________________
શ્લોક-૪૯
૧૯૫ આહાહા ! વ્યાખ્યવ્યાપતા તાત્મનિ ભવેત્' – વ્યાપ્યવ્યાપકપણું એટલે કર્તાકર્મપણું તસ્વરૂપમાં હોય' –રાગ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેથી “વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય.” આત્મા વ્યાપક અને એના જ્ઞાનપરિણામ તે વ્યાપ્ય હોય. પરથી જુદું પાડીને બતાવવું છે ને અત્યારે ! આહાહા ! તે વ્યાપક (ને) વ્યાપ્ય, એટલે જ્ઞાનના પરિણામ, અને વ્યાપક તે આત્મા. તે તસ્વરૂપમાં જ હોય. રાગ-દયા-દાન-વ્રત-ભક્તિનો, સ્તુતિનો રાગ, એ કાંઈ તસ્વરૂપ નથી, એ કાંઈ આત્મસ્વરૂપ નથી. આહાહાહા!
તેથી વ્યાપ્યવ્યાપકપણું એટલે કે કર્તાકાર્યપણે તસ્વરૂપમાં હોય. એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય (તેથી) કર્તા આત્મા અને જ્ઞાનપરિણામ કાર્ય. આહા! અતસ્વરૂપમાં ન જ હોય' (એટલે) રાગ જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તે અતસ્વરૂપ છે. આહાહાહા! આવી જાતનો ઉપદેશ હવે નવા અજાણ્યા માણસને તો એવું થાય કે શું આ તે કહે છે!! એક જણો કહેતો તો હો ઓલો છોકરો આ આવ્યા'તાને રાજકોટવાળા-છોકરો કોક મહારાજ શું છે આ આમાં સમજાતું નથી કહે તો તો છોકરા આવ્યા'તા ને કાલે એમાં કોઈ મોટો છોકરો હતો બહાર નીકળાને પગથીયે કાંઈ સમજાતું નથી. પણ કે દિ' સમજાય સાંભળવા મળ્યું નથી અને પરિચય નથી. આહાહા ! છોકરો હતો પાઠશાળાના આવ્યા છે ને બધા. આહાહા !
વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય એક વ્યાખ્યા એટલે? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપઆનંદસ્વરૂપ (છે), એના પરિણામ પણ જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ, એ આત્મા વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એ એનું તસ્વરૂપ છે. ઈ તસ્વરૂપમાં કર્તા-કર્મપણું હોય, તસ્વરૂપમાં વ્યાપ્યવ્યાપકપણું હોય, તસ્વરૂપમાં કારણ-કાર્યપણું હોય. આહાહા ! (શ્રોતાઃ- દ્વાદશાંગશાન એ તસ્વરૂપ કહેવાય કે નહીં?) બહારનું બહારનું જ્ઞાન, એ જ્ઞાન નથી. ઈ પરજ્ઞાન છે! પરસત્તાવલંબી !
એ આવી ગયું છે આપણે શેયનિષ્ઠ-શેયનિમગ્ન! બેનના પુસ્તકમાં આ લખ્યું છે. આમેય અગ્યાર અંગનું (જ્ઞાન) અનંત વાર કર્યું છે. નવ પૂર્વ અનંતવાર થયાં છે! એ સ્વય હોય તો તો કલ્યાણ થઈ જાય ત્યાં, એનાથી એક ભવ ઘટયો નથી. આહાહા ! (શ્રોતા:- વધ્યો ખરો!) એ ભવ જ છે ત્યાં વધવાનું શું? ઈ પોતે જ ભવસ્વરૂપ છે, જેમ રાગ ભવસ્વરૂપ છે એમ “પરસંબંધીનું જે જ્ઞાન સ્વનું મૂકીને એ ભવસ્વરૂપ જ છે! આહા!
ઝીણી વાત છે પ્રભુ! આહાહા ! આવો વીતરાગ મારગ ! સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી છે વાણી એ “આ” વાણી છે સાર! આ તો સમયસાર છે! ઓલું-પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર! “આ તો આત્માનો સાર!! આહાહા !
વ્યાપકવ્યાણકપણે તસ્વરૂપમાં જ હોય” – જોયું? તસ્વરૂપમાં “જ” હોય ! એકાંત કરી નાખ્યું. કથંચિત્ તસ્વરૂપમાં અને કથંચિત્ અતસ્વરૂપમાં એમ નહીં. આહાહા! એ અસ્તિથી કહ્યું. હવે ‘ગતવાત્મનિ પિ ન થવ' “અતસ્વરૂપમાં ન જ હોય.” અને વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના કર્તુર્મસ્થિતિ: 1:' – કર્તાકર્મની સ્થિતિ કેવી ? આહાહા ! રાગનું કાર્ય આત્માનું ને કર્તા આત્મા એમ અતસ્વરૂપમાં એમ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ.?
તસ્વરૂપમાં આવે, આત્મા કર્તા અને એના શુદ્ધસ્વભાવના મોક્ષમાર્ગના પરિણામ