________________
ગાથા-૭૫
૧૯૩ રાગથી થઈ નથી. રાગને જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી. થયું છે પોતાથી. એ પોતાના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય, જીવનું નથી. આહા. હા ! છે?
એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે.” રાગનું જ્ઞાન, એમાં એ (રાગ) નિમિત્ત છે, (જ્ઞાન) તો, પોતાનું પોતાથી થયું છે રાગને જાણવાનું જ્ઞાન પણ જ્ઞાન પોતે પોતાથી થયું છે. એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે અને તે શેય-શાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી.
રાગનું કાર્ય નથી આત્માનું પરિણામ ઈ તો પહેલાં આવી ગયું છે. આંહી તો હવે આત્માનું જ્ઞાન થયું અને રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાના ઉપાદાનથી, એમાં રાગ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. નિમિત્તનો શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી.
ભાષા તો સાદી છે પણ હવે, ભાવ તો ભઈ ભાવ તો જે હોય તે આવે એમાં એને કંઈ હળવા કરી નંખાય કાંઈ? ... આહાહા ! આવું સ્વરૂપ છે !
માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે' લ્યો! સરવાળો. એ આત્મા જ્ઞાયક છે, એણે સ્વને જાણ્યો અને રાગ થાય છે તેને પરને જાણ્યો, એવું જે શેયજ્ઞાયક (પણું ) તો વ્યવહાર માત્ર ! છતાં તે રાગનું કાર્ય આત્માનું નથી. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે-રાગ આત્માનું કાર્ય નથી, પણ રાગસંબંધી જ્ઞાન જે પોતાથી જ્ઞાન થયું છે તે જ્ઞાતાનું કાર્ય છે. આહાહા ! છે? “માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે.' એ પણ હજી ભેદ છે. એ આંહી પરથી જુદું બતાવવું છે ને, નહિંતર તો રાગસંબંધીનું જ્ઞાન ને પોતાસંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે, એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે એ પણ વ્યવહાર કીધો! (ખરેખર તો ) એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કર્તા અને પરિણામ એનું કાર્ય (છે), એને આત્માનું કાર્ય (કહ્યું એ તો) પરથી જુદું પાડવાને કહ્યું છે. આહાહાહા!
આટલા બધા ભેદ, ક્યાં સમજવા ! વીતરાગ મારગ એવો છે ભાઈ ! બહુ સૂક્ષ્મ-ઝીણો છે!! આહાહા!
હવે, આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. લ્યો! ગાથા પૂરી થઈ, ટીકા (પૂરી થઈ )
0
0