________________
ગાથા-૭૫
૧૭૯
એ રાગના પરિણામનું સ્વયંપણે વ્યાસ થવાથી વ્યાપક પુદ્ગલનું તે કાર્ય છે. આહા... અરેરે ! હૈં? છે માર્ગ એવો બાપા શું થાય ? આહા.... કહો કાળીદાસભાઈ સમજાય છે આ ? કયાંય મુંબઇમુંબઈમાં ન મળે ત્યાં વ્યાપાર ધંધામાં કયાંય પૈસા–બૈસા બધાય ઘણાં કરોડપતિ કહેવાય કરોડોપતિનું (બિરૂદ ) આપી લાંબુ મોટું લપસીંદર હોયને પચ્ચીસ-પચાસ લાખ હોય તો લોકો કરોડપતિ કહી દીએ. પતિને પણ એ ? કરોડનો ને જડનો ને ? જડનો પતિ તો જડ હોય ભેંસનો ધણી પાડો હોય. (શ્રોતાઃ- દુનિયામાં એની બોલબાલા છે) દુનિયામાં ગાંડા પાગલમાં તો બોલબોલા જ હાલે ને. આહાહાહાહા !
સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઇને એ કર્મ વડે કર્તા થઇને શી૨ વડે કર્તા થઇને કર્મપણે ક૨વામાં આવતું કાર્યપણે કરવામાં જે આવતું સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ સમસ્ત રાગાદિના પરિણામ એ કર્મના અને શ૨ી૨ના પરિણામ તે નોકર્મના એ પુદ્ગલપરિણામ તેને જે આત્મા પુદ્ગલકર્મપરિણામને અને આત્માને બાકી ૨હેશે થોડું પ૨મ દિ' પાછા આવવાના છે ને કાલ તો સજ્જાય છે. આઠમ છે ને કાલ ૫૨મ દિ’ આવવાના છે ને આ બધાય એના સાટું બાકી છે ને કાંઇક. આહાહા !
શું કીધું ? કર્મ-નોકર્મરૂપ પુદ્ગલપરિણામ એટલે રાગના, દયાના, ભક્તિના, સ્તુતિના પરિણામ એ કર્મના પરિણામ, આત્માના નહીં, અને શરીરની હાલવા-ચાલવાની પર્યાય, બોલવાની પર્યાય એના કર્તા ૫૨માણું એનો એ પુદ્ગલપરિણામ, તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ-કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ. જોયું પહેલા સદ્ભાવ કહીને પછી અભાવ સિદ્ધ કર્યો છે. જેમ માટીને અને ઘડાને સદ્ભાવ કર્તાકર્મપણું છે એમ આત્માને અને રાગને કર્તાકર્મપણું સદ્ભાવ નથી. આહાહા !
અરેરે ! વાતે વાતે ફેર ? આવો માર્ગ. આ મનુષ્યપણું હાલ્યું જશે બાપા એની સ્થિતિ પુરી થઇ જશે એટલે પછી ખલાસ થઇ જશે પછી શું તેં કર્યું એ પરિણામ તા૨ા તારી હારે રહેશે. અહીંયા તો પાંચ, પચીસ, પચાસ વર્ષ ધૂળમાં, અનંતકાળ ભવિષ્યમાં રહેવું છે એ આ રાગના પરિણામ મારું કાર્ય છે ને હું એનો કર્તા એ અજ્ઞાનભાવ છે. કેમકે સ્વરૂપ શુદ્ધ છે ત્યાં કર્તાપણું કર્મનું કયાંથી આવે રાગનું ? આહાહાહા... શુદ્ધ છે પણ શુદ્ધ ને કાર્ય અશુદ્ધ હોય શી રીતે એ અપેક્ષાએ અશુદ્ધનું કાર્ય અશુદ્ધ નિશ્ચયનું વ્યવહા૨ કહી વ્યવહા૨ કહીને નિમિત્તનું પુદ્ગલ સ્વતંત્રપણે કરીને રાગ કરે છે. આહાહા.... !
ઘટ અને કુંભા૨ની જેમ એ પુદ્ગલ પરિણામને અને આત્માને એ દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિના પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ હોવાથી, એ વ્યાપ્ય નામ જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી એમ પુદ્ગલપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. એ પુદ્ગલ વ્યાપક અને રાગાદિ પરિણામ તેનું વ્યાપ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઇ ?
કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, ૫૨માર્થે આત્મા કરતો નથી. એ દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિના પરિણામને જીવ ૫૨માર્ચે સાચી દ્રષ્ટિથી કરતો નથી. વિશેષ કહેવાશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )