________________
૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪
(
શ્લોક - ૪૯
)
ક
(શાર્દૂત્રવિહિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४९।। હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્ધઃ- [ વ્યાખ્યવ્યાપકતા તાત્મનિ ભવેત] વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, [ તવાત્મનિ પિ ન થવ] અતસ્વરૂપમાં ન જ હોય. અને [ વ્યાયવ્યાપભાવનગ્નવતે]વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના[ ર્તુસ્થિતિ: ] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ રૂતિ ઉદ્દામ-વિવે-સ્મરમદોમારે] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ તમ: મિત્ત્વન] અજ્ઞાન-અંધકારને ભેદતો,[ :Y: પુમાન] આ આત્મા [ જ્ઞાનમૂય] જ્ઞાનસ્વરૂપ થઈને, [ તવા] તે કાળે [વર્તુત્વશૂન્ય: સિત:] ક્નત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થ-જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભત્નિ છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯.
પ્રવચન નં. ૧૬૩ શ્લોક-૪૯
તા. ૦૮/૦૧/૭૯ व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४९ ।।