરિણામનો કર્તા થાય તેને ધર્મની પ્રજા ન હોય, રાગને રચે તે વીર્ય નહીં નપુંસક કહ્યો છે. એય ! આહાહાહા હૈિં? ( શ્રોતાકિલબ કીધો છે ને) કિલબ કીધો છે કિલબ બે ઠેકાણે પુણ્ય-પાપમાં અને અજીવ અધિકારમાં છે ને બધી ખબર છે. નપુંસક છે પાવૈયા, હીજડાઓ છે. હિજડાના હિજડાને વીર્ય ન હોય પુત્ર ન થાય. એમ રાગના પરિણામમાં ધર્મ માનનારાઓ હિજડા છે એને ધર્મ ન થાય. હૈં? (શ્રોતા – ભાષા બહુ આકરી વાત છે) આકરી ટીકામાં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે, કિલબ નપુંસક. આહાહાહા! ભાઈ તું મહા, વીર છો ને પ્રભુ? આહાહાહા ! તારી વીરતાની શું વાતું કરવી, કહે છે? આહા! વીર્યગુણ છે એ પણ એનું જ્ઞાનગુણમાં એક એક ગુણમાં રૂપ પડયું છે. વીર્ય ગુણનું રૂપ એક એક ગુણમાં પડયું છે. એકએક ગુણમાં પણ વીર્ય રૂપ છે.
એવો જે વિર ભગવાન આત્મા ! એની જ્યાં દૃષ્ટિ સમ્યગ્દર્શન થયું, એવા અનંતાગુણનો