________________
૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કે એ તો એનું અસ્તિત્વ એનામાં છે એટલું સિદ્ધ કર્યું.
હવે જ્ઞાની જે થયો, એ જ્ઞાની છે તે રાગના પરિણામથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળીને, આહાહાહા... એ કાંઈ ઓછો પુરુષાર્થ છે? (શ્રોતા:-અનંતો પુરુષાર્થ છે) જેની દશાની દિશા ફરી ગઈ. જેની જ્ઞાનપર્યાયની દશા, એની દિશા ફરી ગઈ અંદર ગઈ, એવા જ્ઞાનીને જે કંઇ રાગ એના પરિણામમાં દેખાય છે દયાના, દાનના, ભક્તિના, વ્રતના, સ્તુતિના, પૂજાના એ પરિણામને પુગલકર્મ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પરની એને કોઇ અપેક્ષા નથી. નબળાઇ કર્મની છે આત્માની છે માટે થયા એમ અપેક્ષા અહીં નથી. આહાહા... આવું છે બાપુ.
આ રામજીભાઈ કહે ફરીને લેવું તો ફરીને આ. આહાહા.... આહાહા.... અને તે પણ ભાઇ અહીંયા જ્ઞાનીથી વાત લીધી છે ભાઇ નિર્વિકલ્પ સમાધિવાળો છે એ વાત અહીં નથી લીધી. કર્તાકર્મમાં એ અધિકાર છે અને ઓલો જ્ઞાનસાગર કહે નહીં નિર્વિકલ્પ સમાધિમાંથી ખસે એટલે જ્ઞાની નહીં અજ્ઞાન થઈ ગયું. હવે એનો વિદ્યાસાગર શિષ્ય છે અત્યારે બહુ વખણાય છે. અત્યારે નાની ઉંમર છે ૩૦–૩૨-૩૩ વર્ષનો જુવાન છે. ભણેલો વ્યાકરણનો ભાઈ મારગડા અંદર જુદા બાપુ! આહા !
પુદગલપરિણામ તે વ્યાપકવડે સ્વયં વ્યપાતું હોવાથી, શું કીધું? પહેલું કર્તા કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જે કર્મ છે તે સ્વતંત્રપણે વ્યાપક થઇને પુદ્ગલ પરિણામનો કર્તા થાય છે. હવે કર્મ સિદ્ધ કરવું છે. એ પુદગલપરિણામ તે વ્યાપક વડે એટલે કર્મના પુગલના પ્રસરવા વડે કર્તા વડે
સ્વયં વાસ હોવાથી એ રાગાદિ, પુણ્ય, દયા, દાનના વિકલ્પ આદિ ભાવ એ સ્વયં પોતે પોતાનું કાર્ય થયું હોવાથી વ્યાપ્યરૂપ થવાથી તે કર્મ છે. આહાહાહાહા....હેં? એ પુગલનું કાર્ય છે. આહા ! ભગવાનની સ્તુતિ કરવી કહે છે, પર છે ને? એનો રાગ એ કર્મનું કાર્ય છે એ કર્મ સ્વતંત્રપણે કરીને કર્તા થયેલો છે. જીવની નબળાઇ છે માટે તે અપેક્ષા પણ અહીં નહીં. આહાહા...!
અહીંયા તો જ્ઞાનીને જ્ઞાનની સબળાઇ છે જાણનાર, દેખનાર ઉભો થયો છે તેથી તે રાગના પરિણામને કર્મનું કાર્ય ગણી અને રાગનું જ્ઞાન કરનારો જ્ઞાની છે એમ કહેવું એ પણ હજી વ્યવહાર, તે જ્ઞાનના પરિણામને કરે છે એમ કહેવું એ હજી વ્યવહાર છે. જ્ઞાનના પરિણામ જ્ઞાન કરે છે તે નિશ્ચય છે. આવું છે બાપુ મારગ. બહુ ઉંડો મારગ છે. ઉંડો અને ગંભીર છે. આહાહા...
? (શ્રોતા:- એક વખત આપે જગમોહનલાલજીને કીધું પણ એને બેઠું નહીં) એણે અમૃતકળશમાં લખ્યું છે વ્યવહારથી નિશ્ચય થાય એમ લખી નાખ્યું. પોતે પડિમા લઇને બેઠા છે ને, ફૂલચંદજીએ ના પાડી નિષેધ કર્યો હોય, થાય જગતમાં અત્યારે બધુ ઘણું છે. અનેક સંઘાડા અનેક ઘણાં પ્રકારે અનેક હોય છે ભિન્ન ભિન્ન, એનું કયાં આપણે આલોચન કેટલું કરીએ. આહાહાહા !
આંહીં તો પરમાત્મા ત્રણલોકના નાથ વીતરાગની વાણીમાં આવ્યું એ સંતો જગતને આડતિયા થઇને જાહેર કરે છે. માલ ભગવાનના ઘરનો છે. તીર્થંકરદેવ પરમેશ્વર એ સંતોએ માલને કેટલોક લીધો છે અને એ અનુભવી થઇને વાત કરે છે પૂર્ણ તો સર્વજ્ઞનું છે. આહાહા !
પુગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી જોયું! એ વિકારના પરિણામ સ્વયં કાર્ય કર્મનું થાય છે. ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી સ્વયંભૂ સ્તોત્રમાં ભાઇએ સમંતભદ્રઆચાર્ય, એ પણ છે કહે છે કે એ પરની સ્તુતિ છે તે વિકલ્પ છે રાગ. ત્યાં લખ્યું છે