________________
ગાથા-૭૫
૧૭૭
આત્માને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. ધર્મીને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. તેથી ધર્મીને તે ઇષ્ટ કાર્ય જે કર્મનું છે, તેનો તે જાણના૨ કહેવો એ પણ વ્યવહા૨ છે, એના જ્ઞાનના પરિણામને તે જાણે છે, રાગને નહીં. આવું સ્વરૂપ છે. થોડું પણ એને સત્ય હોવું જોઇએ ને બાપુ.. ૫૨માત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ૫૨મેશ્વ૨નું આ વચન છે. ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ભગવાન બિરાજે છે, તે વાણી આ રીતે કરી રહ્યા છે, એ કુંદકુંદાચાર્ય ગયા, બધું સાંભળ્યું શાની તો હતા, વિશેષ સ્પષ્ટ થયું આવીને આ શાસ્ત્ર બનાવ્યા આ ભગવાનનો આ સંદેશ છે. ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પ્રભુ એનો આ સંદેશ છે કે જે કોઇ ધર્મી અને જ્ઞાની થાય તેને જે રાગના પરિણામ થાય તે રાગના પરિણામનો કર્તા પુદ્ગલ છે અને તે પણ આત્માની કંઇપણ અપેક્ષા રાખ્યા વિના પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઇને તે ભગવાનની સ્તુતિનો ભાવ ભક્તિનો ભાવ રાગનો ભાવ સ્વતંત્રપણે કરે છે. આહાહાહા ! સમજાણું ?
એ પુદ્ગલપરિણામ, પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. સ્વતંત્ર કીધુંને અને પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી, એ દયા, દાન, વ્રતના, સ્તુતિના, ભક્તિના, ભગવાનની સ્તુતિનો જે રાગ એ પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી ઇ પુદ્ગલ પરિણામ ભાવ રાગ એ વ્યાપક એવો જે પુદ્ગલ એનાથી સ્વયં વ્યપાતું હોવાથી, સ્વયં કાર્ય થતું હોવાથી પુદ્ગલમાં સ્વયં કાર્ય થતું હોવાથી, કાલે તો આવી ગયું છે આ. ( શ્રોતાઃ- વિશેષ આવ્યું) વિશેષ આવ્યું. આહા ! અમારે જીવરાજજી નહોતા કાલે, કાલે નહોતા ઠીક નહોતું. આહાહા ! શું કહ્યું ? કે જ્ઞાની ધર્મી એને કહીએ કે જેને રાગાદિના પરિણામ દયા, દાન, ભક્તિના આવે તે પરિણામનો સ્વતંત્રપણે કર્મ કર્તા હોવાથી તે કર્મનું તે પુણ્ય-પાપના ભાવ કાર્ય છે એ ધર્મીનું કાર્ય નહીં. આહાહા...આહાહાહા ! એ સમ્યગ્દષ્ટિ જીવનું એ કાર્ય નહીં.
એક બાજુ એમ કહેવું પંચાસ્તિકાયમાં કે જેટલા દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય તે ષટ્કા૨કપણે જીવની પર્યાયમાં પર્યાયથી થાય છે. ત્યાં અસ્તિકાય એનું સ્વતંત્રપણું સિદ્ધ કરવું છે ૫૨થી ભિન્નપણું ૬૨ ગાથા એ વિકારના પરિણામ ષટ્કા૨કપણે દ્રવ્યગુણની અપેક્ષા નહીં. નિમિત્તની અપેક્ષા તો નહીં. એ વિકારના પરિણામ પર્યાયમાં સ્વતંત્રપણે કર્તા, વિકાર પરિણામ કર્તા વિકારી કાર્ય, વિકાર એ સાધન, વિકાર એ અપાદાન એનાથી વિકાર થઇને રાખ્યું વિકારના આધારે વિકાર થયો એવા ષટ્કા૨કપણે પંચાસ્તિકાયની ૬૨ ગાથા જે મોટી ચર્ચા વ૨ણીજીની હારે થઇ’તી ૨૨ વર્ષ પહેલા ઇસરી. કીધું આ પ્રમાણે છે ત્યાં એ કહે નહીં, નહીં એમ નહીં એ તો અભિન્નની વાતો છે પણ અભિન્નની એટલે શું ?
એ વિકારી પરિણામ એક સમયના મિથ્યાત્વના થાય છે તે પણ રાગદ્વેષના પરિણામને ષટ્કા૨કનું પિરણમન એ પર્યાયનું પર્યાયમાં છે, એ પર્યાયને દ્રવ્યગુણની અપેક્ષા નથી તે વિકારીને કર્મના નિમિત્તની અપેક્ષા નથી એટલું સિદ્ધ કરવું છે, ત્યાં એનામાં થયું એ. પ્રવચનસારના ૧૦૨ ગાથામાં એ વિકારી પરિણામ થાય તે તે સમયે તેનો તે ઉત્પન્ન થવાનો કાળ છે. જીવમાં જે સમયે જે કંઇ મિથ્યાત્વ આદિ રાગદ્વેષ થાય તે સમયે તે ઉત્પન્ન થવાનો તેનો જન્મક્ષણ છે. ઉત્પત્તિનો એ કાળ છે એમ ત્યાં સિદ્ધ કર્યું છે બે. આહાહાહા ! ત્રીજું કે કાળલબ્ધિને કારણે તે તે જીવને તે તે પ્રકા૨ના રાગના પરિણામ તે તે કાળે થાય તે કાળલબ્ધિ છે એની ત્રણ, ચોથું આ