________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સામર્થ્યથી થાય છે. એ રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ કહેવું એ તો વ્યવહાર છે. ચંદુભાઈ ! ભાઈ માર્ગ તો કાંઈ ઝીણો છે પ્રભુ. આહાહા! અરે એને સાંભળવા મળે નહીં એ કે દિ’ વિચારમાં પ્રયોગમાં મૂકે હા, ને એ પર્યાયને દ્રવ્ય તરફ કયારે ઢાળે અને એ ઢળ્યા વિના એનું કાર્ય થાય નહીં. આહાહા!
એ પુદગલ પરિણામના જ્ઞાનને એટલે શું કીધું? જે કંઈ જ્ઞાનીને અંદર વિકલ્પ કમજોરીને લઈને રાગ, દયા, દાન વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે પણ તેના જ્ઞાનને, એનું જ્ઞાન કહેવું એ તો સમજાવવું છે એને. બાકી તો જ્ઞાન જ્ઞાનનું છે. પર્યાયનું જ્ઞાન ષકારકપણે જ્ઞાનના પરિણામ ષષ્કારકપણે જ્ઞાનકર્તા જ્ઞાન તેનું કાર્ય, જ્ઞાનનું સાધન જ્ઞાન, પર્યાયમાં. એ ષકારકપણે પરિણમતું જ્ઞાન એને અહીંયા રાગનું જ્ઞાન એ નિમિત્તથી સમજાવ્યું છે, સમજાણું કાંઈ? આરે આવી વાતું છે બાપા! આ તમારે મોટું આવ્યું ને આવી વાત રતિભાઈ! આહાહાહા !
એ પુદ્ગલના પરિણામના જ્ઞાનને કર્મપણે કર્તા, પર્યાય પર્યાયથી કરે છે પણ અહીંયા દ્રવ્યને કરે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. આહા! શું કહ્યું એ? જ્ઞાનીને એટલે જેને દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા, જેની દૃષ્ટિમાં આવ્યો, એને જે રાગ છે તેનું જ્ઞાન થાય, તે જ્ઞાન તેનું કાર્ય છે એમ કહેવાય વ્યવહારે, ખરેખર તો એ પરિણામના જ્ઞાનને કીધું એ નિમિત્તથી કથન છે, બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ સમ્યક્ ષકારકપણે પરિણમતા પોતાથી ઉભા થાય છે, તેને નથી રાગની અપેક્ષા તેને નથી દ્રવ્યગુણની અપેક્ષા. સમજાય છે કાંઈ? આહાહાહા ! આવો માર્ગ છે. ઈશ્વરભાઈ ! આ ઇશ્વરતાની વાત હાલે છે મોટી. આહાહાહા !
જેને પ્રભુ જણાણો એમ કહે છે એમાં પ્રભુત્વ નામનો ગુણ છે ને એક અને એ પ્રભુત્વ ગુણ છે તો અનંતગુણમાં એનું પ્રભુત્વનું રૂપ છે. આહાહાહા ! જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, ચારિત્રમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ એવા અનંતગુણમાં એક એક ગુણોનું અનંતરૂપ છે અને એક એક ગુણમાં પ્રભુતાનું રૂપ પડયું છે. એવો જે અનંત ગુણનો સંગ્રહાલય ભગવાન આત્મા એ જેને દૃષ્ટિમાં આવ્યો, એવા ધર્મીને પુદ્ગલ-પરિણામનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તેનું કાર્ય છે. એ દયા, દાન, વ્રતના પરિણામ તે તેનું કાર્ય નથી. તે પરિણામનું કાર્ય સ્વતંત્ર પુદ્ગલ કરીને પુદ્ગલવ્યાપક થઈને, કેમકે પર્યાય દૃષ્ટિ ત્યાં છે એટલે પુદ્ગલ વ્યાપક થઈને, વિકારના પરિણામને ત્યાં કરે છે, પર્યાય દષ્ટિવંતને નહીં, પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિવંતને પણ આમ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ? હવે આવું છે લ્યો.
પુદ્ગલપરિણામના જ્ઞાનને, વ્યવહારરત્નત્રયનો ભાવ છે એ શુભરાગ છે. હવે દુનિયા એમ કહે છે કે શુભરાગથી શુદ્ધતા થાય. અહીં કહે છે કે શુભરાગનું જ્ઞાન છે તે પરિણામ તે શુભરાગને લઈને પણ થયા નથી જ્ઞાનના પરિણામ, શુદ્ધપરિણામ તે જ્ઞાનના પરિણામ જ્ઞાનને લઈને થયા છે. પોતાથી થયા છે. એ રાગથી તો પણ આંહીં જ્ઞાન થયું નથી. એ તો રાગથી શુદ્ધતા થાય શુભભાવ કરતા કરતા એને શુદ્ધતા થાય ઘણો ફેરફાર ઘણો ફેરફાર ભાઈ. સમજાણું કાંઈ ?
પુગલરિણામના જ્ઞાનને એટલું પણ ઢીલું કરીને સમજાવવું છે. શું કરે? પણ હવે કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે એમ કહેવું એ વ્યવહાર છે પરદ્રવ્યનું. એ તો જ્ઞાનનો પર્યાય જ પોતાથી પોતામાં એવડો થયો છે, કેવળજ્ઞાનની પર્યાય પણ ષટકારકપણે, કેવળજ્ઞાનની