________________
ગાથા-૭૫
૧૮૧ સ્વભાવ આવ્યો તેનું કાર્ય તો નિશ્ચયથી તો એ શુદ્ધપરિણામ પણ એનું કાર્ય નિશ્ચયથી નથી. શુદ્ધ પરિણામ-પરિણામનું કાર્ય છે, પણ જેની દૃષ્ટિ રાગ ઉપર છે અને સ્વભાવ ઉપર નથી તેનાય રાગનો કર્તા, કર્મ અને સાધન પર્યાયનું રાગમાં છે.
ધર્મીને સમસ્ત કર્મનો કર્મ રૂપ પુદ્ગલપરિણામ, પુદ્ગલ પરિણામમાં અહીંયા દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, પૂજા બધા લેવા. તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ, આહાહા! જેમ કુંભાર ઘટનો કર્તા નથી એટલે કુંભાર વ્યાપક થઈને ઘટનું વ્યાપ્ય કાર્ય એનું નથી. એ તો માટી પોતે કર્તા થઈને વ્યાપક થઈને ઘડો એનું વ્યાપ્ય નામ કર્મ નામ કાર્ય છે, એમ પરિણામ પુણ્ય-પાપના જે છે, પુલ પરિણામ અને આત્માને, છે? આ પુદ્ગલપરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ, જેમ ઘટનું વ્યાપ્ય કાર્ય કુંભારનું નથી. તેમ જીવમાં થતાં વિકારી પરિણામ અને જ્ઞાનીનું વ્યાપ્ય કાર્ય નથી. આહા! હવે આવી વાતું. સમજાણું કાંઈ ?
પુદ્ગલપરિણામ તેને આત્મા-પુદ્ગલ પરિણામ શબ્દ દયા, દાન, રાગદ્વેષ ગમે તે પરિણામ વિકાર તેને અને આત્માને પુલ પરિણામને અને આત્માને ઘટ ને કુંભારની જેમ, જેમ કુંભાર ઘટનું કાર્ય કરનાર નથી તેમ ધર્મી પુણ્ય-પાપના પરિણામના કાર્યનો કર્તા નથી. કુંભારને વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવને લીધે કર્તાપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. આહાહા !
જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી, તે દૃષ્ટિવંતને જે કંઈ પુણ્ય અને પાપના ભાવ થાય, તેનું તેને વ્યાપ્ય-વ્યાપકપણું કર્તાકર્મપણું નથી. તેનું વ્યાપ્ય-વ્યાપકપણું પુદ્ગલમાં જાય છે. આહાહા! ઉપાદાનવાળા વિરોધ કરે કે ઉપાદાન તો તમે કહો છો. ઉપાદાન તો પર્યાયમાં થાય ને વળી અહીં કહો છો કે કર્મને લઈને થાય. આહા! ભાઈ થાય છે તેના ઉપાદાનની પર્યાયમાં જ પણ એ અશુદ્ધ ઉપાદાન છે તેથી જેની દૃષ્ટિ શુદ્ધઉપાદાન ઉપર ગઈ છે તેના તે પરિણામને વિકારના પરિણામનો કર્તા તે દ્રવ્ય સ્વભાવવંત નથી, એમ કહેવું છે. તેથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય અધ્ધરથી તે પુગલ સ્વતંત્રપણે કરીને તેનું વ્યાપ્ય-કાર્ય વિકાર એનું કાર્ય છે. આહાહા! (શ્રોતા- જીવની પર્યાયનું કામ પુદ્ગલ કરે)એ કહ્યું નહીં કે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન છે તે એનામાં છે, પણ દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે જ્યાં તેથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય તે કોઈ ગુણનું કાર્ય નથી. તેથી એને કર્મનું સ્વતંત્રપણે કાર્ય કહી, અને વિકાર તેનું વ્યાપ્ય નામ કર્મ નામ કાર્ય છે. ચંદુભાઈ ! આવું છે. આવો માર્ગ છે બાપા.
એકકોર એમ કહેવું કે જોય જે -છ પ્રકાર-શેય છે તેની તે-તે પર્યાય તે કાળે થાય તે પર્યાયનો તે ઉત્પત્તિનો જન્મક્ષણ એનો છે, પરથી નહીં. એકકોર એમ કહેવું કે- પુષ્ય ને પાપનું પરિણમન ફટકારકપણે પર્યાયમાં, ષટકારકપણે પર્યાયથી થાય છે દ્રવ્યગુણથી નહીં નિમિત્તથી નહીં. આહા ! એકકોર એમ કહેવું કે દરેકના સમયની જે પર્યાય છે તે તેની કાળલબ્ધિ છે. તેતે કાળે થવાનો તે કાળ-લબ્ધિ છે. ત્રણ, એકકોર એમ કહેવું. આહાહા! નવરંગભાઈ આ બધી આવી વાતું છે આ. હૈ? (શ્રોતા:- ગુંચવણમાં પડે તેવી વાત છે) ગુંચવણ નીકળે એવી વાત આ. આહાહા!