________________
ગાથા-૭૫
૧૭૫
એ નથી માટે તે વિભાવની ઉ૫૨થી ક્રિયા થતી તે કર્મની થઇ છે એમ કહ્યું છે, બાકી કર્મનો ઉદય છે અને અહીંયા રાગ થયો એ રાગને કાંઇ ઉદય અડતો નથી. રાગ છે તે ઉદય, જડના ઉદયને અડતો નથી, છતાં સ્વભાવનું એ કાર્ય નથી માટે તે વિભાવનું કાર્ય એ કર્મનું કાર્ય છે એમ કહીને કર્મના પરિણામ કીધાં છે. આહાહાહાહા ! સમજાણું કાંઇ ? છે ને સામે પુસ્તક આ પ્રેમચંદભાઈને સાંભળવાનું મળ્યું આ કાલે કહેવાઇ ગયું તું ને ફરીને લીધું આ. આહાહાહાહા !
શરીરની જે ચેષ્ટાઓ અને શરીરની જે આકૃતિ છે એ બધા પ૨માણુંનું પરિણામ છે, નોકર્મ જે શરીર છે તેનું એ પરિણામ છે. આ સુંદરતા દેખાય, આકર્ષિત દેખાય, એ બધા પરિણામ પર્યાય કાર્ય શરીરના રજકણો છે તેનું એ કાર્ય છે. હૈં ? એનું કાર્ય છે. એ એને આકર્ષે છે અજ્ઞાનીને આ સુંદર છે શ૨ી૨ને આ છે ને આ છે રૂપાળું છે. સુંદર છે નમણું છે, પણ એ તો જડની પર્યાય છે ને પ્રભુ એ તો પુદ્ગલ, જડ નોકર્મની પર્યાય છે અને રાગદ્વેષ, દયા, દાન, વ્રત ભક્તિ આદિના પરિણામ એ કર્મના પરિણામ છે, કેમકે પર્યાયમાં ઉત્પન્ન થયેલા ગુણમાં કે દ્રવ્યમાં એ નથી. એટલે પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે નિમિત્તને આધીન થયેલા તે નિમિત્તના છે એમ કહેવામાં આવ્યું છે. શુદ્ધ ઉપાદાનને આધીન થયેલા એ નથી. આહાહા !
શુદ્ધ જે જ્ઞાતાદ્રષ્ટા અનંત ગુણનો જે પવિત્ર પ્રભુ એને આધિન થયેલા તો શુદ્ધ હોય તેથી અશુદ્ધતાના પરિણામ જે છે અશુદ્ધ નિશ્ચયનયે તેને અહીં વ્યવહા૨ કહીને, તેને નિમિત્ત આધિન થયેલા કહીને ૫૨માં નાખી દીધા છે. આહાહાહા ! ચેતનજી! આવું છે, આહાહા! આ તો ઓગાળવા જેવું છે બાપુ. આ તો અનંત કાળમાં એણે આ કર્યું નથી. અરેરે ! આવો મનુષ્યનો ભવ અનંતકાળે મળે એની કિંમતું કરીને ક૨વા જેવું તો આ છે બાકી તો બધી અજ્ઞાન દશાથી કર્તાકર્મ માને બહા૨ના રખડશે.
૫રમાર્થે જેમ ઘડાને અને માટીને ઘડો તે વ્યાપ્ય એટલે કામ છે, કાર્ય છે માટી તે કા૨ણ છે એટલે વ્યાપક છે. એ કાર્યકા૨ણ ભાવનો સદ્ભાવ હોવાથી, ઘડો તે કાર્ય છે ને માટી તે કા૨ણ છે, એ સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. માટી કર્તા ને ઘડો તેનું કાર્ય, કુંભાર કર્તા અને ઘડો તેનું કાર્ય એમ નથી. આહાહાહા ! આવી વાતું વે બેસવી. રોટલી થાય છે રોટલી એ રોટલીના પરિણામ જે લોટ છે તેના છે એ, એ વેલણું છે એનાથી એ રોટલીના પરિણામ થયા નથી. કા૨ણકે વેલણું છે એ લોટને અડતુંય નથી. કેમકે લોટના ૫૨માણુંઓ અને વેલણાના ૫૨માણુંઓ બે વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે તેથી તેને અડતા નથી. આહાહાહા ! તેથી તે રોટલીના પરિણામ રોટલી પર્યાય છે ને ? એ પરિણામનો કર્તા એ લોટના ૫૨માણું છે એ સ્ત્રી કર્તા નહીં, તાવડી કર્તા નહીં, અગ્નિ કર્તા નહી. વેલણું કર્તા નહીં. આહાહા ! આવી વાતું આવી છે. વીતરાગ માર્ગ બાપા. આ તો સર્વજ્ઞ સિવાય બીજે કયાંય છે નહીં. વીતરાગ સર્વજ્ઞ સિવાય અન્યમતમાં એ વાતની ગંધેય નથી. આહાહા ! જેના મતમાં ઉપજ્યા છે એનેય એની ખબર નથી કે આ શું છે આ માર્ગ.
ઘડાને અને માટીને વ્યાપ્ય વ્યાપકભાવનો વ્યાપ્યવ્યાપકપણાનો એમ લીધું, સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલ પરિણામને એટલે પુણ્ય-પાપના પરિણામ, દયા, દાન, રાગ આદિના પરિણામને અને શરીરના પરિણામને અને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, જેમ માટીને અને ઘડાને કર્તાકર્મપણું છે એમ રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવને અને