________________
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪
પ્રવચન નં. ૧૬૩ ગાથા-૭૫ તા.૦૮/૦૧/૭૯ સોમવાર પોષ સુદ-૧૧
૭૫, ગાથા. નીચેની ચાર લીટી છે, આહીંથી છે. “આ રીતે' છે ને?
જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે એટલે જ્ઞાયક સ્વભાવ જેની દૃષ્ટિમાં અનુભવમાં આવ્યો એ જ્ઞાયકસ્વભાવ (નો) તો જાણવાનો-દેખવાનો સ્વભાવ છે. એ જાણવા-દેખવામાં કહે છે કે “પુલના પરિણામનું જ્ઞાન” તે વખતે ત્યાં આગળ રાગ આદિ, દ્રષઆદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ થાય તે “પુગલ પરિણામ' કહેવામાં આવે છે. તેનું જ્ઞાન કરે છે (જ્ઞાની)– એનું જ્ઞાન કરે છે! જ્ઞાયકસ્વભાવ હોવાથી, “જાણનાર-દેખનાર હોવાથી અનુભવમાં જાણનાર-દેખનાર આવ્યો હોવાથી, તે રાગાદિ થાય, દયા-દાન-ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તેને એ જાણે ! ઝીણી વાત છે!
છે? “પુદગલપરિણામ' એટલે રાગ. ચાહે તો ભગવાનની ભક્તિનો સ્તુતિનો, પંચમહાવ્રતનો એ રાગ, જે રાગ પુદ્ગલપરિણામ છે ! એનું જ્ઞાન કરે છે એને જાણે છે જ્ઞાની !!
તેથી એમ પણ નથી' એટલે ? કે આત્મા જ્ઞાયકસ્વભાવ છે એમ જ્યાં જણાણો અનુભવાણો, દૃષ્ટિમાં આવ્યો ! પર્યાયમાં જ્ઞાનપર્યાયમાં શેય પૂર્ણ છે તેનો અનુભવ થયો તે ધર્મીને... રાગ આદિના પરિણામ થાય તેને એ જાણે છે! કેમકે તેનો જ્ઞાતા-દેણા સ્વભાવ હોવાથી, ધર્મીને રાગ કે પુણ્ય-પાપના ભાવ થાય તેને “પુદ્ગલપરિણામ” કહીને તેને અહીં જાણે છે ! જાણવા છતાં.. ‘એમ પણ નથી કે પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે.” આહાહા ! શું કીધું ઈ? રાગ અને દયા–દાનના વિકલ્પોને જાણે, જાણતાં છતાં એમ નથી રાગ છે તે આત્માનું કાર્ય છે! આહાહા ! આવું છે!
ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વભાવ! વસ્તુસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ જ છે. એવું ક્યાં ભાન થયું ત્યારે તેને રાગાદિના પરિણામ (છે) વીતરાગ પૂરણ નથી, એથી તેને દયા-દાન-વ્રતભક્તિ-સ્તુતિ, એવો રાગ આવે! તેથી તે રાગને જાણે ! જાણવા છતાં, રાગ આત્માનું કાર્ય છે એમ નથી.
(શ્રોતા:- તો એ કોનું કાર્ય છે?) પુદ્ગલનું કાર્ય છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! છે? જાણનારો જ્ઞાતા પુલ પરિણામનું જ્ઞાન કરે ! એ રાગને જાણવાનું કામ કરે ! તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ એ રાગાદિ છે એ જ્ઞાતા નામ-જાણનારનું એ કાર્ય છે એમ નથી. દેવીલાલજી! સમજાય છે આમાં? આહાહા!
(શ્રોતા- રાગને જાણે કે રાગ સંબંધીના પોતાના જ્ઞાનને જાણે?) રાગને જાણે એ તો વ્યવહાર કહ્યો ને! પહેલો પોતાને જાણે છે, પણ રાગનું જ્ઞાન થયું પહેલું એવું બતાવ્યું! ( જ્ઞાની) જાણે છે તો પોતાને!! પણ આંહી ઈ પાછું સિદ્ધ કરવું છે કે ઈ કે ઈ રાગને જાણે છે. “જાણવાની પર્યાય તો પોતાથી, સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જાણે છે' એ જ્ઞાનની પર્યાય, બલ્કારકપણે પરિણમતી, પોતે કર્તા-પર્યાયનો પોતે કાર્ય પોતાનું એ રાગનું કાર્ય નહીં! આહાહા ! પણ રાગને જાણે છે તેથી રાગ વ્યાપ્ય નામ આત્માનું કાર્ય છે એમ નથી! કહો મોટાણી ! ઝીણું છે! તમને