________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેની પર્યાય ઉ૫૨ દૃષ્ટિ છે તેના જે વિકાર થાય છે તે ષટકા૨કપણે પરિણમતું તે જીવનું કાર્ય છે એમ વ્યવહા૨ે કહેવાય છે. નિશ્ચયથી તો પર્યાયનું કાર્ય છે. પણ જેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨થી હટી અને એ પર્યાય જે રાગમાં જતી હતી તે પર્યાયને દ્રવ્યમાં વાળી છે, દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તેમાં તે પર્યાયને અંતર વાળી છે તેવા ધર્મી જીવને દયા, દાન, વ્રતના પરિણામ પણ તે તેના પુદ્ગલના પરિણામ છે જીવના નહીં. ( શ્રોતાઃ– આમ જ્ઞાની માને છે ? ) જ્ઞાની એમ જાણે છે ને એમ જ છે. કેમ છે એ કા૨ણ તો કહ્યું નહીં, કે દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ છે. દ્રવ્યસ્વભાવમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર કરે. આહાહા !
ભાઈ મા૨ગડા જુદા છે પ્રભુ, આહા ! એ વાત સર્વજ્ઞ વીતરાગ સિવાય કયાંય છે નહીં સંપ્રદાયમાંય એવી વાત છે નહીં અત્યારે તો. આહા..... કહો દેવીલાલજી ! આહા !
૧૮૨
એકકોર એમ કહેવું કે ઉપાદાન એનું છે તો એનાથી થાય છે વિકાર, એ પર્યાયમાં એની પર્યાયની સિદ્ધિ કરવી છે, અસ્તિકાય સિદ્ધ કરવું છે. પંચાસ્તિકાયમાં જ્યાં ૬૨ ગાથામાં ત્યાં વિકા૨ના પરિણામનું ષટકારકનું પરિણમન વિકારનું વિકા૨માં છે ૫૨ નહીં, દ્રવ્યગુણ નહીં. પણ અહીંયા તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના એંધાણ ને લક્ષણ ને ચિન્ટુ શું? એટલે કે જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપ૨ ગઈ છે અને પર્યાયની દૃષ્ટિ જેને ઊઠી ગઈ છે, એવો જે ધર્મી એના જે પરિણામ રાગ ને દ્વેષનાં છે તે પુદ્ગલકર્મ સ્વતંત્રપણે કર્તા થઈને સ્વતંત્રપણે તે વિકા૨નું કાર્ય તેનું છે. આહાહા ! સમજાય છે કાંઈ ? અટપટી વાત છે કહે છે. મારગ તો એ છે ભાઈ. આહાહા ! એમ હોવાથી ૫૨માર્થે કરતો નથી. જોયું દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંત જ્ઞાની તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય અને વ્યાપકનો અભાવ હોવાથી તે વિકા૨ને ૫૨માર્થે જ્ઞાની કરતો નથી. આહાહા..... કહો રતિભાઈ આવું છે. કહો, હૈં ? ( શ્રોતાઃ-વધારે ચોખવટ કરો ) ભાષા તો આવે છે, કહ્યું ને કે જેની દૃષ્ટિ અનંતગુણ જે પવિત્ર છે એવો જે પ્રભુ એના ઉ૫૨ દૃષ્ટિ ગઈ નથી એનો સ્વીકાર થયો નથી, એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગ અને દ્વેષનો સ્વીકાર છે. તેથી તેનું વ્યાપ્ય-વ્યાપક વિકારનું તેનામાં તેનાથી છે. પાણીની ગળવાની ક્રિયાની આ વાત નથી હો. નવરંગભાઈ ! એ પૂછ્યું'તું એ શરીરના નોકર્મના પરિણામ પણ અહીં તો કર્મના પરિણામ જે અંદ૨ મેં કર્યા, શુભ અને અશુભ જે દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા અપવાસનો વિકલ્પ જે છે એ રાગ દૃષ્ટિદ્રવ્ય દૃષ્ટિવંતને એ રાગનો સ્વભાવ એનો નથી. એની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ છે, તેથી તે રાગનું વ્યાપ્ય કર્મ પુદ્ગલ સ્વતંત્ર થઈને કર્તા વ્યાપક થઈને કરે છે. સમજાણું કાંઈ ? અરેરે ! હવે આવી વાતું છે. લોકોને સત્ય મળ્યું નથી, આ વાડા બાંધીને બેઠા એ પોતાનો પંથ કરવાને, આ એ નથી આ. આહાહા !
વ્રત અને તપ અને અપવાસ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને એવા પરિણામ અપવાસના ને એ પરિણામ બધા રાગ છે, અને રાગનું વ્યાપ્યપણું વ્યાપક છે કર્મ છે, અહીં દ્રવ્યસ્વભાવ છે એ એનું વ્યાપક કયાંથી હોય ? દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ છે, તે જ્ઞાનીને દ્રવ્યસ્વભાવનું એ વિકારી કાર્ય કયાંથી હોય ? હજી તે દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંતને નિર્વિકારી પરિણામનું કાર્ય પણ વ્યવહા૨થી કહેવાય છે. ઉપચારથી કહેવાય છે. સમજાય છે કાંઈ ?
ભાષા તો સાદી છે ને પ્રભુ. ભાવ તો જે છે એ છે, આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને