________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુગલને કર્તાકર્મપણું છે. પુદ્ગલ કર્તા અને એ રાગ-દ્વેષ તેનું કાર્ય પુગલ વ્યાપક અને પુણ્યપાપના દયા, દાન, વ્રતના વિકલ્પ તે વ્યાપ્ય એ એનું કાર્ય છે. અહીં તો રાગથી ભિન્ન પડયું એવું જે જ્ઞાન એ જ્ઞાનીનું લક્ષણ શું એમ પૂછવું છે ને? ધર્મી જે થયો સમ્યગ્દષ્ટિ થયો એનું શું લક્ષણ જ્ઞાનનું કે આને જ્ઞાન થયું એનું એંધાણ શું? કે જે રાગાદિના પરિણામ થાય અને શરીરના પરિણામ થાય, એ બધા પુદ્ગલના પરિણામ છે તેને જ્ઞાની જ્ઞાનમાં રહીને રાગને અડ્યા વિના સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એ જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાનીનું રાગ કાર્ય છે એમ નથી. આહાહાહાહા!
પુદ્ગલદ્રવ્ય, આ પુદ્ગલ પરિણામને એટલે પુણ્ય-પાપના ભાવને અને શરીરના પરિણામને બેયને પુદ્ગલ પરિણામ કીધા અને પુદ્ગલને એટલે કર્મના પરમાણુંને અને શરીરના પરમાણુંને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલ જે કર્મ, જડ છે તે કર્તા છે અને પુણ્ય, દયા, દાન, વ્રત ભક્તિ આદિના પરિણામ તે કર્તાનું કાર્ય છે. આહાહાહા! (શ્રોતારાગદ્વેષ રૂપી થઈ ગયા) રૂપી શું જડ કીધું ને? એ પુદ્ગલ અહીં તો હજુ કહેશે. પુદ્ગલ પરિણામ અહીં તો હજુ લીધા છેલ્લે કીધું'તું ને કાલ પુદ્ગલ છે. પુદ્ગલ જીવ દ્રવ્ય જુદો, નિર્મળ પર્યાય સહિતનો જુદો અને આ પરિણામ સહિતનો જડ જુદો એ પુદ્ગલ છે. આહાહાહા ! એવી વાતું બાપા. એ વીતરાગ આમાં લંડનમાં કયાં મળે. (શ્રોતાઃ- આવી વાત કયાંય પણ સાંભળવા મળે એવું નથી ) ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે બાપા, આ વસ્તુસ્થિતિ છે. (શ્રોતા:- કોઇ દેશમાં કયાંય જાણવા મળે એવું નથી) નથી વાત સાચી છે લંડનમાં વાંચે છે વાત તો સાચી બાપા. આહાહાહા !
પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે એ કર્મ જે પુદ્ગલ છે, ને શરીર જે પુગલ છે બેય, એ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી એ કર્મ પુદ્ગલ છે અને શરીરના પરમાણું પુદ્ગલ છે, બેય સ્વતંત્રપણે ગુગલ પરિણામનો કર્તા છે. આત્મામાં જ્ઞાનીને જે રાગદ્વેષ થાય તે જ્ઞાનીને થતાં નથી. એ પુદ્ગલ પરિણામ છે તે પુગલથી થયેલાં છે. આહાહા ! છે એ પુદ્ગલ, સ્વતંત્રપણે કર્તા લેવું છે ને? “કર્તા એને કહીએ કે જે સ્વતંત્રપણે કરે” તો કર્મના પુદ્ગલ સ્વતંત્રપણે પુણ્ય-પાપ ને દયા, દાન અને ભક્તિના પરિણામ કરે “કર્તા સ્વતંત્રપણે કરે તેને કર્તા કહેવાય” આહાહા... સમજાણું કાંઈ?
અરે દેહ છૂટી જશે, એકલો ચાલ્યો જશે. જો આ વાત સાચી નહીં સમજે એને સમ્યજ્ઞાન નહીં થાય તો એ કયાં રહેશે ભવિષ્યમાં, ૮૪ ના અવતારમાં અજાણ્યા ઘરે, અજાણ્યા ક્ષેત્રે, અજાણ્યા કાળે, આહાહા! માટે કહે છે કે એકવાર જાણ તું તારા આત્માને. આહાહા! એ ભગવાન આત્મા શુદ્ધ ગુણ સંપન્ન પ્રભુ છે ને ભાઈ. એ શુદ્ધ ગુણ સંપન્નનું વિકારી કાર્ય શી રીતે હોય! એ વિકારી કાર્ય જે છે, છે વ્યવહારનયે અને અશુદ્ધનયે છે એનામાં પણ એ વ્યવહારનયનો વિષય જે છે એ કર્મથી થયો છે એમ અહીં સિદ્ધ કરવું છે. આત્માના શુદ્ધ ગુણોથી વિકાર શી રીતે થાય? એટલે પુગલ સ્વતંત્રપણે એમ કીધું પાછું કર્મના પુદ્ગલો સ્વતંત્રપણે કર્તા થઇને એ દયા, દાન અને ભક્તિના ભાવ થાય છે. આહાહાહા! સમજાણું કાંઇ?
કર્તા સિદ્ધ કરવો છે ને “કર્તા સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનો ઇષ્ટ તે કર્મ, કર્તાનું ઈષ્ટ, પ્રિય તે તેનું કાર્ય” તો કર્મ કર્તા સ્વતંત્રપણે છે તેના પુણ્ય-પાપના ભાવ ઇષ્ટ તે તેનું કાર્ય છે.