________________
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (તેનું કર્મ હોય.) આત્મા વ્યાપક અને મોક્ષમાર્ગના પરિણામ વ્યાપ્ય એ તસ્વરૂપમાં કર્તાકર્મપણું હોય. પણ.. રાગ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા તેનું કાર્ય રાગ એમ નથી. અતસ્વરૂપમાં વ્યાપ્યપકપણું નથી. આહાહા ! એ પુદ્ગલપરિણામમાં વ્યાપક આત્મા અને વ્યાપ્ય પુદ્ગલપરિણામ એમ નથી. આહા! પુદ્ગલ વ્યાપક અને એ (રાગ-વ્યાપ્ય છે) આહા..! ગજબ વાતું છે ને...!
ભગવાનની ભક્તિ-ભગવાનની સ્તુતિ એ પણ પુગલના પરિણામ પુદગલ વ્યાપકનું વ્યાપ્ય છે. આહાહા...! પુદ્ગલ પોતે પરિણમીને તે રાગ-વ્યાપ્ય તેનું થયું છે. સમજાય છે ને ભાઈ...? પ્રેમચંદભાઈ ! આહાહા.... આવો મારગ ! અરે....
અસ્તિ-નાસ્તિ કરી. (હવે ) ત્રીજી વાત, વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના “áરિથતિ: I' એ ત્રીજું ! જ્યાં વ્યાપ્યવ્યાપકપણું નથી ત્યાં કર્તાકર્મપણું કેવું? રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતસ્વરૂપમાં તો છે નહીં. સમજાણું કાંઈ? આહાહાહા ! દેહની ક્રિયાની તો વાતું ક્યાં ગઈ? આહા! શરીર, વાણી, મનની પર્યાય, એનો વ્યાપક પરમાણું ને એનું વ્યાપ્ય એની એ પર્યાય!
આંહી તો આત્મામાં થતા રાગના પરિણામ-ભક્તિના પરિણામ સ્તુતિના પરિણામ, પરમાત્મા પરદ્રવ્ય છે ને. એ પરિણામની સાથે અતસ્વરૂપ હોવાથી આત્માને તેનું કર્તાકર્મપણું નથી. આહાહાહા.. સમજાણું કાંઈ? છે ને.. એમાં છે ને ? ત્રણ વાત થઈ.
કર્તાકર્મપણું એટલે કારણ-કાર્યપણું, વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય, અને વ્યાપ્યવ્યાપક સિવાય અતત્ સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય નહીં. માટે “વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી ?' આહાહા ! આવું ઝીણું છે પ્રભુ! આહાહા ! “અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય” એટલે? વ્યવહાર-રત્નત્રયનો જે વિકલ્પ છે તે આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક ઈ અતસ્વરૂપમાં હોઈ શકે નહીં. ઈ અતત્ સ્વરૂપ છે! આહાહા ! કોવીરચંદભાઈ ! આવું છે !! આહાહા !
(કહે છે કેઃ) રૂતિ દ્વાન–વિવે—ધર્મર—મદોમારે' –ઓહોહો ! શું કહે છે, શું કળશ. તે કળશ !! ઓહો...“આવો પ્રબળ વિવેકરૂપ” આવો પ્રબળ વિવેકરૂપ એટલે...? રાગાદિના પરિણામ અતસ્વરૂપ છે ભગવાન જ્ઞાતાના પરિણામ તે તસ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે! આહાહાહા !
આવો પ્રબળ વિવેકરૂપ” – આવો પ્રબળ ભેદરૂપ. આહાહાહા ! આવો પ્રબળ ભેદજ્ઞાનરૂપ! “અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે' -પ્રબળ વિવેકરૂપ-ભેદરૂ૫ અને જે જ્ઞાનને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જ્ઞાનપ્રકાશ.’ આહાહાહા ! રાગના પરિણામ તે પુદ્ગલના પરિણામ તે પુદ્ગલનું વ્યાપ્ય તે અતસ્વરૂપ તે તસ્વરૂપમાં હોય શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા તે કર્તા, અને તેના પરિણામ જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર થાય, તે પરિણામ તેનું વ્યાપ્ય! આહા.. હા! એ પણ ભેદથી.. આવી વાત છે! નિશ્ચયથી તો એ મોક્ષમાર્ગના પરિણામ ષકારકથી પરિણમતાં પોતાથી છે. આહાહા! ભગવાન (આત્મદ્રવ્ય) ધ્રુવ છે એ ક્યાં પરિણામે છે? આહાહા ! શું... કળશ !!