________________
૧૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ થયો છે તે કાળે પણ જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરપ્રકાશકપણે પરિણમ્યા છે પોતાથી, એને રાગનું જ્ઞાન એ નિમિત્તથી કથન કર્યું છતાં તે રાગના જ્ઞાનના પરિણામને કરતો એવો આત્મા, આત્મા પોતાને જાણે છે રાગને નહીં. આહાહા ! રતિભાઈ ! આવી વાતું છે. આહાહા !
એ પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના ત્યાં કામ નથી. એ વીરોના કામ છે બાપા, જેનું વીર્ય વિશેષે ઇર્ય પ્રેરણા, દ્રવ્ય તરફ જેનું વીર્ય વળ્યું છે એને વીર્યવાન કહીએ, સમજાય છે કાંઈ ? એવા જે વીરના પુત્રો જેનું વીર્ય વિશેષે ઇર્ય પ્રેરતી દ્રવ્યમાં પ્રેરાણું છે એવા વીર્યનું જે રાગ થાય તેનું તે જ્ઞાન, તેના જ્ઞાનને કરતો એવો આત્મા, એ આત્માને જાણે છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહા!
એ પ્રશ્ન એક આવ્યો છે તમારો નહોતો હિંમતભાઈ, ઓલા કારણ પરમાત્માનો ત્યારે હમણા એક પ્રશ્ન, પ્રશ્ન ઓલો આવ્યો છે કારણ પરમાત્માને કારણ પરમાત્મા કહેવાય નહીં કારણ. પર્યાય ને કારણ કહેવાય, દ્રવ્યને કારણ ન કહેવાય, એવો પ્રશ્ન આવ્યો છે, છાપામાં અરે ભગવાન કેમકે ઓલું કારણ કીધું તું કાર્ય કીધું માટે પર્યાય થઈ ગઈ, એમ નથી પ્રભુ. વસ્તુ ત્રિકાળી છે તેનું કાર્ય જે સમ્યગ્દર્શન થાય એ પર્યાય છે, એથી એને કારણ તરીકે કીધું એને રાગ કારણ છે અને પર કારણ છે એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા!
એ જ્ઞાનના પરિણામને, રાગ કારણ છે નિમિત્ત કારણ છે એ નથી, એમ કહીને તે સમ્યગ્દર્શન પરિણામ આદિના કાર્યનું કારણ દ્રવ્ય છે એના ઉપર લક્ષ ગયું છે, માટે દ્રવ્યમાં એ પરિણામ ગયા નથી. ફક્ત લક્ષ થયું છે. આ બાજુ એથી એણે આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. “ભૂયશ્ચમ અસ્સિદો ખલુ બહુ કામ આકરા બાપા આરે મનુષ્ય ભવ આવો. એ હાલ્યો જાય છે. આ ભવ ભવના અભાવ માટે ભવ છે. તેમાં ફરીને ભવ ન રહે તો અવતાર, એવી ચીજ જે ભગવાન આત્મા પર્યાયને જ્ઞાયક તરફ વાળી છે, શાયકનો આશ્રય લીધો છે એમ કહ્યું કહેવાય. એનો અર્થ એટલો કે ત્યાં લક્ષ કર્યું છે. કાંઈ પર્યાય જ્ઞાયકમાં ભળી જતી નથી. એ પર્યાય જે રાગ તરફના વલણવાળી આમ હતી હવે એ તે કાંઈ વાત છે પ્રભુ, એ જ્ઞાનની પર્યાયને પર્યાયવાન તરફ અંદર ઢાળવી, અને જે ઢળેલી પર્યાય થઈ તે જ્ઞાનની થઈ, તે કાળે રાગ થાય છે તેનું આ જ્ઞાનની પર્યાય કાર્ય છે. રાગનું કાર્ય છે એમ તો નથી પણ રાગ છે માટે જ્ઞાન થયું એમેય નથી, પણ એને બતાવવું છે કે રાગનું જ્ઞાન તેના પરિણામને કરતો આત્માને જાણે છે. આવું કયાંય લંડનમાં મળે એવું નથી કયાંય. અનાર્ય દેશમાં અને અહીંયા આર્ય દેશમાંય ફેરફાર થઈ ગયો પ્રભુ, જ્યાં વીરનો મારગ પ્રવર્તે છે ત્યાં ફેરફાર થઈ ગયો છે આર્ય દેશમાં.
આહા ! એ જ્ઞાની રાગના પરિણામને કરતો નથી વ્યાપ્ય-વ્યાપકથી પરંતુ એમ છે ને? પુદ્ગલપરિણામના જ્ઞાનને, તે વ્રત ને પુણ્યના તપનો વિકલ્પ ઉઠ્યો અપવાસનો એ રાગનું અહીંયા જ્ઞાન થાય ધર્મીને એમ કહેવું એ પણ ફક્ત બતાવવું છે કે એ તો રાગનું જ્ઞાન છે, પણ તેથી તે રાગ કર્તા અને જ્ઞાનના પરિણામ કાર્ય એમ નથી. રાગનું જ્ઞાન થયું માટે રાગ કર્તા અને જ્ઞાનના પરિણામ કર્મ એમ નથી, ફક્ત જ્ઞાન થયું એટલું બતાવવું છે એમ બતાવીને, કર્મપણે કર્તા એવા પોતાના આત્માને જાણે છે. ગજબ ટીકા છે ને. હૈ? આ એક લીટી સમયસાર એટલે, બીજું કોઈ છે જ નહીં એની હારે એની જોડમાં કયાંય. લોકોય હવે કહે છે જે સમજદાર છે એ. આહા!