________________
ગાથા-૭૫
૧૮૩
એવા કોઈ શબ્દ નથી. ઘણી સાદી ભાષામાં, એ તત્ત્વ જ આવું છે. એની ખબરૂં નથી એ અજ્ઞાનમાં એ રાગ અને દ્વેષના પરિણામ પુણ્ય-પાપના પરિણામ મારું કાર્ય છે ને હું એનો કર્તા છું, એ વ્યાપ્ય–વ્યાપકપણે અજ્ઞાની પરિણમે છે. સમજાય છે કાંઈ ? આહાહાહા !
પણ ધર્મી જીવ એટલે કે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિવંત, એને જે પરિણામ થાય નિર્મળ એ નિર્મળ-પરિણામનો પણ કર્તા ઉપચારથી કહેવામાં આવે છે. બાકી તો પર્યાય-પર્યાયની કર્તા અને પર્યાય પર્યાયનું કાર્ય, અને તે ધર્મીને દ્રવ્ય દૃષ્ટિના સ્વભાવના જો૨ને લઈને જે કંઈ પર્યાયમાં કમજોરીને લઈને રાગ-દ્વેષ, દયા, દાન થાય તે પરિણામ સ્વતંત્રપણે કર્મ કર્તા થઈને કરે છે. કર્તા થઈને તે કરે છે, આત્મા તેનો કર્તા નથી. આહાહા ! આવું છે. તાકડે વળી આજ આ આવ્યું છે, રતિભાઈ ! આવું છે માર્ગ બાપા, આમ કરતો નથી. આંહીં સુધી તો આવ્યું છે કાલ.
પરંતુ હવે આવ્યું છે “પરંતુ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને ” જોયું ! જેની દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડી ગઈ છે, એને જે રાગ થાય છે એ રાગનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન એનું કાર્ય છે. છે ? પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે કે, અહીં તો કેટલીક કાલે વાત, વાત કરી હતી કે કેટલાક કહે છે કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ તેને જ્ઞાની કહેવો, નીચે ઉતરી જાય વિકલ્પમાં આવી જાય તો તેને જ્ઞાન ન કહેવું, એમ નથી. અહીં તો ચોથે ગુણસ્થાનથી ઉપાડી છે વાત. જ્ઞાની કેને કહેવો ? કે જેને દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો પિંડ જેની દૃષ્ટિમાં આવી ગયો છે, જેની વર્તમાન પર્યાયે પર્યાયવાનને સ્વીકારી લીધો છે, જેને વર્તમાન પર્યાય જ્ઞાનની છે એ તો કહ્યું'તું કાલે નહીં કે જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે, ૧૭ મી ગાથા. આહાહા ! એ જ્ઞાનની પર્યાયનો જ એવો સ્વભાવ છે કે તેમાં સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો પિંડ તે જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અજ્ઞાનીને જ્ઞાનમાં જણાય છે, કેમકે પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક હોવાથી તે સ્વને જાણે છે છતાં અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં ( દ્રવ્ય ) ઉપર નથી, એની દૃષ્ટિ અંદર રાગ અને અંશ વર્તમાન અંશ ઉપર દૃષ્ટિ હોવાથી, તેને જાણવામાં આવતો હોવા છતાં જાણતો નથી. અને તે રાગના પરિણામનો કર્તા અન્નાનપણે પર્યાયબુદ્ધિમાં અટકી ગયો છે. આહાહા !
પર્યાયમાં સારું દ્રવ્ય અજ્ઞાનીને પણ પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક હોવાથી, આત્મા પૂર્ણાનંદનો નાથ તેની પર્યાયમાં એને જણાય છે, છતાં જાણના૨ ઉ૫૨ એની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ અંશ અને રાગ ઉ૫૨ છે, તેથી તે જાણવામાં આવતો છતાં તેને જાણતો નથી. આહાહા ! આવી વ્યાખ્યા હવે આકરી પડે માણસને, શું થાય ભાઈ માર્ગ તો આ છે. આહા ! અહીં એ કહે છે પુદ્ગલ પરિણામને એટલે પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે એ દયા, દાન, વ્રતના પરિણામ છે એ પુદ્ગલ પરિણામ છે, કેમકે જ્ઞાયકસ્વભાવના પરિણામ એ નથી. દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ તે શાયકના એ પરિણામ નથી. આહાહા ! એ પુદ્ગલપરિણામના જ્ઞાનને, એ હજી વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહા૨ે જાણેલો પ્રયોજનવાન આવ્યું ને ૧૨મી ગાથામાં એ હજી વ્યવહા૨ કીધો. અહીંયા ફેરવી નાખશે એને. આહાહા !
ધર્મી દ્રવ્યદૃષ્ટિવંતને પુદ્ગલપરિણામના જ્ઞાનને એ રાગ થાય વ્યવહાર રત્નત્રયનો દયા, દાન, ભક્તિ, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા પંચમહાવ્રતના પરિણામ એ બધા પુદ્ગલપરિણામ એનું જ્ઞાન અહીં થાય એય વ્યવહાર છે. જ્ઞાનના પરિણામમાં જ્ઞાન થાય છે પોતાથી સ્વપ૨પ્રકાશકના