________________
ગાથા-૭૫
૧૮૫ પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન, એ જ પર્યાય સાધન, એ પર્યાય રાખે એ પર્યાયથી થાય ને પર્યાયના આધારે થાય લોકાલોકથી નહીં ને દ્રવ્યગુણથી નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ?
ઝીણું પડે પણ સમજવા જેવું છે બાપુ આ. કયાંય કોઈ દિ' સાંભળવા મળે એવું નથી બાપા ! શું કરીએ? લોકો કયાંય સલવાઈને પડયા છે. ભાઈ તું ભગવાન છો ને? ભગવાન તરીકે તો અહીં બોલાવે છે ૭૨ ગાથા. પ્રભુ તને પુણ્ય-પાપના, દયા, દાનના, વ્રત-ભક્તિના તપના વિકલ્પ થાય રાગ એ અશુચિ છે એ જડ છે એ ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે અને તે દુઃખરૂપ છે. તે પરિણામનું દ્રવ્ય દૃષ્ટિવંતને, એ પરિણામનું જ્ઞાન થાય એ જ્ઞાનનો એ કર્તા છે, પણ એ પરિણામનો કર્તા એ જ્ઞાની નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ભાષા તો પ્રભુ સાદી છે. ભારેય સાદા છે અંદર. આહાહાહા !
(શ્રોતા- જ્ઞાનની પર્યાયમાં વ્યાપક તો જ્ઞાનીનું દ્રવ્ય તો ખરું ને!) દ્રવ્યવ્યાપક નથી, નિશ્ચયથી નથી. (શ્રોતાઃ- વ્યાપ્યવ્યાપકપણું તો ખરું ને?) નહીં. એ તો વ્યવહારથી કહે છે, પર્યાય-વ્યાપ્યવ્યાપક પર્યાયમાં છે. ( શ્રોતા – જ્ઞાન થાય પણ એ જ્ઞાનના પરિણામને કોણ જાણે છે) કોણ જાણે? જ્ઞાની જાણે, ધર્મી જાણે. પરિણામ પોતાને છે ને એમ ને અહીં તો હજી આખી વાત, આખી વાત હજી એથી આથી કહેશે, અત્યારે તો આટલો અર્થ હાલે છે કે પુગલપરિણામના જ્ઞાનને એટલે કે આત્માના કર્મપણે કર્તા છે? એ રાગ થયો છે તેનું અહીં જ્ઞાન થયું છે. જ્ઞાનીને
એ જ્ઞાનના પરિણામને આત્મા કર્મપણે કરતા, દ્રવ્યથી વાત સિદ્ધ કરવી છે એટલી વાત, પરથી ભિન્ન પાડવું છે. ઝીણી વાત છે બાપુ. એ શબ્દેશબ્દના અર્થ તો બધા કઈ જાતના અંદર હોય છે બધા ખ્યાલ, તો બધા હોય છે એ વખતે કહેવા વખતે હો, પણ કઈ શૈલીથી વાત ચાલે છે એ શૈલીએ પહેલું કહેવું જોઈએ ને?
એ પુદ્ગલપરિણામના જ્ઞાનને કાર્યપણે કર્તા એવા, હવે ફેરવે છે જુઓ પાછું પોતાના આત્માને જાણે છે. જોયું? રાગનું જ્ઞાન કીધું'તું કે રાગને જાણે છે એમ કહીને ફેરવી નાખ્યું પાછું. શું કહ્યું એ પ્રભુ? એ રાગનું જ્ઞાન કહ્યું 'તું એ જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીના પરિણામ એને કર્તા થઈને કરે છે, છતાં એ રાગને જાણે છે એવું જ કાર્ય એ નહીં. એ જાણે છે તો આત્માને જાણે છે. સમજાણું કાંઈ? શ્રીપાલજી દિલ્હીમાં કયાંય મળે એવું નથી ત્યાં. ત્યાં આપણા કર્તા છે બહુ રસ લે છે. અરેરે ! પ્રભુ! તારો પ્રભુત્વ સ્વભાવ જેને દેષ્ટિમાં આવ્યો પ્રભુ. એના જે રાગ છે તેનું જ્ઞાન કરે એ જ્ઞાનનું પરિણામ તેનું કાર્ય છે. એટલું કહીને પણ રાગને જાણે છે એમ કહ્યું અહીંયા. પણ પાછું ફેરવી નાખ્યું. કીધું પોતાના આત્માને જાણે છે એ તો ફક્ત ઓલો રાગ નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવ્યું. પ્રેમચંદભાઈ લંડનમાં વાંચે છે આઠ દસ માણસ ભેગા કરીને વાંચે છે. લાયબ્રેરી ભેગી કરી છે. પુસ્તક અહીંના લઈ ગયા છે લોકો આવે છે જોવા. અરે બાપા આ વસ્તુ ભાઈ એ કરોડો-અબજો રૂપીયે કાંઈ મળે જેને અણમોલ ચીજ એવી ચીજ નથી કાંઈ આ. આહાહા !
અહીંયા તો એટલું લીધું એક લીટીમાં કે દ્રવ્યદૃષ્ટિવંતને એટલે જ્ઞાનીને, એટલે કે ધર્મીને એ રાગના દયા, દાન, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાના પ્રેમનો રાગ આવ્યો એ રાગના જ્ઞાનના પરિણામને કરતો આત્મા આત્માને જાણે છે. રાગને જાણે છે એ કાઢી નાખ્યું પાછું. ફક્ત સિદ્ધ એટલું કરવું'તું કે રાગ થયો છે તે કાળે જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે સ્વપરપ્રકાશકપણે. રાગ