________________
ગાથા-૭૫
૧૮૯ સ્વીકાર ને સત્કાર થયો અને રાગનો સ્વીકાર ને સત્કાર ગયો, તેને રાગનું જ્ઞાન થવું કહ્યું, એ પણ રાગ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે પેટ અને કુંભારને જેમ અભાવ છે. રાગના પરિણામને અને રાગનો બે નો એ અભાવ છે રાગ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ અહીંયા એને લઇને થયા છે એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઇ?
(શ્રોતા – પહેલા સમજવાની ઇચ્છા થાય તો સમજાય) ઇચ્છા થાય એ વ્યવહારથી કહેવાય છે, બાકી તેરમી ગાથાના હિસાબે એમ કહેવાય છે ન નિક્ષેપ પ્રમાણથી નવતત્ત્વને તે જાણે છે પછી છોડી દેવું અને ૧૭મી ગાથામાં તો એ વાતેય છોડી દીધી. પહેલું આત્માને જાણવો, પહેલા નવને જાણવાને એ વાત મૂકી છોડી દીધી. ભગવાન પહેલો આત્માને જાણવો અને એને અનુભવવા એ વાત એમ પાધરી વાત ૧૭ મી ગાથા, બાપુ સમયસાર તો કોઇ અલૌકિક ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઇ? આહાહાહા !
જગતના ભાગ્ય એવી પળે રચાઈ ગયું છે ને એવી પળે રહી ગયું છે આ. (શ્રોતા:- અને એવી પળે સમજાવવામાં આવે છે) આહાહાહા ! છે. પુદ્ગલ પરિણામનું જે જ્ઞાન કીધું'તું એને અને રાગને એટલે પુગલને ઘટ–કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. આહાહાહા ! પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને, જોયું ઓલા બધાને પુદ્ગલ પરિણામ કીધાં'તા અને અહીં નાખી દીધા પુદ્ગલ. શું કીધું? પુગલ પરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ–કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ હોવાથી, રાગ કર્તા અને જ્ઞાન પરિણામ કર્મ એનો અભાવ છે. આહાહાહા !
અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, ઘડો કાર્ય છે ને માટી કર્તા છે તેને કર્તાકર્મપણું છે, તેમ આત્મપરિણામને અને આત્માને આત્મ પરિણામ એટલે જે જ્ઞાન-પરિણામ થયા છે અને આત્માને વ્યાપ્ય-વ્યાપકભાવનો સભાવ છે, આત્મા વ્યાપક છે અને જ્ઞાન પરિણામ વ્યાપ્ય છે, અપેક્ષાથી સમજાવવું છે. અહીં પણ પરિણામ તો સ્વતંત્ર છે પણ અહીંયા પરથીજુદું બતાવવું છે ને એટલે આવી શૈલી છે. કહેતા વખતે ખ્યાલ તો બધો હોય છે પણ જે ચાલતું હોય એ પ્રમાણે કહેવાયને. આહાહાહા !
(શ્રોતા – આત્માને વ્યાપક કહેવો જ પડે) આત્મા દ્રવ્ય નહીં એનો, પણ આત્માના પરિણામ છે ને એનો માટે એને આત્મા કીધો છે એમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે, એટલે આત્મા કર્તા અને નિર્વિકારી પરિણામ જ્ઞાનના તે તેનું કાર્ય પણ તે પરિણામ રાગથી થયું ને રાગનું જ્ઞાન થયું માટે રાગકર્તા અને જ્ઞાનપરિણામ કર્મ એમ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)