________________
૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રીમદ્રાજચંદ્ર) “સ્વદેશ' શબ્દ વાપર્યો છે.
આહા.. હા! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ ગુણનો દરિયો છે તે પોતે સ્વદેશ છે. અને ચાહે. તો ભગવાનનું સ્મરણ આવવું, પંચ પરમેષ્ઠિની ભક્તિ-સ્તુતિ થવી એ રાગ તે પરદેશ છે. હજી એકાદ ભવ પરદેશમાં રહેવાનું છે! પછી તો.. અમે સ્વરૂપમાં સ્વદેશમાં ચાલ્યા જશું!! આહાહા !
બહુ વાત આકરી બાપા! મારગ સમયસારનો મારગ કોઈ અલૌકિક છે. સમયસાર એટલે આત્મા, એનો મારગ એમ. (શ્રોતા:- અલૌકિક મારગ તો સહેલો હોવો જાઈ ) મારગ સહેલો છે, અણ અભ્યાસે દુષ્કર થઈ ગ્યો છે. દુર્લભ કીધું છે ને..! સમ્યગ્દર્શન દુર્લભ કીધું છે! એ અપેક્ષાએ સ.. જ્ઞાયક સ્વભાવ છે! “છે' તેને પામવું છે તેને પામવું એ તો સરળ છે! એ શ્રીમદેય કહ્યું છે ને.“સત્ સરળ છે, સત્ સહજ છે, સત્ સર્વત્ર છે! આહાહા!
આહાહાહા ! એમ. ભગવાન આત્મા સ છે! સર્વત્ર છે! સરળ છે! પોતે છે! આહાહાહા... જ્ઞાયકસ્વભાવભાવ ભગવાન!! એને કહે છે કે જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય તેથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે? એમ પ્રશ્ન છે. આહા.. હા ! છે? “પુદ્ગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ.... છતાં પણ પુ લ પરિણામ જેનું નિમિત્ત છે” એટલે કે જે દયા-દાન-ભક્તિ-વ્રત-તપનો વિકલ્પ ઊયો છે રાગ તે પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે તે કોણ “એવું જે જ્ઞાન” આહાહા ! જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી જુઓ પાછું રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી એમાં રાગ નિમિત્ત છે. રાગના જ્ઞાનમાં એ (રાગ) નિમિત્ત છે. જ્ઞાન થયું છે રાગનું જ્ઞાન થયું છે ઈ પોતાના ઉપાદાનથી થયું છે!આહાહા ! બહુ ઝીણું બાપુ ! મારગડા... ઝીણા ભાઈ.! આહાહા!
જ્ઞાયક” કહેતાં એમાં બધાં સિદ્ધાંત સમાઈ જાય છે, એ “જાણનારો' પણ જાણનારો છતાં...ઈ આવી ગયું છે ને. છઠ્ઠીગાથામાં “જ્ઞાયક' અ વિ દોઢિ પૂનત્તો, ન પૂમતો બાળકનો ૬ નો માવો! પર્વ મMતિ શુદ્ધ, પાવો તો સો હું સો વેવ!! જાણનાર જાણનારને જાણે છે!
આંહી કહે છે કે “જાણનાર જાણનારને જાણે છે એ વાત બરાબર છે, હવે ઈ જાણનારમાંજાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કાંઈ કરતું નથી એમ એનો અર્થ છે. આહાહા ! છે? “પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે” “એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે' – તે જ આત્માનું કાર્ય છે. આહાહા ! રાગનું જ્ઞાન થયું માટે રાગનું એ કાર્ય છે અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી. આહાહા!
ઈ તો પહેલાં આવી ગયું છે, જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે ઈ એમ તો નથી. પણ રાગ આત્માનું કાર્ય છે, રાગનું આંહી જ્ઞાન થયું માટે આત્માનું કાર્ય રાગ છે એમ નથી. આહા.. હા ! આવું છે! પ્રેમચંદભાઈ...? ઝીણી વાતું છે બાપા! બરાબર પણ આવી ગયા આ ભાગ્યશાળી બરાબર ગાથા એવી આવી છે ને!
પુગલ.. શેય ! એ રાગ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તે શેય અને આત્મા જ્ઞાયક એવો વ્યવહાર માત્ર હોવા છતાં, વ્યવહાર માત્ર હોવા છતાં આહાહા! “પણ... પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે (એવું જે જ્ઞાન તે) આંહી જાણવાની પર્યાય થઈ છે પોતાથી,